________________
૪૮૮
શાસનપ્રભાવક
ગયા, પણ છેલે ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમને ભાવ જાગે. સં. ૧૯૭૯માં પૂ. શ્રી અમીવિજ્યજી મહારાજની સાથે વેરાવળ ગયા. ત્યાં સંબંધીઓ પાછા લેવા આવ્યા. તેઓએ જૂનાગઢ ગિરનારજીની યાત્રા કરી ઘેર આવવા કહ્યું પણ જાત્રા પછી કહ્યું કે, ઘેર નહિ આવું. કાં તે મહારાજ પાસે રહીશ, કાં મહેસાણુ પાઠશાળામાં ભણવા જઈશ. સંબંધીઓ બીજી વાતે સંમત થયા અને મહેસાણા પાઠશાળામાં ભણવા મોકલ્યા. તેમના મોટાભાઈ છોટાલાલને ઘરમાંથી કઈ દીક્ષા લે તે રોકવા નહીં એ નિયમ હતું, પરંતુ ઘરમાં બીજા રજા આપતા નહીં. ચોમાસું આવ્યું અને મહેસાણામાં પૂજ્યપાદ શ્રી હર્ષવિજયજી દાદા તથા પૂજ્યપાદ શ્રી કપૂરવિજયજી મહારાજ ચાતુર્માસ રહ્યા હતા. તેમના સાનિધ્યમાં ચારે માસ અધ્યયન સાથે પૌષધ કર્યા અને દીક્ષા માટે મહારાજશ્રીને વિનવણી કરી. છેવટે સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા પણ દીક્ષિતની દઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના ક્ષપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક ગેખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં.
કચ્છ તરફ રાયપુર (અમદાવાદ)ના પોપટલાલને દીક્ષા આપવા જતાં ચાણસ્મામાં પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજ, ૫. શ્રી રામવિજયજી મહારાજ, પૂ. શ્રી ભુવનવિજયજી મહારાજ આદિ મળ્યા. ત્યાં પૂ. શ્રી રામવિજયજી મહારાજનું પ્રવચન પહેલીવાર સાંભળ્યું. પણ પૂજ્યશ્રી કહેતા કે, “છ માસ એ પ્રવચનના તમરાં મારા કાનમાં ગુંજતાં રહ્યાં.” ચાણસ્માથી કરછ તરફ વિહાર કરતાં પાટડી અને બજાણાની વચ્ચે પિપટલાલની દીક્ષા કરી મુશ્રી પાર્શ્વવિજયજી નામ આપી, પૂ. શ્રી હર્ષવિજયજી દાદાના શિષ્ય પૂ. પં. શ્રી પુષ્પવિજયજી મહારાજના શિષ્ય કર્યા. કચ્છમાં ત્રણ માસા કર્યા. સં. ૧૯૮૩નું ચોમાસું જામનગર હરજી જૈનશાળામાં કર્યું, જ્યાં પૂ. પં. શ્રી પુષ્પવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા. તેઓશ્રી વિદ્વાન હતા, સંસારપણે જ્ઞાતિએ પાટીદાર હતા, અને પૂ. સાગરજી મહારાજની આગમવાચનામાં લાભ લીધો હતો. સં. ૧૯૮૪માં પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને પ્રથમવાર વ્યાખ્યાન વાંચવાનું થયું ત્યારે સાણંદના ચોમાસામાં વંદિત્તાસૂત્રની અર્થદીપિકા ટીકા વ્યાખ્યાનમાં વાંચી. સં. ૧૯૮૫માં પૂજ્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ સાથે ચાતુર્માસ કરવા જામનગર તરફ પધાર્યા. ધુંવાવમાં તેઓશ્રીને પરિચિત ખંભાતના ૫૦ વર્ષની ઉંમરના શ્રાવક નેમચંદભાઈને દીક્ષા આપી અને મુનિશ્રી નેમવિજયજી નામ રાખ્યું.
દરમિયાન પૂજ્યશ્રી અભ્યાસમાં આગળ વધતા રહ્યા. તેમાં સુધારકનાં લખાણ સામે તેમણે “વીરશાસન'માં સિદ્ધાંતરક્ષાના લેખ લખ્યા અને જૈનસંઘમાં ખૂબ જાણીતા થયા. ઉપરાંત, પૂજ્યશ્રીમાં પૂજા ભણાવવાની અને બાલજીને ધર્મમાં જોડવાની કળા સુંદર હતી. જેથી અનેક શહેરમાં કે ગામડાંઓમાં, જ્યાં જ્યાં તેઓશ્રીની સ્થિરતા હેય ત્યાં જિનભક્તિને જુવાળ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org