________________
૫૪૮
શાસનપ્રભાવક
અને એમની પાસે અભયકુમારે દીક્ષા લીધી અને જિનેશ્વરસૂરિજીના શિષ્ય તરીકે શ્રી અભયદેવનિ નામ રાખવામાં આવ્યું. દીર્ઘ સંયમપાલન બાદ એમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. તે સમયમાં આગમે! ઉપલબ્ધ હતા નહિ; ને જે હતા તે ખૂબ અશુદ્ધ હતા. આ પિરેસ્થિતિથી ચિંતિત થઈ એમણે આગમા ફરીથી લખવાના નિશ્ચય કર્યાં. અને સં. ૧૧૨૦માં સ્થાનાંગસૂત્ર પર ટીકા રચી. તે વખતે ચૈત્યવાસીઓમાં દ્રોણાચાય સ`શ્રેષ્ઠ વિદ્વાન આચાર્યાં હતા. તેમની સાથે રહીને તેમણે સં. ૧૧૨૦ થી ૧૧૨૮ સુધી અણહિલપુર પાટણ અને કરડેહટ્ટીમાં આયંબિલતપની આરાધના કરવા સાથે આગમાને ફરીથી લખાવ્યા; અને જ્યાં જ્યાં સશય થયા, ત્યાં ત્યાં જયા, વિજયા, જયંતિ, અપરાજિતા દેવીનુ ધ્યાન ધરી એમને સશય પૂછતા હતા અને આ દેવીએ શ્રી મહાવિહાર ક્ષેત્રમાં શ્રી સીમ`ધરસ્વામીજી ભગવાનની પાસે સંશયનું નિરાકરણ કરતાં હતાં; અને આ પ્રમાણે પૂજ્યશ્રીએ આગમાનું સંપાદન કરી જૈનજગત ઉપર અમૂલ્ય ઉપકાર કર્યાં છે, જે કદી ભુલાશે નિહ. તેઓએ સ. ૧૧૩૧ માં સેઢી નદીને કિનારે ખંભાતમાં જયતિહુઅણુ સ્તોત્રની રચના કરી અને ભૂગર્ભમાં રહેલી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ કરી. તેમના સમયમાં ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી દેવભદ્રસૂરિજી, શ્રી પ્રસન્નચ’દ્ર. સૂરિજી, આદિ મહાન આચાર્ય ભગવંતેાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યા હતા. આ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી સ’. ૧૧૩૫માં કાળધર્મ પામ્યા.
તેઓશ્રીની પાટે શ્રી જિનવલ્લભસૂરીશ્વરજી આવ્યા. તેમના જન્મ આસિકા—હાસી નગરીમાં થયા હતા. પિતાજી બાલ્યકાળમાં ગુજરી ગયા હતા. માતાએ વિદ્યાભ્યાસ માટે ચૈત્યવાસી સાધુ પાસે મેાકલી આપ્યા. પણ એમનેા તીવ્ર જ્ઞાનાપક્ષમ જોઈને શ્રી અભયદેવસૂરિજીને સાંપી દીધે તે વખતે એમની સાથે એમના ગુરુબંધુ શ્રી જિનશેખરવિજયજી પણ ગયા હતા. ત્યાર બાદ ચૈત્યવાસી ગુરુની આજ્ઞાનુસાર તેઓએ શ્રી અભયદેવસૂરીશ્વરજી પાસે દીક્ષા લીધી અને ક્રમશ: ગણિપદવી પ્રાપ્ત કરી. તેમણે પોતાના પટ્ટશિષ્ય શ્રી પ્રસન્નચંદ્રાચાય ને સૂચના કરી કે મારા કાળધર્મ પામ્યા બાદ શ્રી જિનવલ્લભને પાટ સોંપશે. તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ શ્રી પ્રસન્નચ'દ્રાચાયે શ્રી દેવભદ્રાચાર્યને ગુરુની આજ્ઞા જણાવી અને તેઓશ્રી પણ કાળધર્મ પામ્યા. તે વખતે શ્રી જિનવલ્લભ ગણિ નાગારમાં હતા. ત્યાંથી પત્ર લખીને એમને ચિતાડ ખેલાવી સ ૧૧૬૭ના અષાઢ સુદ ૭ ના આચાર્યપદેથી અપ`ણ કરી અને એમનું નામ શ્રી જિનવલ્લભસૂરિ રાખવામાં આવ્યું. સ. ૧૧૬૭ ( ૧૧૬૮ )ના કારતક વદ ૧૨ના તેએશ્રી કાળધમ પામ્યા. એમના એક શિષ્ય શ્રી જિનશેખરસૂરિજીના વિહાર રૂદ્રપલ્લીમાં ખૂબ હતા, એટલે એમને સમુદાય રૂદ્રપલ્લી શાખાથી પ્રચલિત બન્યા, પણ ૧૭ મી સદીના અ`તમાં આ શાખા વિચ્છેદ પામી.
શ્રી જિનવલ્લભસૂરિજીની પાટ પર શ્રી જિનદત્તસૂરિજી આવ્યા. ગુજરાતમાં ધોળકા નગરીમાં હુબડ જાતિના મંત્ર છિગશા શેઠના કુળમાં વાકડદેવીની કુક્ષિએ સ. ૧૧૩૨ માં એક પુત્રરત્નનો જન્મ થયા. સ. ૧૧૪૨ માં નવ વર્ષની બાલ્યાવસ્થામાં ધર્માંદેવગણની પાસે દીક્ષા લીધી અને તેમનું નામ સામચંદ્રમુનિ પાડવામાં આવ્યું. તે સમયે પશ્ચિમ ભારતમાં ચૈત્યવાસીઓનું ખૂબ જોર હતુ. શ્રી સામચદ્રમુનિએ ત્યાં વિહાર કરી એમને વાદિવવાદમાં જીતી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org