________________
શ્રમણભગવંતે-૨
શાસનહિતવત્સલ; અનેક ધર્મગ્રંથોના સંશોધક-સંપાદક-લેખક પૂ આચાર્યશ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૩ ફાગણ વદ ૧ શનિવાર, ઠળિયા. દીક્ષા : વિ. સં. ૧૯૯૧ ફાગણ વદ ૧૩; ઠાડચ-ઠળિયા. વડી દીક્ષા : વિ. સં. ૧૯૯૧ વૈશાખ સુદ ૬; બુધવાર; સિહોર ગણિપદ : વિ. સં. ૨૦૨૨ આસો વદ ૬; ચોટીલા. પંન્યાસપદ : વિ. સ. ૨૦૨૯ મહા સુદ ૩, મંગળવાર, તળાજ. ઉપાધ્યાયપદ : વિ. સં. ૨૦૪૩ વૈશાખ સુદ ૬; પાલીતાણા. આચાર્યપદ : વિ. સં. ૨૦૪૪ ફાગણ વદ ૩, રવિવાર અમદાવાદ.
આસનોપકારી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનું શાસન પાંચમા આરાના છેડા સુધી, એટલે કે એકવીસ હજાર વર્ષ પર્યત અવિછિન્નપણે ચાલશે એ વાત તે નિરપવાદ પ્રસિદ્ધ છે. પ્રભુના શાસનમાં અદ્યાપિપર્યત મહાન ધુરંધર મહાપુરુષ થઈ ગયા છે, થાય છે અને થશે જ. શ્રી શત્રુંજ્ય મહાગિરિ આદિ અનેક તીર્થોથી પવિત્ર બનેલી સૌરાષ્ટ્રની ધરતી ઉપર કદંબગિરિ—તાલધ્વજગિરિની નિશ્રામાં આવેલા ઠળિયા (સ્થલિકા) નામના પાંચેક હજારની વસતી ઘરાવતા ગામમાં શાહ કુટુંબમાં પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૮૩ના ફાગણ વદ ૧ને શુભ દિવસે થયે. પિતાશ્રીનું નામ હડીચંદ અને માતુશ્રીનું નામ અને બહેન હતું. પુત્રનું નામ પરમાણંદ પાડવામાં આવેલું, જે પરમ આનંદના આરાધક બનીને સાર્થક કર્યું. થોડા સમય પછી, ચરિત્રનાયકના પિતાશ્રી હડીચંદભાઈ એ સકલ સંઘના ઉલ્લાસ સાથે, નૂતન શિખરબંધ જિનાલય બંધાવવા માટે ખાતમુહૂર્ત કરીને સં. ૧૯૮૭ના કારતક વદ ૩ના શુભ દિને સંબઈમાં ધામધૂમપૂર્વક પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ (તે સમયે મુનિ શ્રી ચંદ્રસાગરજી મહારાજ)ના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હંસસાગરજી તરીકે ઘોષિત થયા. આ વખતે ચરિત્રનાયકશ્રીની ઉંમર માત્ર સાડાત્રણ વર્ષની હતી. પૂજ્ય મુનિરાજશ્રી હંસસાગરજી મહારાજ આદિ ઠાણું ચાર વર્ષ બાદ પાલીતાણા શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯ યાત્રા કરવા માટે પધાર્યા. પિતાના સંસારી પરિવારને પણ દાદાની છત્રછાયામાં લાભ લેવા માટે ઉપદેશ આપી પાલીતાણા બેલાવ્યા. પાલીતાણા આવી ત્રણેય ભાગ્યશાળીઓએ લાભ લેવા પિતાનું રડું ખેલી યથાશક્તિ લાભ લીધે. સુપાત્રદાનના પ્રભાવે ત્રણેય મહાભાગને પ્રત્રજ્યા અંગીકાર કરવાની ભાવના થતાં પિતાના સ્વજનોને જાણ કરી. સ્વજનોએ દુઃખાતા દિલે સંયમની અનુમતિ આપી. હળિયા શ્રીસંઘે પણ પિતાને આંગણે જ ધામધૂમપૂર્વક ત્રણે મુમુક્ષુઓને દીક્ષા આપવાને નિર્ણય કરીને પાલીતાણા બિરાજતા પૂ. મુનિશ્રી હંસસાગરજી મહારાજને વિનંતી કરતાં, તેને સ્વીકાર કરીને, પૂજ્યશ્રી ઠળિયા પધાર્યા. ઠળિયા શ્રીસંઘે પૂજ્યશ્રીને ધામધૂમથી પ્રવેશ કરાવ્યું. દીક્ષાથી એને બેન્ડવાજા આદિની ધામધૂમ વચ્ચે, નવકારશી જમણ આદિ મહોત્સપૂર્વક સં. ૧૯૯૧ના ફાગણ વદ ૧૩ને દિને પ્રવજ્યા પ્રદાન કરીને પરમાનંદને મુનિશ્રી નરેન્દ્રસાગરજી તરીકે પોતાના શિષ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org