________________
૩૭૮
શાસનપ્રભાવક
વિરોધ હોવાથી ખંભાત પાસેના વત્રા ગામમાં પૂ. મુનિરાજ શ્રી નંદનવિજયજી મહારાજના વરદ હસ્તે તેમ જ પૂ. મુનિરાજ શ્રી મૃગાંકવિજયજી આદિ મુનિભગવંતની ઉપસ્થિતિમાં ૭ વર્ષ ૪ માસ અને ૧૮ દિવસના પુત્ર ચીનુભાઈને સં. ૧૯૮૬ના જેઠ સુદ ૧૪ના પવિત્ર દિવસે દીક્ષા અપાવી. મુંડન માટે નાઈને બેલા, પણ ભયને લીધે ન આવતાં, જાતે જ અન્ને લઈ મુંડન કર્યું. બાળદીક્ષાના વિરોધને કારણે પુત્રની દીક્ષા પછી ૧૧ મહિના સંસારમાં રહેવું પડ્યું. એક મહામંગલકારી પુનિત પળ પ્રાપ્ત થતાં દીક્ષા લેવાનું નકકી કર્યું.
સં. ૧૯૯૦ના વૈશાખ સુદ ત્ના દિવસે અમદાવાદ-પગથિયાના ઉપાશ્રયે બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના શુભ હસ્તે અને પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મેઘસૂરિજી મહારાજ, પૂ. ઉપાધ્યાયજી શ્રી પ્રેમવિજ્યજી મહારાજ, પૂ. પં. શ્રી રામવિજયજી મહારાજની નિશ્રામાં પરમ પરમેશ્વરી પ્રત્રજ્યા સ્વીકારી પૂ. પંન્યાસ શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ તરીકે જાહેર થયા. હિમાંશુ, અર્થાત્ ચંદ્રની જેમ ચારિત્રના પ્રત્યેક યોગમાં એમની કળાઓ દિનપ્રતિદિન વધવા લાગી. સં. ૧૯૦માં અષાઢ સુદ ૧ના દિવસે અમદાવાદ–સારંગપુરમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરિજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સુવિશુદ્ધ કેન્ટિના સંયમજીવનમાં આગળ વધતાં વધતાં આગમ–પ્રકરણદિને ગહન અભ્યાસ કરવા સાથે તપને ગુણ પણ એ જબરદસ્ત વિકસાવ્યું કે એ તપનું વર્ણન સાંભળીને કઈ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય ! પૂજ્યશ્રીએ સં. ૧૯૯૧માં રાધનપુરના ચાતુર્માસમાં પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉત્તરાધ્યયન, આચારાંગ તેમ જ કલ્પસૂત્રના જોગ કરેલ અને સં. ૧૯૯૯માં અમદાવાદના ચાતુર્માસમાં પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મહાનિશીથના જેગ કરેલ. સં. ૨૦૧૪માં મહારાષ્ટ્ર-સાંગલી ચાતુર્માસ દરમિયાન ઠાણાંગ, સમવાયાંગ અને શ્રી ભગવતીસૂત્રના યોગ સાથે સળંગ નવ મહિના યોગ કરી પૂજ્યશ્રી સં. ૨૦૧પના ફાગણ સુદ ૩ના મહારાષ્ટ્ર-સતારા મુકામે પૂ. મુનિરાજ શ્રી મુક્તિચંદ્રવિજયજી ગણિવર્યના વરદ હસ્તે ગણિપદ પર આરૂઢ થયા અને ૩૬ કરોડ નવકારમંત્રના અજોડ આરાધક, મહારાષ્ટ્ર કેસરી પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે સં. ૨૦૧૫ના વૈશાખ સુદ ૬ના દિવસે અહમદનગર મુકામે પંન્યાસપદ પર આરૂઢ થયા. પદવીધર બનવા છતાં સંયમજીવનની સાધના અવિરતપણે ચાલતાં, જીવનમાં ગુણેના પ્રકાશને ઉઘાડ થવા માંડ્યો, જેનાથી આકર્ષાઈને પૂજ્ય ગુરુવર્યોના આશીર્વાદથી સં. ૨૦૨૯ના માગશર સુદ બીજના દિવસે, જેના કંકરે કંકરે અનંત આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે તેવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છત્રછાયામાં આવેલ અરીસાભુવનમાં પંચપરમેષ્ઠિના ત્રીજાઆચાર્ય–પદે આરૂઢ થયા.
શાસનની ધુરા સંભાળ્યા બાદ અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રી એવા મગ્ન બની ગયા કે જીવનને આધાર જિનશાસનને બનાવી સતત શાસનની સેવામાં જાતને સમપી દીધી. તેથી અનેક શ્રાવકે અને શ્રીસંઘ, ફૂલની સુવાસથી આકર્ષાઈને જેમ ભમરે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org