________________
૧૩૭
શ્રમણુભગવંતો-૨
ગુર્વાસાના અજોડ ધારક : બારડોલીના પનોતા પુત્ર : પૂ. આચાર્યશ્રી મનહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ બારડલી શહેરમાં થયો. પિતાનું નામ નગીનદાસ અને માતાનું નામ કમળાબહેન હતું. તેઓના ઘરે સં. ૧૯૮૪ના ભાદરવા સુદ ૧ને શુભ દિને તેમને જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ બારડોલીમાં લીધું. પરંતુ બાલ્યકાળથી જ ધર્મ અને તપ પ્રત્યે અને પ્રગતિ આપોઆપ વધતી રહી અને પરિણામે, ૨૧ વર્ષની ઉંમરે સં. ૨૦૦૫ના કાર્તિક વદ ૧ને દિવસે મુંબઈમાં દીક્ષા અંગીકાર કરી ત્યારે જીવનને સાચો માર્ગ મળ્યાની ધન્યતા અનુભવી. દીક્ષા લઈને સ્વાધ્યાયમગ્ન બની ગયા. થોડા જ સમયમાં જેનદર્શનનું સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને ઊંડો અભ્યાસ કર્યો. પહેલેથી જ લેખન પ્રત્યે અપૂર્વ રુચિ હતી. વિદ્રોગ્ય શાસ્ત્રગ્રંથને બાળગ્ય ભાષામાં ઉતારવામાં તેઓશ્રી વિશેષ કુશળ બન્યા. શાંત સ્વભાવ અને સતત પુરુષાર્થની ભાવનાને લીધે અવિરત લેખન અને વાંચનકાર્ય ચાલ્યા જ કરે છે, પરિણામે, કુશળ પ્રવચનકાર પણ બની શકયા છે. સુંદર અને સરળ શૈલીમાં પ્રવચન આપતા સાંભળવા એ લહાવો ગણાય છે. તેઓશ્રી ઉત્કટ ચારિત્રની સાધના-આરાધના કરતાં કરતાં સં. ૨૦૨૬ના મહા વદ પાંચમે જૂના ડીસા શહેરમાં ગણિ–પંન્યાસપદ પામ્યા અને અનેકવિધ શાસનપ્રભાવના કરતાં કરતાં, પૂ. ગુરુદેવે તેઓશ્રીની વિશેષ યોગ્યતા જાણી અમદાવાદ–સાબરમતીમાં સં. ૨૦૩૧ના મહા સુદ પાંચમે આચાર્ય પદથી અલંકૃત કર્યા.
બારડોલી સંઘની ઘણાં વર્ષોની વિનંતીને ધ્યાનમાં રાખીને દીક્ષા પછી ૩૬ વર્ષે પ્રથમ વાર જન્મભૂમિ બારડોલીમાં ચાતુર્માસ પધારતાં આખા ગામમાં આનંદ આનંદ છવાઈ ગયે. જેને તે ઠીક, જૈનેતરે પણ તપસ્યામાં અને મહોત્સવમાં જોડાઈને ઓતપ્રેત થઈ ગયા. પાછલાં સો વર્ષોમાં પણ ન થયે હોય તે ભક્તિમહોત્સવ થયે. પૂજ્યશ્રીનું સંપૂર્ણ જીવન ગુર્વાસામય છે. ગુરુનિશ્રામાં જ પ્રવજ્યાના પંથે આગેકૂચ કરી રહ્યા છે. પિતાને કઠિન પ્રશ્નો હલ કરવાની સૂઝ-સમજણ હોવા છતાં, ગુરુમહારાજને પૂછીને જ કોઈ પણ પ્રશ્નને ઉત્તર આપ એ તેઓશ્રીને સેંધપાત્ર વિનયવિવેક છે. પોતે સારા એવા અભ્યાસી હોવા છતાં પૂજ્યપાદ ગુરુદેવશ્રી પાસે તે બાળકની જેમ જ વતે છે. પૂ. ગુરુદેવની અનુકૂળ કે પ્રતિકૂળ આજ્ઞામાં જ પિતાનું જીવન સમભાવે વ્યતીત કરે છે. “ગુરુદેવની આજ્ઞા એ જ મારું જીવન એમ કહેતાં તેઓશ્રી કળિયુગમાં ગુજ્ઞાનું અજોડ ઉદાહરણ છે. આજે ૪૧-૪૧ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાયમાં કોઈ પણ પળે તેઓશ્રી ગુરુદેવની આજ્ઞામાંથી ચલિત થયા નથી તે ગેરવરૂપ ઘટના છે. પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવારમાં પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી સુદર્શનકતિસાગરજી ગણિવર્ય તથા તેમના શિષ્ય મુનિશ્રી અનંતકીતિ" સાગરજી મહારાજ; પપૂ. મુનિવર્ય શ્રી શાંતિસાગરજી મહારાજ; પ. પૂ. મુનિવર્ય શ્રી ઉદયકીર્તિસાગરેજી મહારાજ તથા તેમના શિષ્ય મુનિશ્રી શ્ર ૧૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org