________________
શ્રમણભગવત-૨
૪૦૯
ધર્મભાવના બલવત્તર બનતી જાય એમાં નવાઈ નહીં. ગોવિદભાઈનું શુભ નામ મુનિરાજ શ્રી સંપતવિજયજી મહારાજ રાખવામાં આવ્યું. તેઓશ્રી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય બન્યા. તેઓશ્રીએ ૧૭ વર્ષ નિર્મળ ચરિત્ર પાળ્યું. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયમાં તેઓશ્રીનું
સ્થાન ઘણું ઊંચું હતું. સમુદાયમાં તેઓશ્રી અલખનિરંજન-આનંદઘન કહેવાતા. શ્રી આનંદઘનજીનાં સ્તવને, મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજનાં ૧૨૫–૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવને આદિની મસ્તીમાં રહેતા અને પૂજ્યશ્રી ગુરુભગવંતની સેવા કરતા.
પૂ. આ. શ્રી વિજ્યમિત્રાનંદસૂરીશ્વરજીને જન્મ આ જ કુટુંબમાં થયેલ હતું. તેમનું જન્મનામ મનુભાઈ અમૂલખ તારાચંદના છ પુત્રમાંના ચોથા પુત્ર રૂપચંદભાઈ. તેમના મોટા પુત્ર છોટાલાલભાઈ તે મનુભાઈના પિતા. માતાનું નામ સાનુબહેન. નુબહેનનું પિયર પણ વિશાળ અને ખાનદાન સં. ૧૯૮૪ના પ્રથમ શ્રાવણ સુદ ૧ના સૂર્યોદય સમયે મનુભાઈને જન્મ થે. આ સમયમાં મહારાષ્ટ્રમાં મુનિવિહાર ન હોવાથી ૧૨ વર્ષ સુધી મનુભાઈ એ જૈન સાધુને જોયેલા નહીં'. છતાં કુટુંબમાં ધર્મસંસ્કારે ખૂબ જ સારા, તેથી પ્રભુદર્શન, કંદમૂળત્યાગ, રાત્રિભેજનત્યાગ, પર્યુષણ પર્વની આરાધના આદિમાં નિયમિત રસ દાખવતા. ઘરમાં માતુશ્રી પણ ધર્મની વાત કરતાં અને સૂત્રો ગેખાવતાં. તેઓશ્રીએ સં. ૧૯૯૭માં ૧૨ વર્ષની વયે પહેલવહેલી ચૈત્ર માસમાં નવપદની વિધિસહિત એળી કરી. તે પછી વૈશાખ માસમાં જ ભદધિનારક પૂજ્યપાદ ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ કેઈ મુનિરાજનાં વષીતપનાં પારણ પ્રસંગે કેલ્હાપુરથી મસૂર બાજુના શેળ ગામે પધાર્યા. મનુભાઈ આ પ્રસંગે ત્યાં ગયેલા. ત્યારે પૂ. ગુરુદેવશ્રીની કૃપાદૃષ્ટિ મનુભાઈ પર પડી. મસ્તકે વરદ હસ્તને સ્પર્શ થયે અને મનુભાઈનું અંતર સંસારથી ઉદાસીન થયું. પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા હોય તેમ સાધુમહાત્માના દર્શન માત્રથી અંગેઅંગ ઉમંગથી ઊછળી રહ્યું. પૂ. ગુરુદેવશ્રી સાથે વિહારમાં જવાનું નક્કી થયું. માતાએ રજા આપી. સાંગલી તરફ વિહાર થયે. કેને ખબર હતી કે, કુટુંબ-ગામ, અરે, સંસારને મનુભાઈની આ છેલી વિદાય હતી! વેકેશન પછી ચોમાસામાં પણ પૂ. ગુરુદેવશ્રી સાથે જ રહેવાનું થયું. એમાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય આદિને અભ્યાસ થયે. ચૌદ પૂર્વનાં, તીર્થકર ભગવાનનાં એકાસણા, અક્ષયનિધિ વગેરે તપ થયાં. તપસ્યા સાથે સામાયિક-પૌષધને પણ એવો જ રંગ લાગે. ચેમાસું ઊતરતાં પહેલાં માતુશ્રી લેવા આવ્યાં. મેહ-મમતાભર્યા વચને સામે ૧૩ વર્ષના મનુભાઈ અણનમ રહ્યા. માતુશ્રીએ જોયું કે પિતાને પાને પુત્ર પૂર્ણપણે વૈરાગ્યવાસિત થઈ ગયે છે. માતુશ્રી પાછાં ફર્યા. તેમના ગયા બાદ સાંગલીથી મુંબઈને વિહાર શરૂ થયે. વિહારમાં ઉપધિ બાંધવી, પાણું ઉકાળેલું પીવું વગેરે તાલીમ પામ્યા. મનુભાઈ અંધેરી પહોંચ્યા. ત્યાં તેમનાં માતુશ્રી ઉપધાનતપ વહન કરી રહ્યાં હતાં. મનુભાઈ એ દીક્ષાની રા માટે આયંબિલ શરૂ કર્યા. એમાં વર્ધમાન તપને પાયો નંખાઈ ગયે. ઉપધાન તપ ની માળ પરિધાન કર્યા બાદ માતુશ્રી મનુભાઈને ઘેર લઈ જવા ઈચ્છતાં હતાં. પણ મનુભાઈ તે પૌષધ લઈને શ્ર પર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org