________________
શ્રમણભગવંતો-૨
૨૮૩ સૂત્ર કંઠસ્થ કરનારા આ મુનિવરે ક્રમે ક્રમે વ્યાકરણ, કાવ્યકેશ, ન્યાય અને આગમશાનું તલસ્પર્શી જ્ઞાન સંપાદન કર્યું.
પૂજ્યશ્રીએ વિશાળ જ્ઞાનપ્રાપ્તિ સાથે અનેક છંદબદ્ધ શ્લોક અને પ્રબંધ તેમ જ નિબંધની રચના કરી છે. તેમાં તેઓશ્રીની સમેતશિખર પર્વતાકાર કાવ્યરચના અદ્દભુત અને અદ્વિતીય છે. તેઓશ્રી પિતાના લેખોમાં ગૂઢ વાતને સરળ શૈલીમાં અને સામાન્ય વાતને અસાધારણ શૈલીમાં રજૂ કરતા હેઈ, સામાન્ય વર્ગ અને વિદ્વત્વર્ગ–બંનેમાં આદરણીય બન્યા છે. વળી, પૂજ્યશ્રીની પ્રવચનશક્તિ પણ મધુર અને મર્મસ્પશી છે. શાનાં ગૂઢ રહસ્યોને લેકમેગ્ય અને રસાળ શૈલીમાં રજૂ કરવાની પૂજ્યશ્રીમાં અભુત શક્તિ છે. પૂજ્યશ્રી પ્રખર જ્ઞાની, રસાળ વકતા અને સમર્થ લેખક હવા સાથે ઉત્તમ સાધક પણ છે. તેઓશ્રીની આ સર્વ યેગ્યતા વડે આજે તેઓશ્રીનું આચાર્ય પદ પણ શેભાયમાન છે. પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં ધાર્મિક શિબિરે, વિવિધ ધર્મારાધનાઓ, અનુષ્ઠાને, દીક્ષાઓ વગેરે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન બન્યાં છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર દીર્ધાયુ પામી અનેકવિધ પ્રભાવનામાં રત રહો એવી શાસનદેવને પ્રાર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિશઃ વંદના !
પંજાબકેસરી’ યુગવીર આચાર્યદેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય પૂ. આ. શ્રી વિજયલલિતસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઉમંગસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિદ્યા સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપૂર્ણાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઈંદ્રદિન્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયઉદયરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિઠ્ઠી કારસૂરીશ્વરજી મહારાજ પૂ આ શ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી મહારાજ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org