________________
eco
શાસનપ્રભાવક
અળહળી ઊઠે, તેમ બાળક હીરાલાલ પણુ સહસ્કાર અને સદાચારથી દીપવા લાગ્યા. બાળપણથી જ એમનું મન સયમ અને વૈરાગ્ય તરફ વળવા લાગ્યું', સમય પસાર થતાં સોનામાં સુગંધ ભળે” તેમ સ’સારીપક્ષે મામા અને સયમપક્ષે ભાવિ ગુરુ એવા પૂ. મુનિરાજ શ્રી મહાનંદવિજયજી ( હાલ આચાય શ્રી ) મહારાજ પાસે રહી, ગુરુકુળવાસ સેવી, ધાર્મિક અભ્યાસ-ક્રિયા વગેરેના અનુભવ દ્વારા જીવનને વૈરાગ્યના ર'ગથી વાસિત બનાવી શિક્ષા, ભિક્ષા અને દીક્ષ!ના સ્વીકાર માટે તૈયાર થયા. ચૌદ વષઁની ખાલ્યવયમાં મેહ-માયા ને મમતાથી મુક્ત ખની, સંસારના શણગાર ઠાડી, આતમના અણુગાર બનવા તત્પર થયા. પૂજ્યપાદ શાસનપ્રભાવક ૧૦૦૮ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ તથા તેઓશ્રીના પટ્ટ-પ્રભાવક પૂ. આ. શ્રી વિજયધર્માંસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુભગવ`તાની શુભ નિશ્રામાં સ. ૨૦૦૮ના ફાગણ સુદ છના દિવસે વડાદરામાં હીરાલાલની ભાગવતી દીક્ષા થઈ, અને પૂ. મુનિરાજશ્રી મહાન વિજયજી મહારાજના શિષ્ય-માલમુનિશ્રી મહાખલવિજયજી નામે જાહેર થયા.
અનુક્રમે જ્ઞાન-ધ્યાન, તપ-ત્યાગ, સયમની સાધના સાથે ચિંતન-મનન કરવાપૂર્વક સાહિત્યસેવામાં પ્રવેશ કરી, આજની યુવાન પેઢીમાં શ્રદ્ધા, સંયમ અને સદાચારનું સ્થાન વધુ ને વધુ વ્યાપક કૈમ અને, એ હેતુથી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાના સંગ્રહિત એવા સુંદર એધદાયક સુવિચારો-કથાઓ-કાવ્યકુસુમો વગેરેથી યુક્ત ‘ વિચારવૈભવ’, ‘કણ અને ક્ષણ', ‘ વિચારવર્ષા ’, ‘ મકરન્દ ', · પર્યુષણપરાગ ’, ‘નિત્યદર્શિકા ( મીની ફોટો આલ્બમ ) તથા ભક્તભૂષણ શ્રી ભક્તામર સ્તેાત્ર અને રત્નાકર-પચ્ચીશી જેવાં લેાકભાગ્ય પુસ્તક પ્રકાશિત કર્યાં, પૂ. મુનિરાજશ્રી મહાબલવિજયજી મહારાજને મુંબઈ-ચેમ્બુર તીર્થાંમાં સં. ૨૦૩૭ના માગશર સુદ પાંચમે પૂ. યુગદિવાકર આચાય`દેવ શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત કરવામાં આવેલ; ત્યારબાદ સ. ૨૦૪૬ના મહા સુદ ૧૧ના શુભ દિને પૂ. શતાવધાની આચાર્ય દેવ શ્રી વિજયજયાન ંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપત્તથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આ. શ્રી વિજયમહાન દસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. શ્રી મહાબવિજયજી મહારાજના દિલમાં સાધમિકાના ઉત્કર્ષી માટે અને વિદ્યાથી આની કેળવણી માટે સતત ઝંખના રહે છે. જેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી ‘દર્ભાવતી ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી છે. તથા જૈનસમાજના ઉપયેગી કાર્યો માટે વડાદરામાં આવેલ અમદાવાદી પાળમાં ‘હળવદનિવાસી નરેન્દ્રકુમાર મ`ગલજી મહેતા શ્રી મહાન દ–મહાબલ માનવમંદિર ’તું ચારમાળી મકાન નિર્માણુ કરવામાં આવ્યું છે. પૂજ્યશ્રીનાં આવાં કાર્યાં જૈનસમાજ માટે અત્યંત ઉપયાગી અને ગૌરવપૂર્ણ છે. પૂજ્યશ્રી હસ્તક ઉત્તરાત્તર ઉત્તમેાત્તમ શાસનપ્રભાવક કાર્યાં સુસંપન્ન થતાં રહે એ જ અભ્યર્થના સાથે હાર્દિક વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org