________________
શાસનપ્રભાવક
દેવપ્રભસાગરજી મહારાજના સંસારીપણે સુપુત્ર મીનેષ, જે હાલ પૂ. મુનિશ્રી હર્ષ સાગરજી નામે દીક્ષિત છે, તે પેાતાની જન્મભૂમિ કપડવજમાં સ. ૨૦૩૨ના પોષ વદ ૧૦ના દિવસે ભાગવતી પ્રવ્રજ્યા અ’ગીકાર કરી પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજના શિષ્ય બન્યા છે. તેમના સ’સારીપણે મેાટાંબહેન પણ ત્યાગમાં સ્વીકાર કરી સાધ્વીશ્રી હિતપૂર્ણાંશ્રીજી નામે સ્વપરકલ્યાણના માર્ગે જીવનને ઉજ્જવળ બનાવી રહ્યા છે. ધન્ય છે શાસનના આવા તપસ્વી અણગારને ! શતશ: વંદના તપસ્વી ઉપાધ્યાયજીને ! ( સકલન : પૂ. મુનિરાજશ્રી હુ સાગરજી મહારાજ. )
કર
પૂ. ઉપાધ્યાયશ્રી પ્રમેાદસાગરજી મહારાજ
પ્રાચીન, પ્રખ્યાત અને પવિત્ર એવી કપડવંજની ભૂમિ રળિયામણી છે, જ્યાં પ્રાચીન જિનાલયે શોભી રહ્યાં છે; જે શ્રી ચિંતામણિદાદાનુ અલખેલુ ધામ છે. આ પાવન ભૂમિમાં અનેક શાસનરત્ના ઉત્પન્ન થયાં છે. લગભગ દરેક ઘરમાંથી કોઇ ને કોઇ પુણ્યાત્માએ શાસનને જીવન સમર્પિત કર્યુ છે. પિસ્તાલીસ આગમાના ઉદ્ધાર કરનારા પૂ. આ. આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ આ ભૂમિના રત્ન છે. એવા પૂજનીય આચાર્ય દેવશ્રીની સ્મૃતિમાં તેમના છ વષે દીક્ષિત થયેલા લઘુશિષ્ય પૂ. આ. શ્રી સૂર્યîદયસાગરસૂરિજી મહારાજે પાતાના જન્મસ્થાનના ઘરની ભૂમિ પર શ્રી આગમાદ્વારક સ્મારકનુ અદ્ભુત નિર્માણ કર્યુ છે. આગમપ્રભાકર પૂ. મુનિપ્રવરશ્રી પુણ્યવિજયજી મહારાજે પણ આ કપડવજની પુનિત ધરા પર જન્મ ધારણ કર્યાં છે. એવી અલબેલી ભૂમિ પર વીસાનીમા જ્ઞાતિમાં શ્રી લલ્લુભાઈ માણેકચંદ ગાંધીનું કુટુંબ ધ ક્રિયાથી જીવનને દીપાવી રહ્યું હતુ. તેમનાં ધર્મ પત્નીનું નામ પ્રધાનબેન હતુ. બે પુત્રાનામે પોપટલાલ તથા જેસંગભાઈ હતા. નાનાં પુત્રવ‰ નામે શ્રીમતી ચંપાબેનની કુક્ષીએ સ. ૧૯૮૬ના વૈશાખ સુદ ૧૨ના દિવસે પુત્રરત્નના જન્મ થયે. પ્રેમભર્યાં રતનનુ' જતન કરતાં નામ પન્નાલાલ રાખ્યું. ૧૩ માસની કુમળા વયમાં જ માતા ચંપાબેનના વિજોગ થતાં પન્નાલાલ ચંદનબેનની હૂંફાળી હેજમાં ઊછરીને મોટા થયા. ચંદનબેને અંતરનું વ્હાલપ વરસાવી પન્નાલાલનું લાલનપાલન કર્યું. તેમને એક કાન્તા નામે પુત્રી હતી. પન્નાલાલ અને કાન્તાબેન એ ભાઈ-બહેનની જોડી, કઈ ન શકે તેાડી, એવી પ્રીતિપૂર્ણાંક ભાઇ-બહેન માટાં થવા લાગ્યાં. બહેન વિના ભાઈ ને ન ગમે, ભાઈ વિના બહેનને ન ગમે. પન્નાલાલે નિશાળમાં નવ ધારણ સુધીનું વ્યાવહારિક શિક્ષણ મેળવ્યું. બચપણથી પરગજુ સ્વભાવ, આછાખેાલા અને સરળતાના ગુણુ ધરાવતા હતા. કુટુંબના ધર્માંસંસ્કારને પરિણામે દરરોજ દન, પૂજા તથા ગુરુવ ́દન, સામાયિક આદિ ક્રિયા કરતા. પાલીતાણામાં બિરાજમાન પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજના પરિચય ચારિત્રના ભાવ જાગ્યા. સૉંચમ ગ્રહણ કરવાની તીવ્ર લગની થઈ આવી. માતા અને બહેનને તેમના પર અગાધ રાગ હતા. તેથી રજા મળે તેમ ન હતી. એછાયેલા પન્નાલાલે મનની ધારણા પૂરી કરવા કોઈ ને પણ જણાવ્યા વિના સં. ૨૦૦૨ના અષાઢ સુદ ૯ને શુભ દિને સુરતમાં પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે જઈ ને છાની દીક્ષા લઇ લીધી.
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org