________________
શ્રમણભગવંત-૨
૫૮૩ લોકે પકારક વ્યક્તિત્વ : દ્ધિારના બીજા વર્ષે જોધપુરમાં પૂ. દાદાસાહેબને આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. પૂ. દાદાસાહેબનું જીવન તપઃપૂત, નિષ્કામ અને પરમ સાત્ત્વિક હતું, પરિણામે આત્મશક્તિને વિશિષ્ટ વિકાસ તેઓશ્રીના જીવનમાં થયેલ હતું. જે વ્યક્તિના જીવનમાં આત્મગુણેને સુચારુ વિકાસ થયે હેય તેની આગળ વિશ્વનાં સત્વશીલ પરિબળે સ્વયં આકર્ષાઈને આવે છે, અને ઘણી વાર એ મહાપુરુષોને “સંકલ્પ' એ સાત્વિક પરિબળો દ્વારા સાકાર બને છે, ત્યારે જગત એવી ઘટનાઓને “ચમત્કાર” કહે છે. શ્રી પાર્ધચંદ્રસૂરિજીના જીવનમાં આવા ચમત્કારે નોંધાયા છે. જો કે આ ચમત્કારે એ એવા યુગપુરુષની મહાનતાની પારાશીશી નથી. આ ચમત્કારે એમણે કર્યા ન હતા, પણ થઈ ગયા હતા એમ કહેવું વધારે સાચું છે. એવી ઘટનાઓનું મહત્વ હોય છે એટલું જ કે આત્મવિકાસની ઉચ્ચ ભૂમિકા પર તેઓ પહોંચ્યા હતા તેની સામાન્યજન પણ જોઈ શકે એવી નિશાની એમાંથી મળી રહે છે. પૂ. દાદાસાહેબના પવિત્ર જીવન અને મૈત્રી, કરુણા અને સમભાવને પ્રાધાન્ય આપતી ઉપદેશ–પદ્ધતિથી જીવન પરિવર્તન અને સમાજ સુધારણાનાં આદર્શ દષ્ટાંતો સર્જાયાં. રાધનપુરમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી ચાલતા વૈરનો અંત, ઉનાવામાં સેની કેનાં પ૦૦ ઘરેએ કરેલા જૈનધર્મને સ્વીકાર, “મુત”, “લેટા”, “બાંઠિયા” વગેરે ૨૨ ગોત્રના ક્ષત્રિય દ્વારા જૈનધર્મ અંગીકાર–વગેરે પ્રસંગે દાદાસાહેબની પ્રભાવકતાના પરિચાયક છે. જોધપુરના મહારાજા રાવ ગાંગ, દાદાસાહેબને અત્યંત આદર આપતા. તેમના કુંવર મહારાજા માલદેવ દાદાસાહેબના આજીવન ભક્ત હતા. પૂ. દાદાસાહેબની સેળ જેટલા શિષેની માહિતી મળે છે, જેમાં વિજયદેવસૂરિ, સમચંદ્રસૂરિ, વિનયદેવસૂરિએ ત્રણ આચાર્ય પદધારક સમર્થ વિદ્વાન શિવે વિશેષ પ્રસિદ્ધ છે. શ્રી પાર્ધચંદ્રસૂરિ વિહાર મુખ્યત્વે મારવાડ, મેવાડ, માળવા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં થયું હતું. તેમના જીવનને ક્રમિક વર્ષબદ્ધ વૃત્તાંત મળતા નથી એ ખેદને વિષય છે. દાદાસાહેબના યુગપ્રભાવી કાર્યકલાપ અને અસાધારણ પ્રતિભાથી પ્રભાવિત થયેલા અનેક સંઘોએ એકત્ર થઈને તેમને “યુગપ્રધાનપદથી વિભૂષિત કરવા નિર્ણય કર્યો. તદનુસાર સં. ૧૫૯૯માં શંખલપુરમાં શ્રી મરત્નસૂરિના હસ્તે “યુગપ્રધાન પદ અર્પણ કરવામાં આવ્યું.
અમર વાર : વસ્તુતઃ મહાપુરુષના જીવનની ધૂળ ઘટનાઓ દ્વારા આપણને એમને પૂર્ણ પરિચય પ્રાપ્ત થતો નથી. તેમાંયે આવા આધ્યાત્મિક જ્યોતિર્ધરનું જીવન તે સૂમ ભૂમિકાએ, વૈચારિક સ્તરે જ બધું જિવાતું હોય છે. એમના અંતરંગને પરિચય એમનાં કર્યો, વચને કે ગ્રંથ દ્વારા જ સાંપડે. શ્રી પાર્ધચંદ્રસૂરિના અંતરંગને ઓળખવા માટે એમના ગ્રંથ, લેખો, કૃતિઓ સારા પ્રમાણમાં ઉપલબ્ધ છે – જેમાં તેમના આત્મસૌંદર્ય–વિચાર સૌંદર્યનાં સુંદર દર્શન થઈ શકે છે. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી, એ દરેક ભાષામાં વિપુલ ગદ્ય-પદ્ય સાહિત્ય રચીને એમણે છૂટે હાથે જ્ઞાનદાન કર્યું છે. હજી પણ એમનું ઘણું સાહિત્ય પ્રકાશમાં આવ્યા વિના ભંડારમાં જ પડી રહ્યું હોય એવો ભય છે. પ્રકાશમાં આવેલું સાહિત્ય પણ હજી બધુંય ગ્રંથસ્થ થઈ શકયું નથી. સપ્તપદીશાસ્ત્ર, સંઘરંગપ્રબંધ, રૂપકમાલા, શ્રદીપિકા, ઉપદેશસાર
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org