________________
૫૫૦
શાસનપ્રભાવક
પિતાને અંતકાળ નજીક જાણીને તેઓશ્રીએ ભક્તોને આજ્ઞા કરી કે, મારી પાલખીને રસ્તામાં કયાંય રોકશો નહિ, અને નગરની બહાર અગ્નિસંસ્કાર કરજે. પરંતુ ગુરુદેવના સ્વર્ગવાસથી શેકાકુલ ભક્તગણ એમની આજ્ઞા ભૂલી ગયે અને રસ્તામાં એમની પાલખીને મૂકી; પણ પછી ખૂબ ખૂબ પ્રયત્ન કરવા છતાં પાલખીને ઊંચકી શક્યા નહિ. દિલ્હીપતિ મદનપાલે હાથી મંગાવ્ય; તે પણ પાલખી ઊંચકી શક્યો નહિ. અને છેવટે નગરમાં તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. સં ૧૨૨૩ ના શ્રાવણ વદ ૧૪ ના તેઓ કાળધર્મ પામ્યા. દિલ્હી શહેરમાં જ્યાં એમને અગ્નિસંસ્કાર થયે ત્યાં મહરૌલી ગામમાં (કુતુબમિનાર પાસે) આજે પણ દાદાવાડી છે અને હજારો ભાવિકે દર્શન-વંદનને લાભ લે છે.
મણિધારી શ્રી જિનચંદ્રસૂરિજીની પાટે શ્રી જિનપતિસૂરિજી આવ્યા. સં. ૧૨૧માં વિક્રમપુરમાં માલુ શેત્રીય યશવર્ધન શ્રેષ્ઠીની ભાર્યા સુહબદેવીની કુક્ષીએ પુત્રરત્નને જન્મ થયે. સં. ૧૨૧૭ ના ફાગણ સુદ ૧૦ ના દિવસે શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી. અને એમનું નામ મુનિશ્રી નરપતિ રાખવામાં આવ્યું. સં. ૧૨૨૩ ના કારતક સુદ ૧૩ ના દિવસે શ્રી જયદેવસૂરિજીએ મહોત્સવ પૂર્વક તેમને આચાર્ય પદવી અર્પણ કરી શ્રી જિનપતિસૂરિજી નામ રાખવામાં આવ્યું. સં. ૧૨૩૬ ના કારતક સુદ 9 ના અજમેરમાં પૃથ્વીરાજ ચૌહાણની રાજસભામાં મહામંત્રી મંડલેશ્વર, જનાર્દન ગૌડ, વિદ્યાપતિ, બાગીશ્વર આદિ વિદ્વાનોની હાજરીમાં પદ્મપ્રભાચાર્ય સાથે વાદવિવાદ કરી એમને જીતી લીધા. સં. ૧૨૪૪ માં શ્રી શંત્રુજય તીર્થની યાત્રા કરી સં. ૧૨૭૭માં અષાઢ સુદ ૧૦ ના દિવસે આચાર્યશ્રીએ શ્રી વીરપ્રભ ગણિને પિતાની પાટે સ્થાપન કર્યા અને તેઓ કાળધર્મ પામ્યા.
સુપ્રસિદ્ધ વિદ્વાન નેમિચંદ્ર ભંડારીના પુત્ર શ્રી વીરપ્રભ ગણિને સં. ૧૨૭૭ ના મહા સુદ ૬ ના દિવસે જાલેરમાં શ્રી સર્વદેવસૂરિજીએ આચાર્યપદવી અર્પણ કરી અને તેમનું નામ શ્રી જિનેશ્વરસૂરિજી રાખવામાં આવ્યું. તેઓએ પિતાના મૃત્યુકાળને નજીક જાણીને સં. ૧૩૩૧ ના આસો વદ પાંચમે વાચનાચાર્ય પ્રબોધભૂતિ ગણિને આચાર્ય પદવી અર્પણ કરી તેમનું નામ શ્રી જિનપ્રબોધસૂરિજી રાખવામાં આવ્યું. પાલનપુરમાં બિરાજમાન શ્રી જિનરત્નાચાર્યસૂરિજીને સંદેશ મોકલ્યો કે જિનધિ ગણિને આચાર્ય પદવી આપવી, અને આસો વદ ૬ ને દિવસે તેઓ કાળધર્મ પામ્યા. તેમના શાસનકાળ દરમિયાન ખરતરગચ્છમાં બે ભાગ પડ્યા અને તેમાં એક લઘુ ખરતરગચ્છથી પ્રસિદ્ધ થયે; અને તેના પ્રથમ આચાર્ય શ્રી જિનસિંહસૂરિજી થયા
ખરતરગચ્છના અધિનાયક શ્રી જિનપતિસૂરિજીના પટ્ટધર દ્વિતીય આચાર્ય શ્રી જિનેશ્વર સૂરિજીને જીવનકાળ સં. ૧૨૭૮ થી ૧૩૩૧ હતા. એક વખત પૂજ્યશ્રી પલ્હપુરના ઉપાશ્રયમાં બિરાજમાન હતા, તે વખતે અચાનક અમને દંડ તડ અવાજ કરીને તૂટી ગયે. એ ઉપરથી પૂજ્યશ્રીને થયું કે, “મારી હયાતી પછી આ ખરતરગચ્છના બે ભાગલા થશે. તે શા માટે મારી હાજરીમાં મારા જ હાથે બે ભાગ ન પાડું!” જોગાનુજોગ તે વખતે પ્રાયઃ દિલ્હીના શ્રીમાલ સંઘના અગ્રગણ્ય શ્રાવકો ભેગા મળી શ્રી જિનેશ્વરસૂરિજી પાસે આવ્યા અને વિનંતી કરી કે અમારા દેશમાં કેઈ ધર્માચાર્ય પધારતા નથી, તે કૃપા કરી આપ કઈ ગીતાર્થ આચાર્યભગવંતને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org