________________
૧૧૮
શાસનપ્રભાવક
યથાવામગુણ મનોહારી પ્રવૃત્તિઓના વિધાતા પૂ. આચાર્યશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજ
બહુરત્ના વસુંધરા ના ન્યાયે વિશ્વમાં કઈ કઈ વાર બહુમૂલ્ય માનવરત્ન પ્રકાશ ઊઠે છે, એ જે ક્ષેત્રમાં રહીને પિતાને પ્રકાશ પાથરે છે તે ક્ષેત્રને દેદીપ્યમાન બનાવી મૂકે છે. પૂ. આ. શ્રી વિજયમનહરસૂરીશ્વરજી મહારાજ પણ ૩૦ વર્ષના સંયમજીવનથી જિનશાસનના વિશાળ ક્ષેત્રને ઉજજ્વળ કરી ગયા. પૂજ્યશ્રીની જન્મભૂમિ ભવ્ય અને રમણીય જિનાલયેથી શોભતા રાજસ્થાન પ્રદેશના સિરોહી જિલ્લાનું સણપુર ગામ. પરંતુ કુટુંબ કાલિન્દ્રી ગામે આવી વસ્યું હતું. ત્યાં શ્રેષ્ઠીવર્ય શ્રી કેશરીમલની ભાર્યા શ્રીમતી મૂળીબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકનું નામ મશાલાલ રાખ્યું. પરંતુ માતાપિતા મહારાષ્ટ્રમાં પૂના પાસેના ખડકી શહેરમાં આવી વસ્યા એટલે મશાલાલનું શિક્ષણ મરાઠીમાં થયું. ત્યાં મુનિભગવંતોને સમાગમ થતાં તેમની વૈરાગ્યભાવના પણ જાગૃત થતી ચાલી. એવામાં પૂ. સૂરિચકચકવતી શાસનસમ્રાટીના પટ્ટાલંકાર સાહિત્યસમ્રાટ પૂ. આ. શ્રી વિજયેલાવણ્યસૂરીશ્વરજી મહારાજને સંસર્ગ થતાં તેમની જીવનનૌકાની દિશા ફરી ગઈ. પૂ. મહારાજશ્રી પૂનામાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે તેમણે પૂજ્યશ્રીની વૈરાગ્યવાસિત વાણીનું આકંઠ પાન કર્યું. અને પૂજ્યશ્રી પાસે સંયમ સ્વીકારવાની ભાવના વ્યક્ત કરી. પૂ. ગુરુદેવશ્રીએ ૧૮ વર્ષના યુવાન મંશાલાલને સં. ૨૦૧૦ના જેઠ વદ ૧૦ ને દિવસે મહારાષ્ટ્રના ચાકણ ગામે ભાગવતી દીક્ષા આપી મુનિશ્રી મનેહરવિજયજી નામે જાહેર કર્યા. ત્યાર બાદ, અધ્યયન-તપ-આરાધના-ગુરુભક્તિમાં અપ્રમત્તભાવે પ્રવૃત્ત રહેતા મુનિવરને સં. ૨૦૨૦ના કારતક વદ ૬ને દિવસે રાજસ્થાન-ઉદયપુરમાં ગણિપદવી પ્રદાન થઈ. અને ખીમાડામાં પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ, પૂજ્યશ્રીના હસ્તે અનેક પ્રતિષ્ઠા, અંજનશલાકા, મહેન્સ થતા રહ્યા. પરિણામસ્વરૂપ, સં. ૨૦૩૬માં પૂનામાં તેઓશ્રીને આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા.
પૂજ્યશ્રી યથાનમગુણ મનોહારી પ્રવૃત્તિઓના વિધાતા રહ્યા છે. અભ્યાસકાળમાં વૈયાવચ્ચમાં અગ્રસ્થાને રહેતા, તેમ ઉગ્ર વિહારમાં રાજસ્થાનથી માંડીને મહારાષ્ટ્રના પ્રદેશમાં વિચરી શાસનપ્રભાવના કરી. તેઓશ્રી મનહર કવિ પણ હતા. તેઓશ્રીએ રચેલાં સ્તવનના સંગ્રહ–“મનેહરનામમાલા” અને “મનહરસ્તવન-માલા”—ખૂબ જ લેકપ્રિય થયા છે. ઉપરાંત, પૂજ્યશ્રી ઉત્તમ વ્યાખ્યાતા હતા. તેઓશ્રીની પ્રેરણાથી રાજસ્થાનમાં ઠેર ઠેર જિનાલનાં નવનિર્માણ અને જિર્ણોદ્ધારનાં કાર્યો થયાં. વવદ્ધ અવસ્થાએ પૂજ્યશ્રી લકવાને ભેગ બન્યા. છતાં મુખ પર એક મહાન તપસ્વીની સમતા અને પ્રસન્નતાના દર્શન થતા. સં. ૨૦૪૦માં સાદડી શહેરમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે, ભાદરવા વદ ૭ને દિવસે મહામંત્ર નવકારના જાપ કરતા, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા એ “રાજસ્થાન-દિવાકર, સુમધુર સ્તવનકાર-કવિવર-સૂરિવરને કેટિશ વંદન!
(સંકલન : પ્રો. જવાહરચંદજી પટ્ટણની પુસ્તિકામાંથી સાભાર)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org