________________
શ્રમણભગવત-ર
૪૨૫ તત્ત્વજ્ઞાનના પટ્ટો, શિબિરવાચના અને સાત્વિક સાહિત્ય દ્વારા
ધર્મ જાગૃતિનો શંખધ્વનિ ફૂંકનારા પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અનાદિ કાળથી અવિરત ઘૂમતા આ વિશ્વમાં પ્રત્યેક યુગમાં આધિ, વ્યાધિ અને ઉપાધિની ચિનગારી સર્વત્ર ફેલાયેલી જોવા મળે છે. પણું આ વિશ્વમાં એક એવું અજોડ તીર્થંકરદેવના શાસનનું અસ્તિત્વ છે, જે એ ચિનગારીઓને ઉપશમરસથી ઠારી દે છે અને અલૌકિક પ્રસન્નતાને, આત્માનંદનો અનુભવ કરાવે છે. આ જૈનશાસનને પામનારા સદ્ગતિ-પરમગતિના અધિકારી બને છે. આરાધનાના બળે શાશ્વત સુખના સ્વામી બની જાય છે. આવા ભવ્ય સર્વજીવહિતકર શાસનના રસિક બનેલા પુણ્યાત્માઓમાં એક છે, પુ. આચાર્યશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ,
તેઓશ્રીની જન્મભૂમિ સુરેન્દ્રનગરપિતાનું નામ મગનલાલ અને માતાનું નામ શકરીબેન. તેમને ત્રણ પુત્રો. સૌથી નાના પુત્ર રમણીકલાલને જન્મ સં. ૧૯૮૯ના માગશર વદ ૧૨ના દિવસે થયા. પિતાશ્રીને વ્યવસાય મહારાષ્ટ્રના જલગાંવમાં ચાલતો હતો. પણ રમણીકલાલની ચાર વર્ષની વયે માતા સ્વર્ગવાસી થતાં પિતાએ જલગાંવ છેડયું અને સુરેન્દ્રનગર આવીને રહ્યા. રમણીકલાલના મામા મુંબઈ રહેતા હતા. તે ત્રણે ભાણેજને અભ્યાસાર્થે મુંબઈ લઈ ગયા. મામા-મામી સાચવતાં અને વ્યાવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ મળે તેની કાળજી રાખતાં. આમ તે આ પરિવાર સ્થાનકવાસી હતા, પરંતુ મૂર્તિપૂજક વર્ગના સહવાસે દેરાસર જવાની શ્રદ્ધાવાળો થયે હતે. માતા સમાન મામીએ પડેલા સંસ્કાર બાળક રમણીકમાં ઊતર્યા, જેથી રોજ દેરાસર જવું, પૂજા કરવી, પાઠશાળાએ જવું, વ્યાખ્યાને સાંભળવા-લખવાં, એમ ઉત્તરોત્તર ધર્મક્રિયામાં રસ લેવા લાગ્યા. પ્રારંભમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા કેટની હાઈસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન પ્રભુ પૂજામાં, અંગરચના કરવામાં તેમનું મન વધુ ને વધુ લીન રહેવા લાગ્યું. ભવ્ય અંગરચનાથી પ્રસન્નતાની વૃદ્ધિ કરતા. રજાના દિવસોમાં કલાકોના કલાકે દેરાસરમાં જ હોય. આ બધાં ભાવિના એંધાણ હતાં. વળી, તેઓ નજીકના મુંબઈ ભૂલેશ્વર-લાલબાગ ઉપાશ્રયે આવાગમન કરતાં સુવિહિત સાધુ ભગવંતની વૈરાગ્ય નીતરતી વાણી સાંભળવા જાય. વ્યાખ્યાનશ્રવણથી અરિહંત પરમાત્માની વાસ્તવિક ઓળખાણ થઈ. સંસારના રંગરાગ અને મેજશેખની ભયંકરતા સમજાઈ જીવેના ભેદ, નવતત્વ, નવપદ, પંચપરમેષ્ઠી, આઠ કર્મ, સામાયિક, પૌષધ, દેશવિરતિ, સર્વવિરતિ, સમ્યક્ત્વ—આ સર્વ જૈનશાસનનાં મહત્ત્વનાં અંગેની સમજ મળી.
એ અરસામાં સં. ૨૦૦૫માં લાલબાગના ઉપાશ્રયે અદ્ભુત ચમત્કાર સર્જાયે હતે. કુશાગ્ર બુદ્ધિવાળા વ્યાખ્યાનવિશારદ મુનિવર્યશ્રી ભાનુવિજયજી મહારાજની સિંહગર્જના સમી સંવેગ-નિર્વેદ નીતરતી વૈરાગ્યવાણીના પ્રભાવે મુંબઈ નગરીમાં મોટા મેટા શ્રીમંત નબીરા પણ
છે. ૫૩
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org