________________
શ્રમણભગવંતો-૨
૨૧૩ (૧) શ્રી આબુ તળેટી તીર્થ–શ્રી સુધમાં સ્વામી વિદ્યાપીઠ, પદ્માવતી નગરી, માનપુર, આબુ રેડ, નેશનલ હાઈવે, ૩૦૭૦૨૯ (રાજસ્થાન). (૨) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ જૈન તીર્થપદ્માવતી નગરી, સૂરિજિનેન્દ્ર-પદ્વવિહાર, માનપુર, આબુ રેડ, નેશનલ હાઈવે ૩૦૭૦૨૯. (૩) શ્રી જિનેન્દ્ર-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ. પો. સ્ટેશન : મારવાડ જંકશન ( જિ. પાલી) (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભેજનશાળા પાસે, મુ. પો. સ્ટે : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગેડી પાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પિ. કજરા, જિ. સિરોહી. સ્ટેશન : સિરોહી રેડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજ્ય ધાર્મિક ટ્રસ્ટ, મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. સિહી) (રાજસ્થાન).
- પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રન્થઃ (1) શ્રી ઋષિમંડલ મહાપૂજન, (૨) શ્રી અહંદુ જિન અભિષેક પૂજન, (૩) શ્રી પદ્માવતી પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હૈમલઘુકીમુદી (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનસ્નાત્ર પૂજન, (૬) શ્રી શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ સ્મારિકા, (૮) શ્રી સુલેચના-અકા જિનગુણમાલા, (૯) ઉમેદમાળા સ્વાધ્યાય, (૧૦) ધર્મબિન્દુ પ્રકરણ આદિ.
આમ, પૂજ્ય શ્રી વિજયપત્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કેટિ કોટિ વંદન !
જિનશાસનના તેજસ્વી તારક પૂ. આચાર્યશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ
અનાદિકાળથી અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા જીવને મહાન પુણ્યદયે જેનકુળમાં જન્મ મળે છે. એવા કેઈ પ્રબળ પુણ્યને લીધે ગૌરવવંતા ગુજરાત પ્રદેશના અમદાવાદ પાસેના કરેલી (તા. દહેગામ )માં સં: ૧૯૮૯ના જેઠ સુદ પાંચમે શાહ મનસુખલાલ પાનાચંદનાં ધર્મપત્ની શણગારીબેન (પાર્વતીબેન )ની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયે. બાળકનું નામ પાડ્યું બુલાખીદાસ. કરેલીની નિશાળમાં બુલાખીદાસે ગુજરાતી સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી ધંધાથે માબાપ સાથે અમદાવાદ આવી વસ્યા. અમદાવાદમાં કાપડની દુકાનમાં નોકરીએ રહ્યા. દરમિયાન તેમનાં બહેન શાંતાબહેન લગ્ન પછી ટૂંક સમયમાં જ વિધવા થતાં, દિક્ષા લઈને સાધ્વીશ્રી નેહલતાશ્રીજી બન્યાં. આ ઘટનાથી બુલાખીદાસનું મન પણ સંસાર પરથી ઊતરી ગયું. તેમણે ધાર્મિક અભ્યાસમાં વધુ રસ લેવા માંડ્યો. સંયમજીવન માટે વહાલયાં માતાપિતા સંમતિ આપતાં ન હતાં. તેથી ભીલડિયાજી તીર્થની યાત્રાનું બહાનું કાઢીને ઘરેથી નીકળી પડ્યા. રાજસ્થાનમાં સાદડી મુકામે પ. પૂ. આ. શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પાસે પહોંચ્યા અને દીક્ષા માટે વિનંતિ કરી. પૂ. આચાર્યશ્રીના આદેશ પ્રમાણે પૂ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org