________________
શ્રમણભગવંતો-૨
પૂ. પંન્યાસશ્રી વલેનવિજ્યજી મહારાજ
હાલાર વિસ્તારના જૈનજગતમાં આંદોલન ઊભું કરી, પરમાત્માની-નવકારમંત્રની આલબેલ વગાડનાર પૂ. મુનિરાજ શ્રી મહાસેનવિજ્યજી મહારાજના સંસારી સુપુત્ર પૂ. પંન્યાસશ્રી વાસેનવિજયજી મહારાજનો જન્મ સં. ૧૯૯૮ના જેઠ સુદ બીજને દિવસે આંબલા (હાલાર) મુકામે માતા જીવીબેનની કુક્ષીએ થયે હતો. ધર્મસંપન્ન માતાપિતાનું સંતાન પણ મહાન જ બને એમાં શી નવાઈ ! પુત્રનું નામ પાડ્યું વર્ધમાનકુમાર. હુલામણું નામ “કેશુ” હતું. બે વર્ષની ઉંમરથી જેણે કદી રાત્રિભૂજન કર્યું નથી, અભક્ષ્ય જેના પેટમાં ગયું નથી, અપશબ્દ જેની જિદ્દા પર આવ્યું નથી, તેવા આ કેશુ પર પૂજ્યપાદ પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજી મહારાજની દષ્ટિ પડી ગઈ. આગળ જતાં, ૧૩ વર્ષની નાની ઉંમરે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને નાવલા (મહારાષ્ટ્ર)માં સેંકડે હાલારીઓ તથા અન્ય જૈનોની હાજરીમાં દિક્ષા-પ્રસંગ ઉજવાયે. અને વર્ધમાનકુમારને પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બનાવી મુનિશ્રી વજનવિજયજી નામે ઘોષિત કરાયા.
ક્ષપશમ તીવ્ર હોવાથી ગાથાઓ ગેખવી તેમને મન રમત વાત હતી. પંદર ગાથા એક કલાકમાં સહેલાઈથી બેલી જતા. સંયમજીવનના ઘડતર માટે એમને સફળ ઘડવૈયા એવા તપસ્વી વયેવૃદ્ધ મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજની સંભાળ નીચે રાખવામાં આવ્યા. તેઓશ્રી સાથે દસ વર્ષ સુધી રહેવાથી સંયમની ઉત્કૃષ્ટ તાલીમ મળી. સાથે સાથે વ્યાકરણ છે હજારી, કાવ્યકેષ, તર્કસંગ્રહ, મુક્તાવલી, લેકપ્રકાશ ચાર ભાગ, વિશેષાવશ્યક ભાષ્ય બે ભાગ, ધર્મસંગ્રહ, ઉપમિતિ ભવ પ્રપંચ કથા, ત્રિષષ્ઠિદશપ કુમારપાલચરિત્ર, સંવેગ રંગશાળા, સમરાઈગ્ન કહા, પાર્શ્વનાથચરિત્ર આદિને અભ્યાસ કર્યો. તથા ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, બૃહદ્ સંગ્રહણી, લઘુક્ષેત્રસમાસ, તત્ત્વાર્થ, વીતરાગસ્તોત્ર, યેગશાસ્ત્ર, જ્ઞાનસાર, હારિભદ્રીય અષ્ટક, પડશક, સિંદુર પ્રકરણ, કુલ, અભિધાન ચિંતામણિ સંપૂર્ણ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, શાંત સુધારસ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સમવાયાંગ આદિને વિશદ અભ્યાસ કર્યો. આવું વિશાળ વાચન અને ઊંડો અભ્યાસ ધરાવતા હોવા છતાં તેઓશ્રીમાં સરળતા અને નમ્રતા ઘણું જ જોવા મળે છે તેઓશ્રીએ પંદર વર્ષ સુધી પૂ અધ્યાત્મયોગી પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની આંતરબાહ્ય સેવાભક્તિ–વૈયાવચ્ચ કરી હતી. તેમનું આ કાર્ય લોકેના જોવામાં આવતું અને તેથી તેઓ શ્રી બહુ ભણ્યા નથી અને સેવા કરે છે એવી ધારણા લેકમાં પ્રવર્તતી, પરંતુ પછીથી વિદ્વત્તાના ક્ષેત્રમાં જવાબદારી સંભાળવાને અવસર આવી પડતાં તેમના વિશાળ જ્ઞાનને પરિચય થવા લાગે ત્યારે સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા. પૂજ્યશ્રી દરેક સૂત્ર સ્પષ્ટ બેલે છે અને અનેરી છટાથી બેલે છે. પૂ. પં. શ્રી ભદ્રકરવિજયજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજનાં વ્યાખ્યાને, ચિંતને, લેઓનું સંપાદન કરી પ્રકાશન કરાવવાને પુરુષાર્થ કરી રહ્યા છે. આ ઉપરાંત, વિશેષાવશ્યક ભાગ-૨, વ્યાકરણ અષ્ટમ અધ્યાય, સિદ્ધહેમ શબ્દાનુશાસન-બૂડવૃત્તિ લધુન્યાસ સહિત,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org