________________
શાસનપ્રભાવક
વિયજીના શિષ્ય તરીકે શ્રી યશોભદ્રવિજ્યજી નામે ઘેષિત કર્યા. ત્યાર પછી થોડા જ દિવસમાં ચાણસ્મામાં વડી દીક્ષા થઈ. સંયમજીવનના આરંભમાં જ મુનિરાજને ત્રણ મહાન શ્રમણભગવંતેની છત્રછાયામાં વિકસવાને લાભ મળે. પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજ, તેઓશ્રીના શિષ્યરત્ન વ્યવહાર-વિચક્ષણ વિજ્ઞાનઘન પ. પૂ. ઉપાધ્યાય શ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ અને તેઓશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી કસ્તૂરવિજય મહારાજ.
આ ત્રણે પૂજ્યની પ્રભાવક નિશ્રામાં તેઓશ્રીનું અધ્યયનતપ અવિરત વિકસ્યું. તેઓશ્રીએ લગભગ ૧૧ વર્ષ સુધી ગુરુકુળવાસ સે અનેક શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું; કવિત્વ અને વકતૃત્વશક્તિથી ઓજસ્વી બન્યા. ખગશાવક પાંખો ફફડાવે અને તેનાં માબાપ તેને વિશાળ ગગનમાં ઊડવાની અનુમતિ આપે, તેમ પૂજ્યશ્રીના ગુરુદેવે પણ શિષ્યની યેગ્યતા જાણી તેઓશ્રીને જેનશાસનના વિશાળ આકાશમાં અનેકાનેક ધર્મકાર્યો કરવા માટે અનુમતિ આપી. અને જીવનમાં એ જ ધ્યેયને વર્યા હોય તેમ, તેઓશ્રી શાસનપ્રભાવનામાં સતત નિમગ્ન રહેવા લાગ્યા. મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ વગેરે પ્રાંતમાં અગણિત સ્થળોએ વિહાર કર્યો. પૂજ્યશ્રીની નિશ્રામાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, પ્રવજ્યા, ઉપધાન, ઉદ્યાપન આદિ ધર્માનુષ્ઠાનો મહોત્સવ પૂર્વક ભવ્યાતિભવ્ય રીતે થતાં રહ્યાં. તેઓશ્રી ધર્મશાનમાં અને ધર્મકાર્યોમાં નિપુણ હતા. અચ્છા કવિ અને સારા ગાયક હતા. તેમનાં રચેલાં સ્તવને-સન્માયે સૌ કોઈને મંત્રમુગ્ધ કરતાં હતાં. તેમાંયે તેઓશ્રીએ રચેલી શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા તે ઘણી જ લોકપ્રિય બની હતી. આમ, શાસનપ્રભાવનાદિ કાર્યો કરવાપૂર્વક વિરમગામ, ગોધરા, અમદાવાદ, જાવાલ, પાલીતાણા, મહુવા, કલોલ, વલસાડ, સુરત, વાપી, અમલસાડ, બીલીમોરા, ગંધારતીર્થ, દહેજ, કાવી, ખંભાત, સાઠંબા, તારંગા, શ્રી કેશરિયાજી આદિ સ્થળોએ યાત્રા કરી–-ચાતુર્માસ કરી, પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં બોટાદ પધારતાં, સં. ૨૦૦૭ના કાતિક વદ ૬ને શુભ દિને, સંસારી પિતા શ્રી શામજીભાઈ ઉકેડાના પ્રસન્ન વદને, હજારો ભાવિકેની વિશાળ ઉપસ્થિતિમાં, પૂ. ગુરુદેવશ્રીના વરદ હસ્તે ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. તે જ વર્ષે અમદાવાદમાં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના આઠ આચાર્યભગવંતે પિતાના સવાસો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સમેત પધાર્યા હતા. અનેક ધાર્મિક અનુષ્ઠાનની પરંપરા સર્જાઈ હતી. ત્યારે વૈશાખ સુદ ૩ના દિવસે ૧૭ ગણિવર્યોને પંન્યાસપદવીથી અલંકૃત કરાયા હતા, જેમાં સંયમ-મૃતથી સ્વ-પરને ઉદ્યોત કરનારા શ્રી યશભદ્રવિજયજી પણ હતા. ત્યાર બાદ, જૈનશાસનને કે દક્ષિણ ભારતમાં વગાડવા માટે પૂજ્યશ્રીએ વિહાર કર્યો. મુંબઈ મહાનગરીનાં અનેક પરાંઓ તથા ખંડાલા, લેનાવાલા, પૂના, બાપડી, દાપલી, ચીંચવડ થઈને પાલી (કણ)માં પ્રવેશ્યા. ત્યાંથી બેંગલેર, બેંગારપેઠ, મદ્રાસ, ગુલાવેરી, શિમોગા, ચિતલદુર્ગ, ભદ્રાવતી, હરિહર, હારી, હુબલી, ગદગ વગેરે સ્થળોએ ચાતુર્માસ કરીને અથવા વધુ દિવસની સ્થિરતા કરીને, ત્યાંના ભાવિકેમાં સુષુપ્ત અને લુપ્ત બની ગયેલી ધર્મભાવનાને જિનવાણીનાં વારિથી નવપલ્લવિત બનાવી. જિનમંદિર, ઉપાશ્રય, પાઠશાળાઓ આદિનાં નવનિર્માણ કરાવી તથા પ્રતિષ્ઠા, ઉપધાન, ઉજમણ વગેરે તપ અને અનુષ્કાને ઓચ્છવપૂર્વક-મહોત્સવપૂર્વક જાવી એ નવપલ્લવિત ભાવનાને ચેતનવંતી બનાવી સારાયે દક્ષિણ ભારતમાં જેનેને જાગૃત-પ્રવૃત્ત અને ધન્ય બનાવવાનું વિરલ કાર્ય સિદ્ધ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org