________________
૩૧૫
ગુરુભક્તિ-સામાયિક-પ્રતિક્રમણ-વ્રત–જપ-તપ આદિની ધર્મભાવના—યાગભાવના વધતી ગઈ, સંસારનાં સુખા વામણાં લાગવા માંડવાં, સૌમ્ય પ્રકૃતિથી પ્રભાવશાળી પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજે નવીનભાઈનું દિવ્ય ભાવિ જોઇ દીક્ષા લેવા માટે સૂચન કર્યુ. સયમજીવન એ જ જીવનની સાર્થકતા છે એમ સમજાવ્યુ. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિ ંહજીએ બાલયુવક નવીનચંદ્રને અંતરના આશીર્વાદ આપ્યા. સ. ૨૦૧૬માં ભાવનગરના ટાઉન હાલમાં · સાચા વિજેતા કેણુ ? ’ એ વિષય પરનું પ્રવચન સાંભળી પોતાની સંયમભાવના અતિ તીવ્ર થઈ. પૂ. આચાર્ય દેવશ્રીએ બાકિશાની સંયમશ્રદ્ધા નિહાળી • સૌરાષ્ટ્ર કેસરી ’ના શિષ્ય થવા માટે શ્રી ચત્રભુજભાઈ ને વાત કરી. ધપિતા ચત્રભુજભાઈ એ હાર્દિક સંમતિ આપી. તારક ગુરુદેવશ્રીની પુનિત વાણીથી પ્રેરાઈ ને મુક્તિના મંગલ માર્ગે મહાભિનિષ્ક્રમણ કરવા, પરમેશ્વરી પ્રત્રજ્યા સ્વીકારવા તત્પર થયા. પૂ. ગુરુદેવશ્રીએ વૈશાખ સુદ ૯નુ. મગલમુહૂત પ્રદાન કર્યું. શાશ્વત સિદ્ધાચલ તીની પંચતીર્થ માં મેખરે એવી મહુવાપુરીમાં, શાસનસમ્રાટ સમા મહામાનવાની જન્મભૂમિમાં સ. ૨૦૧૯ના વૈશાખ સુદ ૯ના પુનિત પ્રભાતે પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે રજોહરણ સ્વીકારી પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી યશેાવિજયજી તરીકે અંકિત થયા. પૂ. આચાર્યશ્રીએ જેડ સુદ ૯ને શુભ દિવસે રાજકોટ મુકામે વડી દીક્ષા આપી.
શ્રમણભગવંતા–ર
પૂ. ગુરુદેવશ્રી જે કહે તે સ્વીકારી લેવાની આજ્ઞાવતી જીવનશૈલી, શાંત પ્રકૃતિ, જ્ઞાનાભ્યાસ પ્રત્યેની અપૂર્વ પ્રીતિ, વિનય-વૈયાવચ્ચની વ્યસ્તતા, સાધના-આરાધનામાં નિમગ્ન રહેવાની પ્રવૃત્તિ – આદિ આદર્શો સાથે સયમજીવનના વિકાસ થતો ચાલ્યા. ઓછા સમયમાં ત્રિષષ્ટિશલાકા, ઉપદેશમાલા, પ્રશમરતિ, યેગશાસ્ત્ર આદિ આગમના જ્ઞાન સાથે સસ્કૃત, પ્રાકૃત, જ્યાતિષ આદિ શાસ્ત્રોમાં અદ્ભુત વિકાસ સાધ્યો. જીવનસુકાની પૂ. ગુરુદેવશ્રી સાથે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ આદિ પ્રાંતેામાંના તીની, મહાતીર્થોની – સમેતશિખરજી, પાવાપુરી, ચંપાપુરી, આદિની સ્પર્શના કરી. કલકત્તા, કટક અને નાગપુરથી માંડીને રાજકોટ, ભાવનગર, મહુવા, જામનગર આદિ શહેરમાં યાદગાર ચાતુર્માસ કરીને અનેક જીવાને પ્રતિબેાધ પમાડીને, જૈનધર્મીનું આકર્ષણ કરાવીને, હારા આત્માના તારણહાર બન્યા. પૂ. ગુરુદેવશ્રીના પાવન સાંન્નિધ્યમાં ૨૫-૨૫ વર્ષ ધૂપછાયાની જેમ રહીને, પૂ. ગુરુદેવશ્રીની ખડે પગે અનુપમ ભક્તિ કરીને, પરોપકારીતા, સરળતા, ઉદારતા, નમ્રતા, સહનશીલતા, અપ્રમત્તતા આદિ અઢળક ગુણા પ્રાપ્ત કર્યો.
*
સ.૨૦૨૪માં મુલુન્ડ-મુંબઈમાં ઐતિહાસિક ચાતુર્માસ દરમિયાન ભગવતીસૂત્રના યેાગાહન પૂર્ણ થતાં પૂ. આચાર્યશ્રીએ પેાતાના વરદ હસ્તે લાડીલા શિષ્યરત્ન યશેાવિજયજીને ગણિપદ પ્રદાન કર્યું. સૌરાષ્ટ્રના નાયક સમા પૂ. ગુરુદેવશ્રી · સૌરાષ્ટ્ર કેસરી ' મહારાજની પ્રેરણાથી અને સદ્ભાવનાથી તૈયાર થઇ રહેલ થલતેજ મુકામે શ્રી મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરીશ્વરજી જૈન વિદ્યાપીડ ટ્રસ્ટની સ્થાપના દ્વારા ‘ મુક્તિધામ ’માં નવનિર્માણ થયેલા શ્રી આદીશ્વર ભગવાનના જિનમંદિરની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા, કલકત્તાથી સમેતશિખરજી,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org