________________
શ્રમણભગવત-૨
દ૨૯ ભાષાઓના નિષ્ણાત છે. વ્યાકરણ, ન્યાય, પ્રકરણ, યોગ, આગમના જ્ઞાતા છે. સ્વધર્મ અને પરધર્મના અનેક શાનું તેઓશ્રીએ અવગાહન કરેલ છે. ભક્તિયોગ એ તેઓશ્રીને પ્રિય વિષય છે. યોગવિદ્યા, સ્વરવિદ્યા, કુંડલિની વિદ્યા વગેરે અનેક વિષયનું અનુભવગત જ્ઞાન મેળવેલું છે. પાતંજલ યોગ, શૈવયોગ, શક્તિગ, બૌદ્ધ ગ વગેરેનું તેઓશ્રીનું વિપુલ જ્ઞાન જેના યેગને સુંદર રીતે સ્પષ્ટ કરનારું છે. જેન ધર્મના અનેક વિષયે વ્યાખ્યાનમાં સમજાવવાની તેઓશ્રીની શૈલી અદ્ભુત છે.”
અંતિમ દિવસોમાં પણ તેઓશ્રીની લેખનપ્રવૃત્તિ ચાલુ જ હતી. તાવની બીમારીમાં સં. ૨૦૩૭ના વૈશાખ વદ ૧૩ના દિવસે મુંબઈમાં દાદર સ્થિત શ્રી આત્મ-કમલ-લબ્ધિસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મુંબઈના ચોપાટી જેન સંઘ, ગેવાલિયા ટેક જૈન સંઘ તથા વિલેપાર્લે (વેસ્ટ) જેન સંઘને પૂ. મુનિશ્રી પર અગાધ ભક્તિભાવ હતું. આ ત્રણેય સંઘેએ સાથે મળીને “દેવાધિદેવ ભગવાન મહાવીર” ગ્રંથ છપાવીને પ્રસિદ્ધ કરેલ છે. એવા સમર્થ પંડિત મુનિરાજને કોટિશ વંદના !
પૂ. મુનિરાજશ્રી વિનયવિજયજી મહારાજ
સૌરાષ્ટ્રમાં અમરેલી ગામે જૈન એસવાલ કુટુંબમાં જન્મેલા અને પૂનામાં વેપાર કરતા વલ્લભદાસે પૂ. આ. શ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને મુનિશ્રી વિનયવિજયજી મહારાજ બન્યા. યથારામગુણ મુનિશ્રી વિનય-વિવેકવૈયાવચ્ચેના ગુણેને વિકાસ સાધીને માંડલામાં અતિપ્રિય મુનિવર તરીકે ચાહના પામ્યા. દીક્ષા પ્રદાતા પૂ. યુગપ્રવર્તક આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પૂ. જૈનસાહિત્યમર્મજ્ઞ આચાર્યશ્રી વિજયયદેવસૂરીશ્વરજી મહારાજ અને પૂ. પંન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મહારાજની સતત હૂંફાળી અને કાળજીભરી નિશ્રામાં સ્વચારિત્રને સર્વાગીણ વિકાસ સાધી રહ્યા. અંતિમ દિવસોમાં અમરેલી પધાર્યા હતા. પૂજ્યશ્રીને પગલે બહેન લીલાવતી પણ સંયમ સ્વીકારીને સાધ્વીશ્રી લાવણ્યશ્રીજી બન્યાં. ભદ્રપરિણામી પૂ. મુનિશ્રી વિનયવિજયજી મહારાજ સં. ૨૦૪૩ના નૂતન વર્ષના પ્રભાતે નશ્વર દેહ છેડીને સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. ધન્ય છે તેઓશ્રીના નિરતિચાર દીક્ષાપાલનને ! વંદન હજ એ સેવામૂર્તિ સાધુવને !
( સંકલન : શ્રી રસિકભાઈ એ. શાહના લેખને આધારે.)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org