________________
૧૬૮
શાસનપ્રભાવક
બનાવ્યા. પૂ. સાધ્વીશ્રી તારાશ્રીજી મહારાજનાં શિષ્ય શ્રી અને પબહેનનું નામ સાધ્વીશ્રી અંજનાશ્રીજી રાખીને, તેમના શિષ્યા વિમળાબેનનું નામ સાધ્વીશ્રી વિદ્યાશ્રીજી રાખીને જાહેર કર્યા. બાલમુનિશ્રી નરેન્દ્રસાગરજીમાં પૂર્વના પ્રબળ પુણ્યદયે એક દિવસમાં ૫૦ ગાથા કરવાની બુદ્ધિ હતી. પ્રથમ ચાતુર્માસમાં જ પંચપ્રતિક્રમણ-પગમસજઝાય-પફખીસૂત્ર-ચાર પ્રકરણદશવૈકાલિકનાં ચાર અધ્યયન મુખપાઠ થઈ ગયાં. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ સંસ્કૃત, પ્રાકૃત, સિદ્ધહેમશબ્દાનુશાસન આદિ ગ્રંથને અભ્યાસ કર્યો. આગમગ્રંથે અને
તિષને પણ ઊંડો અભ્યાસ કર્યો. ગુરુનિશ્રામાં અવિરામ અધ્યયન કરીને પ્રખર શાસ્ત્રવેત્તા બન્યા. તેઓશ્રીને ગુરુકૃપાથી ૬ શિષ્યની પ્રાપ્તિ થઈ
સં. ૨૦૨૨માં ચેટીલા શ્રીસંઘની વિનંતીથી પૂ. ઉપાધ્યાયશ્રી દર્શનસાગરજી મહારાજ તથા પૂ. ગુરુવર્ય શ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણ ૮નું ચાતુર્માસ થયું. ત્યાં મુનિરાજ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજને આસો વદ ને દિવસે મહામહોત્સવપૂર્વક ગણિપદ અર્પણ કર્યું. ત્યાર બાદ સં. ૨૦૨૮માં તળાજા સંઘની વિનંતીથી ચાતુર્માસ ત્યાં થયું, ત્યાં સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. સં. ૨૦૨૯ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે પૂ. ગુરુદેવશ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજ ઠળિયા મુકામે સ્વર્ગવાસી થતાં સમુદાયનીક્ષેત્રો સાચવવાની–શાસનરક્ષાની જવાબદારી પંન્યાસ શ્રી નરેન્દ્રસાગરજી મહારાજ પર આવી પડી. પૂજ્યશ્રીએ સં. ૨૦૩૨ તથા સં. ૨૦૪૨ની સંવત્સરી પ્રસંગે પત્રિકા આદિ સાહિત્ય બહાર પાડીને શાસનપક્ષને દેવસુર સામાચારીમાં સ્થિર કરવાપૂર્વક અપૂર્વ સેવા બજાવી. ત્યાર બાદ સમુદાયની શિસ્તને અનુવતીને, પૂજ્યશ્રીની અનિચ્છા હોવા છતાં, વડીલેની આજ્ઞાને શિરોમાન્ય ગણીને, સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના શુભ દિને પાલીતાણું-આગમમંદિરના વિશાળ પટાંગણમાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું. અને ઉપાધ્યાયપદને યથાર્થ શોભાવ્યું જેઈને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિને સ્વ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાનુસાર સાગરસમુદાયના વડીલ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આચાર્યશ્રી ચિદાનંદસાગરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદ-વીતરાગ સોસાયટીમાં અનેક ગામોમાંથી પધારેલા શ્રીસંઘોના પરમ ઉલ્લાસ વચ્ચે આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. અને પૂજ્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી તરીકે ઉઘેષિત થયા.
પૂ. આ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજે આજ સુધીમાં લગભગ ૭૦ ગ્રંથ પ્રગટ કર્યા છે, જેમાંના મોટા ભાગના તેઓશ્રીએ સંપાદિત કર્યા છે, રચ્યા છે અને પ્રસિદ્ધ કર્યા છે. આ વિશાળ ગ્રંથરાશિ શાસનપ્રેમી ભાવિકેમાં અત્યંત પ્રશંસા પામી છે. અને પૂજ્યશ્રીની આ અમૂલ્ય સાહિત્યસેવાથી અનુપમ શાસનપ્રભાવના થઈ છે. તેઓશ્રી રાજનગરઅમદાવાદમાં સં. ૨૦૪૪માં વૈશાખ માસમાં યોજાયેલા શ્રમણ સંમેલનમાં સાગર સમુદાયના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સંમેલનમાં મહત્ત્વને ભાગ ભજવ્યું હતું. એવા એ શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવને કેટિશઃ વંદન!
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org