________________
શાસનપ્રભાવક
૨૫૮ જીવન ભવ્ય હતું, તેમ તેઓશ્રીની અંતિમ યાત્રા પણ ભવ્ય બની હતી. એકાદ લાખ માણસની અશ્રુભીની આંખેએ પૂજ્યશ્રીને ઐતિહાસિક વિદાય આપી તે પ્રસંગે ઠેર ઠેર ગુણાનુવાદસભાઓ અને ઉત્સવો થયા હતા. મુંબઈમાં તારદેવના પ્રખ્યાત ચોકનું (નવજીવન સાયટી પાસે) “આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી ચેક' નામકરણ કરીને ત્રણ અદા કરવાને વિનમ્ર પ્રયત્ન થયે છે. તે, પૂજ્યશ્રીની જન્મભૂમિ-બાલશાસન–ને “લબ્ધિનગર” નામ આપવાને સ્તુત્ય નિર્ણય લેવાય છે. આમ, અનેક ક્ષેત્રોમાં અમાપ પ્રભાવના દ્વારા જિનશાસનમાં શાશ્વત સ્થાનના અધિકારી આચાર્યભગવંતનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. એવા એ મહાન સૂરીશ્વરજીને કોટિ કોટિ વંદન!
(સંકલન : પૂ. આ. શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મહારાજ)
દાક્ષણ ભારતના પ્રથમ પ્રવાસી, ઉગ્ર વિહારી ગૌરવશાળી
શાસનપ્રભાવક સૂરિવર પૂ. આચાર્યશ્રી વિજયગંભીરસૂરીશ્વરજી મહારાજ
યથાના ગુણધારક, પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી, વિશુદ્ધ સાધુતાના કર્મઠ આરાધક પૂ. આચાર્યદેવશ્રી ગંભીરસૂરીશ્વરજી મહારાજનું સંસારી વતન ભવ્ય જોયણીતીર્થ પાસે આવેલું શભાસણ ગામ હતું. તેમને જન્મ સં. ૧૯૫૦માં થયું હતું. તેમનું સંસારી નામ ઉમેદચંદભાઈ હતું. મહાપુરુષને સમાગમ મામૂલી માનવને મહાન બનાવી દે છે. સંત સામાન્ય માનવીમાં વસંત બની મહેકે છે. ઉમેદચંદના જીવનમાં પણ આ ધન્ય પ્રસંગ બની ગયો. માણસામાં પૂ. આ. શ્રી વિજયકમસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સ્થિત હતા. ભાઈ ઉમેદચંદ ચોમાસા દરમિયાન ત્યાં રહ્યા. પૂ. ગુરુદેવશ્રીને સંસર્ગ થયો અને અનેક દિલમાં વિરાગને ચિરાગ પ્રગટયો. પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ પૂર્ણ થયે પંજાબ તરફ વિહાર કરી ગયા; પરંતુ ઉમેદચંદભાઈના હૃદયમાં પડેલું વૈરાગ્યબીજ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતું રહ્યું. એક વાર તેઓ સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા ગયા. જે ધર્મશાળામાં ઊતર્યા હતા ત્યાં એક પંજાબી શ્રાવક યાત્રાર્થે આવ્યા હતા. તેમને પરિચય થ અને પૂ. ગુરુદેવશ્રી કમલસૂરિજી યાદ આવી ગયા. પંજાબી શ્રાવકને પૂછયું કે, “ગુરુદેવશ્રી ક્યાં બિરાજે છે ?” પેલાએ જણાવ્યું કે, “ગ્વાલિયરમાં બિરાજે છે.” ઉમેદચંદ તે શ્રાવક સાથે વાલિયર પહોંચ્યા પરંતુ તેમના ભાઈને ખબર પડતાં તેમને ગ્વાલિયરથી પાછા લઈ આવ્યા. પરંતુ ઊડવા ઈચ્છતા પંખીને કેણ રોકી શકે? સંસાર છોડવા તત્પર થયેલા મુમુક્ષુને કેણ બાંધી શકે? કુટુંબીજનોને સમજાવીને દૂર-સુદૂર પંજાબની ભૂમિમાં આવ્યા. નારેવાલ ગામમાં પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની વાણીએ જાદુ કર્યો. સં. ૧૯૬૫માં પૂ. આ. શ્રી વિજ્યકમલસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ, પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજનું પ્રથમ શિષ્યત્વ સ્વીકારવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું અને મુનિશ્રી ગંભીરવિજ્યજીના ગૌરવવંતા નામથી જાહેર થયા.
પૂ. દાદાગુરુશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ બીકાનેર તરફ વિહાર કરવાના હતા, એ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org