________________
શ્રમણભગવંતા–ર
દક્ષિણ ભારતની સુષુપ્ત અને લુપ્ત ધભાવનાને જાગૃત અને ચેતનવંતી બનાવનાર
પૂ. આચાર્યશ્રી વિજયયશાભદ્રસૂરીશ્વ જી મહારાજ
વિવિધ વૃક્ષા, લત્તાઓ અને વિટપાથી વિભૂષિત કાઈ રમણીય ઉદ્યાનમાં વિહાર કરીએ અને આપણાં તન–મનના થાક ઊતરી જાય, તાજગી અને ઉત્સાહનેા અનુભવ થાય; એવું જ કંઇક અનેક સપ્રવૃત્તિએ અને સદાચારથી સુવાસિત સચ્ચારિત્રનું અવલેાકન કરવાથી થાય છે. એનાથી આપણા જીવનને ઊધ્વગામી, પ્રગતિશીલ, ધ`મય અને માંગલમય બનવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. પ્રભાવક આચાયોનાં ચરિત્રા આવેા જ એક રમણીય ઉદ્યાન છે. પૂ. આચાય શ્રી વિજયયશેાભદ્રસૂરિજી મહારાજનુ જીવન પણ એવું જ એક દિવ્ય પ્રેરણાસ્રોત છે. કચ્છના સુથરી ગામમાં ધર્મ પ્રેમી એશવાલ જ્ઞાતિનાં અનેક ઘર છે. એમાં શામજીભાઇ કેડા નામના સાહસિક, શ્રીમંત અને પરગજુ ગૃહસ્થ વસતા હતા. એમનાં ધર્મ પત્નીનું નામ સાનખાઈ હતું. સ ંવત ૧૯૬૪ના આસો સુદ ૧૩ને શુભ દિને સુલક્ષણા સાનબાઈ એ પુત્રરત્નને જન્મ આપ્યો. પ્રથમ સંતાનની પ્રાપ્તિથી કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી ગયા. બાળકનું નામ શિવજી પાડયું. શિવજી પ્રાથમિક શિક્ષણ લેતા હતા ત્યારે પિતા મુંબઇ, રંગૂન વગેરે સ્થળાએ વેપારાથે ગયા હતા. શિવજી શિક્ષણ લઈ ને સ'સારકામાં પ્રવેશે તે પહેલાં જ માતાનુ કરુણ અવસાન થયું. પિતાએ શિવજીને સત્તર વર્ષની વયે ગામમાં જ શાહે પૂજા નરપારની પુત્રી જેઠીબાઈ સાથે પરણાવ્યા. બંનેનું દામ્પત્ય પ્રસન્નતાથી વઘે જતું હતું. સમય જતાં જેઠીબાઇ એ એક પુત્રીને જન્મ આપ્યા. પરંતુ દૈવને કંઇક જુદું જ નિર્માણ હતું. પુત્રી નવલ એક વર્ષની થઈ ત્યાં કાળદેવના કર પંજામાં વ્હાલસેાઈ પત્ની ઝડપાઈ ગઈ! શિવજીને આ ઘા અત્યંત કારÀા લાગ્યા. સંસારસુખની ક્ષણભંગુરતા સમજાઈ અને મન વૈરાગ્યના વિચારે ચડવા લાગ્યું. છતાં, પિતાની આજ્ઞાથી ઇચ્છાથી ધંધાર્થે મુંબઇ આવ્યા. ત્યાં દેશી નાટક સમાજનાં નાટક જોતાં, અને તેમાં યે ખાસ કરીને સંસારની દુઃખદર્દ ભરી દાસ્તાન રજૂ કરતાં છ્યા નિહાળતાં શિવજીને સંસારની માયાજાળ પ્રત્યે વિશેષ વૈરાગ્ય ઊપજવા લાગ્યા. દેશમાં ગયા ત્યારે પિતાએ બીજા લગ્નના પ્રસ્તાવ મૂકયો, પણ શિવજી મૌન રહ્યા. દરમિયાન તેઓ કામ પ્રસંગે અમદાવાદ આવ્યા. સ્નેહી હીરાભાઈ સાથે પાંજરાપોળના ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા ગયા. પૂ. મુનિરાજ ( પછી સ્વ. આચાય દેવ ) શ્રી કસ્તુરવિજયજી મહારાજના શ્રીમુખેથી નીકળતી અમૃતવાણી શિવજીના હૃદયને ભીંજવી ગઈ ! દેશમાં પાછા જવાને બદલે તે તી યાત્રાએ નીકળ્યા. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી અને શ્રી સમેતશિખરજીની યાત્રા કરી. તેમનું મન ધથી પૂર્ણ વાસિત બની ગયુ.. આવીને ગુરુદેવ પાસે દીક્ષાના પ્રસ્તાવ મૂકચો.
૫
દીક્ષા અને સાધના : સ. ૧૯૮૭ના મહા સુદ ૬ દિવસ શિવભાઈના જીવનમાં સુવર્ણાક્ષરે અંકિત થયેા. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજે કલેાલ પાસેના છત્રાલ ગામે ભવતારણી ભાગવતી દીક્ષા આપી અને તેમને પોતાના શિત્યરત્ન મુનિરાજ શ્રી કસ્તૂર
Jain Education International. 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org