________________
૪૧૦
શાસનપ્રભાવક
બેસી ગયા. માતુશ્રી ઘેર ગયાં. ત્યાર બાદ જીવનમાં પહેલીવાર શ્રી સિદ્ધાચલજીની યાત્રા માટે નિપાણનિવાસી તારાચંદભાઈ સાથે જવાનું થયું. શાશ્વતા ગિરિરાજજીની આ યાત્રામાં તેમને અપૂર્વ આનંદ આવ્યો.
શ્રી સિદ્ધાચલ મહાતીર્થની યાત્રા કરી પૂ. ગુરુદેવશ્રી પાસે મુંબઈ શાંતાક્રુઝ આવ્યા. ત્યાં જિનમંદિરની પ્રતિષ્ઠા બાદ સુરત તરફ વિહાર શરૂ કર્યો. વિશર–અગાસી પહોંચતાં જ માતુશ્રી બીમાર થયાને તાર પૂનાથી આવ્યું. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાથી એક ધર્મનિષ્ઠ શ્રાવક સાથે પૂના ગયા. માતુશ્રીની તબિયત હવે સારી હતી. ત્યાંથી મસૂર જવું પડ્યું. પૂ. ગુરુમહારાજની સેવાના રંગે રંગાયેલા મનુભાઈને ૧૫ દિવસ ૧૫ વર્ષ જેવા લાગ્યા. લાગ જોઈને ભાગી ગયા. ૧૦ માઈલ પગે ચાલીને કરાડ સ્ટેશનેથી ગાડીમાં બેસી સુરત પહોંચી ગયા. છેડે સમય ત્યાં રહી, ખંભાત તરફ વિહાર કર્યો. ત્યાંથી કાકા પ્રેમચંદભાઈ આવીને પાછા મસૂર લઈ ગયા. દોઢ મહિને ઘેર રહીને પાછા ભાગીને ખંભાત આવ્યા. પૂ. ગુરુદેવશ્રી સાથે ખંભાતમાં ચાતુર્માસ રહ્યા. સંયમની અપૂર્વ તાલાવેલી જાગી. કેઈની દીક્ષા થતી જોઈને રડી પડવા લાગ્યા. ચોમાસા બાદ અમદાવાદ જવાનું થયું. ગુરુદેવના પ્રતાપે જ્ઞાન, ધ્યાન, ધર્મચર્યા આદિમાં પારંગતતા જોઈને અમદાવાદ મનુભાઈને લેવા આવેલા મામા ફૂલચંદભાઈને ખાતરી થઈ કે ભાણેજ જરૂર ચારિત્ર લેશે જ. મામાએ ઘરે જઈ કુટુંબીજનેને વાત કરી. ત્યાં મનુભાઈને પત્ર પણ પહોંચે. વિશાળ કુટુંબ એકઠું થયું અને નિર્ણય લેવાયે કે આપણું કુળમાં ભવ્ય રીતે દીક્ષા અપાવાય એ જ શોભારૂપ ગણાય. અમદાવાદ તાર કર્યો કે, “તમને રજા છે, એક વાર ઘેર આવી બધી વિધિ પતાવ. તાર મળે ત્યારે મનુભાઈને પૌષધ સાથે ઉપવાસ હતે. બીજા દિવસે પૌષધ પાળી મસૂર ઊપડ્યા. ત્યાં કુટુંબ, ગામ. સંઘ રાહ જોઈ રહ્યાં હતાં. સ્ટેશનેથી સ્વાગત થયું. વાયણ માટે આમંત્રણ આવવા લાગ્યાં. બહારગામથી સ્વજને આવી ગયાં. પૂજા, આંગી, વરઘેડે, જમણવાર, માનપત્રના મેળાવડા આદિ ઉત્સવ થયા. ૪૦ માણસનું કુટુંબ દીક્ષા અપાવવા અમદાવાદ ઊપડ્યું. મસૂરથી પૂના અને મુંબઈથી અમદાવાદ સ્ટેશને લેકે હાર પહેરાવવા, ચાંલ્લે તથા સ્વાગત કરવા હાજર થઈ જતા. અમદાવાદના જેમાં પણ ઉત્સાહ પ્રવર્તતે હતા. ત્યાં પણ બાલ મનુભાઈનાં ખૂબ વાયણાં થયાં. અને પ્રાંતે, સં. ૧ દ્ગા મહા સુદ ૯ને શુભ દિવસે અમદાવાદ-કાળુપુર સ્થિત શ્રી વિજ્યદાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં મનુભાઈની ભાગવતી દીક્ષા ભવ્ય રીતે ઊજવાઈ. મુનિરાજનું નામ શ્રી મિત્રવિજયજી રાખવામાં આવ્યું.
સાંગલી ગયા ત્યારથી તેમને અધ્યયન અને સંયમજીવનની તાલીમ માટે પૂ. મુનિરાજ શ્રી ભાનવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજને સેંપવામાં આવેલા. દીક્ષા બાદ પણ પૂ. ગુરુદેવેની નિશ્રામાં જ્ઞાન-ધ્યાન-વિનય-વૈયાવચ્ચ-ભકિત-તપ આદિમાં સુંદર પ્રગતિ કરવા લાગ્યા. ફાગણ સુદ ૩ના મંગળ દિને પૂ. ઉપાધ્યાય શ્રી જંબૂવિજયજી મહારાજના આચાર્યપદ પ્રદાન સાથે પૂ. મુનિશ્રી મિત્રવિજયજી મહારાજની વડી દીક્ષાને પ્રસંગ પણ ભવ્ય રીતે ઊજવાયે. અને ત્યારે તેમનું મુનિશ્રી મિત્રાનંદવિજ્યજી નામ રાખી, પૂ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org