________________
શાસનપ્રભાવકે
બાલેતા રેડ પર (પાલરેડ પર) દેવેન્દ્રધામનું નિર્માણ કરાવીને તેમ જ “દેવેન્દ્રત” પાક્ષિક પત્રિકા જોધપુરથી શરૂ કરીને પૂજ્યશ્રી પ્રત્યેની ભક્તિ કેરાવી છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક સાધુવરને ભાવભીની વંદના ! | (સંકલન : પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ “નવલ "ના શિષ્ય મુનિશ્રી જિનેન્દ્રવિજયજી મહારાજ “ જલજ.”),
મંત્ર-તંત્ર વિદ્યાના અભ્યાસી-અવધૂતગી પૂ. મુનિરાજશ્રી ગુણભદ્રવિજયજી મહારાજ પૂજ્ય મુનિરાજશ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ પ્રખર ગસાધક અને મંત્ર-તંત્ર વિદ્યાના વિશદ અભ્યાસી હતા. તેઓશ્રી પાછલી અવસ્થામાં કેટલાયે વર્ષો સેરઠ પ્રદેશમાં વિચર્યા હતા. તેમાં માંગરોળમાં સવિશેષ સ્થિરતા કરી હતી. આ સ્થિરતા દરમિયાન શ્રી માંગરોળ જેન સંઘ અને જિનમંદિર માટે તેઓશ્રીની પ્રેરણાથી અનેકવિધ કાર્યો નીચે મુજબ સુસંપન્ન થયાં હતાં. (૧) શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના ખંડિતપણાનું તથા શ્રી મુનિસુવ્રતસ્વામી વગેરે સર્વ મંદિરની પ્રતિષ્ઠા અને બીજાં કાર્યોનું સંશોધન કર્યું હતું, જે નવપલ્લવ પાર્શ્વનાથના લખેલ પુસ્તકમાંથી જાણવા મળશે. આ પુસ્તક માંગરોળના જેન ગૃહસ્થને મુંબઈ કલકત્તા અને માંગરોળમાં ભેટ તરીકે અપાયું છે. (૨) શ્રી માંગરોળ જૈન સંઘના જૂના ચોપડામાંથી પ્રતિષ્ઠા તથા અંજનશલાકાના જાયેલા પ્રસંગોનું વિપુલ સાહિત્ય પણ આ પુસ્તકમાં પ્રકાશિત કર્યું. (૩) સેંકડો વર્ષ જૂની ખડિત પ્રતિમાજીઓનું વિસર્જન, તોફાની દરિયાને શાંત પાડી, માંગરોળ બંદરે કરાવ્યું હતું. (૪) જ્ઞાનભંડારની વર્ષો જૂની હસ્તલિખિત અમૂલ્ય પ્રતે અને ગ્રંથનો અભ્યાસ કરી, નાદુરસ્ત તબિયત હોવા છતાં વંડીના દેરાસરમાં, સમયને ભેગ આપી, સંપૂર્ણ વિગત એકઠી કરી, સેન્ટ્રલ ગવર્નમેન્ટને સંઘ મારફત મોકલવાનું ભગીરથ કાર્ય પાર પાડયું હતું. (૫) મંદિરની બધી આરસની અને પાષાણુની પ્રતિમાજીઓને એપ અને લેપ, ચક્ષુ અને ટીલાઓનું, જીર્ણોદ્ધારનું કાર્ય આઠ માસ સુધી સતત માર્ગદર્શન આપવાપૂર્વક કરાવ્યું હતું.
પૂ. શ્રી ગુણભદ્રવિજ્યજી મહારાજ સંસારીપણામાં મંગળના શેઠ શ્રી જેઠાભાઈ રૂપજી ધનજીના તૃતીય પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૯૫૧ના માગશર સુદ ૬ને દિવસે મદ્રાસ શહેરમાં થયેલ હતું. તેમનું નામ ગુલાબચંદ હતું. તેઓશ્રી સં. ૨૦૪રના શ્રાવણ વદ ૧૦ ના દિવસે જૂનાગઢમાં કાળધર્મ પામ્યા હતા. પરમ શાસન પ્રભાવક મુનિવર્યને ટિશ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org