________________
૩૪૬
શાસનપ્રભાવક એમને હાથે ૨૫૦ થી વધુ મુનિઓએ અને પ૦૦થી વધુ સાધ્વીજીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. આ ઘટના જેનશાસનના ઇતિહાસમાં ઘણી મોટી ગણાશે. શતાધિક શિષ્ય-પ્રશિષ્યો સાથે વિચરતા આચાર્ય ભગવંત તરીકે એમનું પુણ્યક નામ સુદીર્ઘ કાળ સુધી ગુંજતું રહેશે. પૂ. આચાર્ય ભગવંત પિતાના સાધુસમુદાયમાં આચારપાલન માટે બહુ જ ચુસ્ત હતા. જરા સરખી શિથિલતાને પણ ચલાવી લેતા નહિ. પરંતુ પિતાના દીક્ષિત સાધુઓને પિતાની પ્રેરક વાણીથી અને વાત્સલ્યભાવથી એવા તે આત્માભિમુખ બનાવી દેતા કે જેથી એમના સાધુઓ સાંસારિક પ્રભને કે લોકેષણથી ચલિત થતા નહિ. એકંદરે ફેટા પડવાપડાવવાનું પણ એમના સમુદાયમાં નિષિદ્ધ રહ્યું છે. (અજાણતાં કઈ પાડી લે તે જુદી વાત છે.) વિવિધ યોજનાઓ માટે ટ્રસ્ટ કરાવી, ધન એકત્રિત કરવાનું લક્ષ્ય પણ એમના સમુદાયમાં રખાયું નથી. પૂજ્યશ્રી શાસનનાં કાર્યો માટે કે અનુકંપા જેવા વિષયો માટે પોતાની પ્રેરક વાણી વહાવતા, પરંતુ દાન આપવા માટે સીધી અપીલ કે વ્યક્તિગત દબાણ કયારેય કરતા કે કરાવતા નહીં. પરંતુ તેઓશ્રીના વ્યક્તિત્વની અસર જ એવી થતી કે લેકે સામેથી દાન આપવા માટે હંમેશા તત્પર રહેતા. પરિણામે, એમની કઈ પણ વાત ઉપર ધનની રેલમછેલ થઈ જતી. પૂજ્યશ્રીની આ એક વિશિષ્ટ લબ્ધિ હતી. પૂજ્યશ્રીના કાળધર્મ પ્રસંગે એક કરોડ કરતાં અધિક રકમ ઉછામણીમાં બોલાઈ તે તેઓશ્રીના પ્રભાવક પુણ્યની પ્રતીતિ કરાવે છે. સંસાર ભૂડા, દુઃખમય અને છોડવા જેવો છે, લેવા જેવો સંયમ અને મેળવવા જે મોક્ષ છે એ વાતનું નિરંતર લક્ષ રાખનાર અને રખાવનાર પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજને કેટ કેટિ ભાવભરી વંદના ! (લેખકઃ ડે. રમણલાલ ચી. શાહ, તા. ૧૬/૯/૯૧ના “પ્રબુદ્ધ જીવનમાંથી સાભાર ઉધૃત.)
ક્ષમાશીલ અને ભદ્રપરિણામી શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી મહારાજ
ભારતવર્ષની વિશાળ ભૂમિ રત્નગર્ભા તરીકે પ્રખ્યાત છે. યુગે યુગે અનેક નરરત્નની જનની બનીને આ ભમકાએ ધર્મના સંદેશને દિગદિગંતમાં રેલાવ્યો છે. સંત-મહંતોની મહાનતા, ઋષિઓનાં આર્ષવચન, મહર્ષિઓનું આત્મધર્યા અને વીતરાગદેની વીતરાગતા આ ભૂમિની ગૌરવપૂર્ણ યશગાથાઓ છે. સુરમ્ય કાશ્મીરની મનહર અને મનભર કુદરતના ખોળે જમ્મુમાં જન્મેલા એક નરરત્ન પૂર્વભવની આરાધનાના બળે ધર્મશ્રદ્ધાની મશાલ પટાવી આત્માને વ્યાપી વળેલા અંધકારને ઉલેચવાને નિર્ણય કર્યો. આત્મા અને પરમાત્માની માન્યતા ધરાવતા આ દેશમાં પરદેશીઓએ પગપેસારો કરીને ધર્મશ્રદ્ધાનાં મૂળને હચમચાવવાના પ્રયત્નો આદરી દીધા હતા, પરંતુ સામે પક્ષે ધર્મવીરએ ધર્મતને જલતી રાખવાના પ્રયને આરંભી દીધા હતા. આ સમયગાળામાં સં. ૧૯૫૮ના માગશર સુદ ૧ને શુભ દિને જન્મેલા આ નરર્વરે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org