________________
૧૯૭
શ્રમણભગવંતો-૨ ગ્રહણ કરી, તેમના શિષ્ય બની, મુનિશ્રી નીતિવિજ્યજી નામે ઘોષિત થયા. તે દિવસે આખા ગામને જમાડવામાં આવ્યું હતું.
તીવ્ર ઝંખનાને અંતે પ્રાપ્ત થયેલ સંયમને માર્ગ હવે સરલ–નિષ્ક ટક બનતાં પૂજ્યશ્રી જ્ઞાનોપાસનામાં લાગી ગયા. વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને આગમશાને અભ્યાસ તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિમત્તાને લીધે ઝડપભેર આગળ વધવા લાગ્યા. સાથે સાથે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો પણ પૂજ્યશ્રીની સાધુતાને યશસ્વી બનાવતાં ચાલ્યાં, જેની કેટલીક યાદી આ પ્રમાણે છે : સં. ૧૯૫૩માં અમદાવાદથી શત્રુંજય તીર્થને ૩૫૦૦ યાત્રિકો સાથે છરી પાલિત સંઘ. તે જ વર્ષે પાટણ ચાતુર્માસ કરી, સંઘમાં ચાલતે કલેશ દૂર કરાવ્યો. અહીં પૂજ્યશ્રીના સંસારી પિતાનું આગમન થયું અને પૂજ્યશ્રીની મેધાવી વૈરાગ્યદેશના સાંભળી કૃતકૃત્યતા અનુભવી. સં. ૧૫૫માં અમદાવાદ ચાતુર્માસ દરમિયાન સૂત્રવાચના છ-છ કલાક ચાલતી. સં. ૧૯૫૬માં વડનગર ચાતુર્માસ વખતે કેલેરાને રેગચાળો ફેલાયે. ઉકાળેલું પાણી પીવું, ટાઢું ન ખાવું, ઊદરી, આયંબિલ, ઉપવાસ કરવા અને રાત્રિભોજન ન કરવું વગેરે નિયમોનું મહત્ત્વ ભારપૂર્વક સમજાવતા અને દરેક જૈન એ પાળવા તત્પર રહેતા. આ નિયમનથી જેમાં એક પણ મરણ થયું નહીં. સં. ૧૫૮માં સુરતમાં એક અને દાહોદમાં બે – એમ કુલ ત્રણ મુમુક્ષુઓને દીક્ષા આપી, જે અનુક્રમે મુનિશ્રી દાનવિજયજી, મુનિશ્રી વીરવિજ્યજી અને મુનિશ્રી હર્ષવિજયજી હતા. એ જ વર્ષે ઈદેરમાં માસકલ્પ કર્યું. ઉજજૈન અને આજુબાજુ વિહાર દરમિયાન અનેક સ્થાનકવાસી શ્રાવકેએ પૂજ્યશ્રીના ઉપદેશથી મૂર્તિપૂજા સ્વીકારી. સં. ૧૫૯ અને ૬૦માં અમદાવાદના જ્ઞાનભંડારના ઉદ્ધાર માટે અગ્રગણ્ય શ્રાવકેને પ્રેરણા આપી. સં. ૧૯૬૧ના માગશર સુદ પાંચમે સુરતમાં ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. આ જ વર્ષે રાંદેરમાં ઉપધાનતપ કરાવ્યાં અને સં. ૧૯૬૨ના કારતક વદ ૧૧ના શુભ દિને પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા.
દીક્ષા પછી પ્રથમવાર, સં. ૧૯૬રમાં જન્મભૂમિ વાંકાનેર પધાર્યા. ગામના આ નરરત્નનું સમસ્ત શહેરે સામૈયું કર્યું. પૂજ્યશ્રીની પ્રભાવક વાણી સાંભળી ગામ ધન્ય ધન્ય બની ગયું. સં. ૧૯૬૩ થી ૧૯૬૭ દરમિયાન બે છ'રી પાલિત સંઘ, ઉપધાન તપ અને શંખેશ્વર તીર્થ ભમતીમાં પ્રભુપ્રતિષ્ઠાદિ ધર્મકાર્યો પ્રવર્તાવ્યાં. સં. ૧૯૬૯માં વીરમગામમાં પૂજ્યશ્રીના ઉપદેશથી સાધુ-સાધ્વીજી માટે, સંસ્કૃત-પ્રાકૃતના ધર્માભ્યાસ માટે, પાઠશાળા સ્થપાઈ. . ૧૯૭૨માં પાટણ પધારતા શ્રી હેમચંદ્રાચાર્ય સભાના સંચાલકને જ્ઞાનમંદિર સ્થાપવા અને ગ્રંથાવલિ શરૂ કરવા ઉપદેશ આપે. એ વર્ષે ચાણસ્મા ચાતુર્માસમાં શ્રીસંઘને વહીવટ એકસંપી અને વ્યવસ્થિત કરાવ્યો. સં. ૧૯૭૪માં ઊંઝામાં પધાર્યા. જુવાનોની જાગૃતિ, રૂઢિઓ પ્રત્યે જેહાદ, કાર્યો કરવાની હોંશ, પણ બિન અનુભવી અને ઉતાવળની નબળી કડી – આ સર્વ સ્થિતિ જાણી, યુવાનોને સંઘના હોદ્દા માટે દૂર રહેવા સેવાસમાજ' નામની સંસ્થાની સ્થાપના કરાવી, તેની કાર્યશક્તિને વેગ આપે. સં. ૧૯૭૬ના માગશર સુદ ૧૧ને દિવસે અમદાવાદ-ગુવારની પળના ઉપાશ્રયે પૂજ્ય અનુગાચાર્ય શ્રી ભાવવિજ્યજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ થયા. સં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org