________________
શ્રમણભગવંતો-૨
૩૪૧ વખતે ઊજમશી માસ્તર સાથે વારંવાર દરાપરા જવાને લીધે પૂ. શ્રી દાનવિજયજી મહારાજ તથા તેઓશ્રીના શિષ્ય પૂ. પ્રેમવિજયજી મહારાજ સાથે ગાઢ સંપર્ક થયો. પિતાની દાદીમાની હયાતી સુધી દક્ષા ન લેવાનો વિચાર જ્યારે એણે પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ પાસે વ્યક્ત કર્યો ત્યારે મહારાજશ્રીએ એટલું જ કહ્યું કે, “ત્રિભુવન ! કાળની કેને ખબર છે? કોને ખબર છે કે તું પહેલાં જઈશ કે દાદીમા પહેલાં જશે?' પૂ. પ્રેમવિજયજી મહારાજનું આ વાકય ત્રિભુવનના હૃદયમાં સોંસરવું ઊતરી ગયું અને વહેલી તકે દીક્ષા લેવાનું નક્કી કર્યું. એણે થોડા વખત પછી વડોદરામાં પૂ. પ્રેમવિજ્યજી મહારાજ પાસે જઈ પિતાની દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યું. પરંતુ એ માટે સમય ઓછો હતે. (એ છે હોય એ જરૂરી પણ હતું. ) દીક્ષા ચૂપચાપ લેવી હતી. દીક્ષા વડોદરા રાજ્યની હદની બહાર આપવામાં આવે તે તાત્કાલિક કાયદાને કઈ પ્રશ્ન ઊભું ન થાય. એટલે પૂ. પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને દીક્ષા માટે બ્રિટિશ સરહદમાં આવેલા જંબુસર ગામે પહોંચવાનું કહ્યું. માસર રેડ પહોંચી, ત્યાંથી પગે ચાલીને જંબુસર જવાનું હતું. ત્રિભુવન વિશ્વામિત્રીથી ટ્રેનમાં બેઠે. રસ્તામાં પાદરા સ્ટેશન આવતું હતું. મુસાફરોની ચડઊતરમાં પોતાના ગામના કેઈ માણસ પિતાને જોઈ ન જાય તે માટે પાદરા સ્ટેશન આવતાં પહેલાં ત્રિભુવન પાટિયા નીચે સૂઈને સંતાઈ ગયે. સાંજના માસર રેડ ઊતરીને, પગપાળા ચાલીને તે જંબુસર રાતના સાડા અગિયાર વાગે પહોંચે. ઉપાશ્રયમાં જઈને એણે મોટા મહારાજને બધી વાત જણાવી. બીજે દિવસે આમેદમાં દીક્ષા આપવાનું વિચારાયું હતું, પરંતુ ત્યાં પણ ઉપાશ્રયમાં ત્રિભુવનનાં દૂરનાં એક કાકી ત્રિભુવનને જોઈ ગયાં. એટલે આમેદમાં દીક્ષા આપવાનું માંડી વાળવામાં આવ્યું અને જૈનેની વસતી વગરના તીર્થ ધામ ગધારમાં દીક્ષા આપવાનું નક્કી થયું. મુનિ મંગળવિજયજીએ એ કાર્ય માટે હિંમત દર્શાવી. તેઓ તથા મુનિ નવિજ્યજી તથા મુનિ પ્રકાશવિજય કિશોર ત્રિભુવનની સાથે ૧૯ માઈલને વિહાર કરી ગંધાર પહોંચ્યા. ગંધારમાં દીક્ષાના મુહૂર્તને સમય થઈ ગયો હતો અને મુંડન માટે ગામમાંથી હજામને આવતાં વાર લાગી તે ત્યાં સુધીમાં મુનિ મંગળવિજયજીએ પિતે કેશલેચ ચાલુ કરી દીધું હતું. હજામ આવી પહોંચતાં મુંડન થયું. આ રીતે પાંચ-સાત જણ વચ્ચે ત્રિભુવનને દીક્ષાવિધિ ગુપ્ત રીતે થઈ ગયે અને નામ મુનિશ્રી રામવિજયજી રાખવામાં આવ્યું.
દીક્ષા પછી મુનિશ્રી મંગળવિજ્યજી મહારાજ નવદીક્ષિત સાધુ સાથે વિહાર કરીને ભરૂચ પહોંચી ગયા. આ બાજુ પાદરામાં દીક્ષાના સમાચાર પહોંચતાં ત્યાં બહુ ખળભળાટ મચી ગયો. સગાસંબંધીઓમાં આ અંગે તુરત કાયદેસર પગલાં લેવાની વાત થઈ. બીજી બાજુ દીક્ષિત ત્રિભુવનને બળજબરીથી ઉઠાવીને ઘરે લઈ આવવાની વાત પણ વિચારાઈ. અલબત્ત, દીક્ષાના સમાચાર સાંભળ્યા પછી દાદીમા રતનબાનું હૈયું કંઈક ઢીલું પડ્યું. તેમણે ત્રિભુવનને પાછો લઈ આવવા માટે જનારા સગાઓને આ બાબતમાં કંઈ ઉગ્ર બોલાચાલી કે ઝપાઝપી ન થાય તેવી રીતે વર્તવા વિનંતિ કરી. સગાઓ ભરૂચ પહેંચ્યા, પણ નવદીક્ષિત રામવિજયજી મહારાજ તે પિતાના નિર્ણયમાં મક્કમ હતા એટલે સગાઓનું બહુ ચાલ્યું નહીં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org