________________
૫૪૪
શાસનપ્રભાવક તપ-ત્યાગ અને સાધનાની તીવ્ર રુચિ જાગી. દિવસ-રાત જોયા વગર એમાં જ મગ્ન બની ગયા. તેઓશ્રી સાધનામાં જેવા આકરા હતા, તેવા જ દીનદુ:ખિયાંઓ માટે પુષ્પ જેવા મૃદુ અને કરુણદ્ર હતા. તેઓશ્રીએ સચોટ ઉપદેશ આપી શ્રમણ સંઘભક્તિ, સાધર્મિક ભકિત, જીવદયા અને અનુકંપાદાનનાં અનેક મહાન કાર્યો કરાવ્યાં. પાટણ, વીસનગર, વડનગર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, રખિયાલ તથા રાજસ્થાનનાં અનેક ક્ષેત્રોમાં વિચરી ધર્મોપદેશ દ્વારા શાસનપ્રભાવનાઓ કરી. મુંબઈ વસતા પાટણવાસીઓ તે એમને સાચે જ દેવતુલ્ય સમજતા. વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લાં વીસ વર્ષ પાલીતાણા-હિંમતવિહારમાં જ બિરાજમાન હતા. તે સમયે પિતાના ગુરુમહારાજના સાનિધ્યમાં તેઓશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ તથા પૂ. મુનિશ્રી વિજયવિમલજી મહારાજે તેઓશ્રીની સુંદર સેવાભક્તિ કરી હતી. પૂ. ગુરુદેવ શત્રુંજય મહાતીર્થે સં. ૨૦૪૪ના અષાઢ વદ ૧૨ ના દિને, ૯૪ વર્ષની વયે, પ૭ વર્ષને દીર્ઘ ચારિત્રપર્યાય પાળી, સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. વંદના હો એ પરમ ઉપકારી ગુરુદેવનાં પાવન ચરણમાં ! ધન્ય ગુરુદેવ !
શાસનના તેજસ્વી રત્ન પૂજ્ય પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિમલજી મહારાજ
રાજસ્થાનના જાલેર જિલ્લામાં સ્થિત ઇતિહાસ પ્રસિદ્ધ અનેક વિદ્વાન મહાપુરુષની જન્મભૂમિ - ભીનમાલ, જે ઇતિહાસમાં શ્રીમાલ અને ફૂલમાલના નામથી વિખ્યાત છે, તેની નજીક જેતુ નામનું સુંદર ગામ છે. આ જેતુ નગરમાં પરમ શિવ-ઉપાસક ધર્મનિષ્ઠ રાજપુરોહિત પિતાશ્રી ઉકચંદજી અને માતાશ્રી દિવાળીબહેનના ચતુર્થ પુત્રરત્નના રૂપમાં બાળક પ્રભુએ જન્મ લીધે, જેઓ પાંચ વર્ષની નાની વયે જ પૂ. યોગીરાજ સિદ્ધપુરુષ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં પૂ. ગુરુદેવશ્રીના માનસપુત્રના રૂપમાં આધ્યાત્મિક અને દૈવી શક્તિથી સંપન્ન પ્રખર પ્રજ્ઞાવંત વિમલગણાધીશ શ્રી પ્રદ્યુમ્નવિમલજીના નામે આપણા વંદનીય છે. તેઓશ્રીને જન્મ તા. ૯-૧૨-૬૪ ને દિવસે જેતુ નગરમાં થયે. તેઓશ્રીનું જન્મનામ પ્રભુ હતું. પ્રભુની વય નાની હતી, પણ પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજની દિવ્યદષ્ટિ ભવિષ્ય તરફ હતી. તેઓશ્રી આ નાનકડા અંકુરમાં છુપાયેલા વિશાળ વટવૃક્ષને સાક્ષાત્ જોઈ રહ્યા હતા. અજ્ઞાત પ્રેરણાની ફુરણા થતાં જ પૂ. ગુરુદેવે બાળક પ્રભુના પિતાશ્રીને પિતાના હૃદયની વાત કરી કે, આપના કુળદીપકને મારા સાનિધ્યમાં રાખવાને સમય આવી પહોંચ્યો છે. હવે એને શુભ મુહૂર્તમાં દીક્ષા પ્રદાન કરવાની અનુમતિ આપી પુણ્યપાજનને લાભ લે. માતાપિતાએ ભવિષ્યવેત્તા ગુરુદેવશ્રીના શ્રીમુખે પિતાના પ્રિય બાળક પ્રભુના આત્મકલ્યાણના પાવન પંથની વાત સાંભળી, એ પ્રમાણે કરવાને દઢ સંકલ્પ કર્યો. માત્ર અગિયાર વર્ષની ઉંમરે, સં. ૨૦૩રના માગશર સુદ ૪ ના દિવસે પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના વરદ હસ્તે બાળક પ્રભુને શત્રુજ્ય મહાતીર્થની પુણ્યભૂમિમાં, હિંમતવિહારના વિશાળ પ્રાંગણમાં, ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org