________________
૪૫ર
શાસનપ્રભાવક
તેઓશ્રી પિતાનાં શિષ્યા-પ્રશિષ્યા આદિનું સુંદર યુગક્ષેમ કરવા સાથે સંયમની સુંદર આરાધના કરી રહ્યા છે.
પૂ. મુનિશ્રી મહાબલવિજયજી મહારાજે દીક્ષા અંગીકાર કરી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન, વિનય-વૈયાવચ્ચ, સંયમ–તપ વગેરેને જીવનનાં અંગ બનાવ્યાં. વળી ધેર્ય, ગાંભીર્ય, ઔદાર્ય આદિ ગુણ સાથે સંયમજીવનમાં નાનામાં નાને દેષ પણ ન લાગે એની તકેદારી રાખીને, ગુરુકૃપાના પાત્ર બનીને, આજે પિતાના શિષ્ય-પ્રશિષ્યોમાં એક આદર્શ ખડે થાય એવું ગક્ષેમ કરી રહ્યા છે. તેઓશ્રીની તારક નિશ્રામાં નાસિક અને માલેગાંવમાં ઐતિહાસિક ચિરસ્મરણીય ઉપધાનતપની આરાધના તથા ૭૭–૩૬-૧૭ આદિ છેડના ઉદ્યાપન મહોત્સવ, અનેક સ્થળે જિનભક્તિ મહોત્સવ ઊજવાયા છે. ઉપધાનમાં સુવર્ણની વીંટી વગેરેની અનેરી શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છે'રીપાલિત યાત્રાસંઘે નીકળ્યા છે. એમાં પણ અનેરી શાસનપ્રભાવના થવા પામી છે. મુંબઈ-બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય જિનાલયની અંજનશલાકા–પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ અભુત ગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત તેઓશ્રીના મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમયી અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાય હતે. પૂજ્યશ્રીના પ્રત્યેક ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયા છે. પ્રત્યેક સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને ધર્મકાર્યોમાં ઉત્સાહિત અને ઉલસિત બનાવ્યા છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં “પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરિજી જૈન પૌષધશાળા,
પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી પ્રવચન હેલ” તથા “મહારાષ્ટ્ર-કેસરી પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરુમંદિર” નવનિર્માણ થયું છે. પૂજ્યશ્રીની પાવક નિશ્રામાં વણા (સુરેન્દ્રનગર) ગાધકડા (સૌરાષ્ટ્ર) માલેગાંવ (મહારાષ્ટ્ર) વગેરે સ્થળોએ શાનદારયાદગાર પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયા છે. અનેક શ્રીસંઘમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્ય પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલશ્રીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ભવ્યભૂષણવિજયજી મહારાજ આજે જિનશાસનની આરાધના–રક્ષા કરવા સાથે ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે અને પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પિતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપ ધમની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પિતાના વિશાળ સંસારી કુટુંબને સંયમ ધર્મની અનુમોદનાનું ભારેભાર આલંબન આપી ગયા છે.
પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજયજી મહારાજની ગ્યતા જાણી પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિપદે અને મુંબઈ-લાલબાગ-ભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પિતાના સંસારી પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસપદે બિરાજમાન થયા. અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદ હસ્તે આચાર્યપદે અભિષિક્ત
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org