________________
રત્નત્રયીના સાધક શ્રમણો
પૂ. ઉપાધ્યાયશ્રી હિમાંશુસાગરજી મહારાજ
પૂજ્યશ્રીનું વતન માણસા-પેથાપુર પાસે આવેલું પંજાપરા ગામ. તેમને જન્મ મોસાળના ગામ બાલસાસનમાં સં. ૧૯૭૧ના અષાઢ સુદ ૧૨ના દિવસે થયો હતો. પિતાનું નામ ગોપાળદાસ કેવળદાસ, માતાનું નામ રાઈ બેન અને તેમનું જન્મનામ છનાભાઈ હતું. ધર્મનિષ્ઠ માતા દ્વારા બાલ છનાભાઈમાં ધર્મસંસ્કારનું સિંચન થયું. ગળથુથીમાં મળેલા આ સંસ્કાએ અંતરમાં આરાધનાલક્ષી બીજ વાવ્યું. તેમાં પૂર્વજન્મના પુણ્યયોગે બળ મળતાં છનાભાઈની ધમરુચિ અનમેદનીય બનતી રહી. પિતા ગોપાળદાસ વેપારાથે કુટુંબ સાથે રાજનગરમાં, શાહપુર, વસ્તા વેલજીની પળમાં આવી વસ્યા. આ આગમન છનાભાઈ માટે શુકનવંતું નીવડયું. સેંકડે ગગનચુંબી ભવ્ય જિનાલયેથી શોભતા અમદાવાદમાં અનેક ત્યાગી–વૈરાગી મહાત્માઓ પધારતા અને પિતાના સંયમપ્રભાવે તેમ જ તાત્વિકસાત્વિક દેશનાના માધ્યમે ધર્મપ્રેમી જનતાને ધર્માભિમુખ બનાવતા.
સં. ૧૯૯પનું વર્ષ. આગમેદ્ધારક પૂજ્યપાદ આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે જૈનપુરીમાં ચાતુર્માસાર્થે પધારેલા. એક તરફ વર્ષાઋતુના જળસિંચનથી પૃથ્વી નવપલ્લવિત બની હતી, તે બીજી તરફ પૂજ્યશ્રીની ધર્મદેશનાથી રાજગૃહીના નાલંદા પાડાની ઉપમાને વરેલી નાગજી ભૂદરની પિળમાં ધર્મ-આરાધનાનું જોરદાર વાતાવરણ સર્જાયું હતું. એ વાતાવરણમાં ભાવિ કે ધર્મઆરાધનાથી પલ્લવિત બની રહ્યા હતા. તેઓશ્રીના પ્રભાવક શિષ્ય પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી (પછીથી આચાર્ય) મહારાજ પણ રાજનગરની ઝાંપડાની પળે ચાતુર્માસ બિરાજમાન હતા. ત્યાં પણ શ્રીસંઘમાં આરાધનાની છોળે ઊછળતી હતી અને પૂજ્યશ્રીના બુલંદ સ્વરે થતું તત્વ પ્રધાન પ્રવચનનું અનેરું આકર્ષણ ભાવિક જનતામાં જાગ્યું હતું. પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી (પછીથી આચાર્ય) મહારાજ, સંયમૈકલક્ષી પૂ. શ્રી હીરસાગરજી મહારાજ આદિ આ સમયે શાહપુર-મંગળ પારેખના ખચે પૂજ્યશ્રીની અનુજ્ઞાને પામીને ચાતુર્માસ પધારેલ. નિઃસ્પૃહતા, નિખાલસતા અને ચારિત્રસંપન્નતાના ત્રિવેણી સંગમ શાહપુરને શ્રીસંઘ પ્રભાવિત થયેલ. પૂજ્યશ્રીની પ્રવચનશક્તિએ તે ગજબનું કામણ કર્યું. આરાધનાની હેલી વરસી રહી. ભાવિકેની ભીડ જામી પડી. પ્રભુની આરાધના ઉલ્લસિત ભાવે થાય તો તે ક્રિયા અમૃતક્રિયામાં પરિણમે. બસ, આવું જ છનાભાઈના આત્મા માટે થયું. છનાભાઈમાં અને તેમના મિત્ર શંકરભાઈ પટેલમાં પૂજ્યશ્રીનાં પ્રવચનેએ સંયમમાગે સંચરવાની ભાવના જગાવી. અપૂર્વ કુશળ શિલ્પી સમા પૂજ્યશ્રીએ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org