________________
શ્રમણભગવંતો-ર
૩૨૩ તપસ્વીરત્ન, મધુર વ્યાખ્યાતા, પરમ શાસનપ્રભાવક સૂરિવર
પૂ. આ. શ્રી વિજયદેવેદ્રસૂરીશ્વરજી મહારાજ
સગુણોના સાગર સમા ગુરુદેવના ભાવાત્મક વારસાને ઝીલવાનું અને તેને શોભાવી જાણવાનું કાર્ય બહુ અઘરું હોય છે. તેમાંયે જ્યારે આ વારસાને પાયે આત્મલક્ષી એટલે કે આધ્યાત્મિક ભૂમિકાવાળો હોય છે, ત્યારે તેને સાચવવાનું કાર્ય ઘણું કપરું બની જાય છે. વાગડ દેશદ્વારની પરંપરામાં ગચ્છનાયકેમાં ચોથા સ્થાને થઈ ગયેલા આચાર્ય મહારાજ શ્રી વિજ્યદેવેન્દ્રસૂરિજી મહારાજની જીવનકથા કહે છે કે તેઓશ્રીએ પિતાની અપ્રમત્ત જીવનસાધના દ્વારા આ અતિ કઠિન કાર્ય આસાનીથી સફળ કરી બતાવ્યું અને સ્વ-પર કલ્યાણની અનેક મંગલકારી પ્રવૃત્તિઓ દ્વારા પિતાની સંયમયાત્રાને વિશેષ સફળ અને યશસ્વી બનાવી. પૂજ્યશ્રીની જન્મભૂમિ કચ્છનું લાકડિયા નગર. એમના પિતાનું નામ લીલાધરભાઈ, માતાનું નામ મૂળીબહેન અને પિતાનું સંસારી નામ ગેપાળજીભાઈ હતું. એમને જન્મ સં. ૧૯૪૮ના ફાગણ વદ બીજને શુભ દિવસે થયો હતે. ગેપાળજી માતા-પિતાના એકના એક પુત્ર હતા એટલે એમને ઉછેર લાડકેડમાં થયે હેય એ સ્વાભાવિક છે. પરંતુ ગોપાળજી ૧૪ વર્ષની કુમાર અને કુમળી વયમાં હતા ત્યાં પિતાજીનું શિરછત્ર સંકેલાઈ ગયું. આખું કુટુંબ નિરાધારી અનુભવી રહ્યું. પણ માતા મૂળીબહેને કેઠાસૂઝ, શાણપણ અને ધર્મભાવનાના સહારે કારમી આપત્તિ વેળાએ કુટુંબ ટકાવી રાખ્યું. માતાને કુટુંબના એક માત્ર આધારરૂપ પોતાના સુપુત્ર ગોપાળભાઈ પર કંઈ કંઈ આશાઓ હતી. એ સહારે સહારે પિતાના દુઃખના દિવસે પસાર કરતાં હતાં. પણ કર્મના અને કુદરતના અગમખાનામાં માનવી માટે કેવું ભવિષ્ય છુપાયેલું અને ક્યારે કે પરિપાક થવાનો છે એ કાળા માથાને માનવી ક્યાં જાણી શકે છે ?
આ કુટુંબમાં પણ આવી જ વાત બની. જેમ જેમ ગોપાળભાઈની ઉંમર વધતી ગઈ તેમ તેમ એક બાજુ માતા એમને માટે કંઈ કંઈ મને સેવવા લાગ્યાં, તો બીજી બાજુ ગોપાળભાઈની ધર્મભાવનાને રંગ વધુ પાકે થતો જ હતું, અને પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા આદિ સંતેના પરિચયે એ ભાવના વધુ ને વધુ દઢ થતી જતી હતી. અને એમનું મન સંયમમાર્ગને સ્વીકાર કરવાની ઊંડી ઝંખનાથી ભરાઈ જવા લાગ્યું હતું. પણ સાથોસાથ ગોપાળભાઈને પિતાની માતા તરફ અપાર ભક્તિ હતી. એટલે એમનું દિલ દુભાય એવું કઈ પગલું ભરવામાં એમનું મન પાછું પડતું હતું. તે કાળના સામાજિક રિવાજ પ્રમાણે ગોપાળભાઈનું સગપણ એ કુટુંબ માટે પ્રતિષ્ઠા અને ગૌરવની વાત લેખાતી હતી. પરંતુ ગોપાળભાઈ એ મનમાં દઢ સંકલ્પ કર્યો હતો કે લગ્નના લેભામણું બંધનમાં પડીને ઘરસંસારના કાયમી બંધનમાં કઈ રીતે ન સપડાવું. પણ આ માટે કલેશ-કંકાસ ઊભો કરવાને બદલે એમણે ધીરજ અને ચતુરાઈથી કામ લીધું. “ધીરજનાં ફળ મીઠાં' એ કહેવત સાચી પડી. જેમની સાથે ગોપાળજીનું સગપણ થયું હતું તે એવી શાંતિ અને સમજૂતીથી તોડી નાખ્યું કે એ બહેન ગોપાળભાઈની ધર્મની બહેન બની ગયાં ! જાણે કે ગોપાળભાઈ અને એ બહેને આમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org