________________
૨૨૦
શાસનપ્રભાવક
સુદ ૧૦ના શુભ દિને મહેસાણા પાસેના લીંચ ગામે, ૧૭ વર્ષની ભરયુવાન વયે, શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી પોતાના પૂ. ગુરુદેવશ્રી પાસે સાધુધર્મને લગતાં આવશ્યકાદિ સૂત્રો, પ્રકરણ ગ્રંથ અને ઠેઠ કમ્મપયડી સુધીને અભ્યાસ કરી લીધું અને જૈન સાધુ માટે પાયાના ગણતા તત્ત્વજ્ઞાનના પંડિત બની ગયા. પ્રકરણગ્રંથોના અભ્યાસકાળમાં જ સર્વ શાસ્ત્રના વાચન માટે ચાવી રૂપ ગણુતા વ્યાકરણ, ભાષા, શબ્દકોશને અને સંસ્કૃત કાવ્યું, જેનસિદ્ધાંતેના વાચન માટે અનિવાર્ય એવા તક, ન્યાય આદિ વિદ્યાઓને પણ ગહન અભ્યાસ કરી લીધું. વળી, પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ શીખી લીધું. શાસ્ત્રાધ્યયનની ગ્યતા પ્રાપ્ત કરવા પૂજ્યશ્રીએ ગોઠહનની એક રહસ્યપૂર્ણ અને આશીર્વાદ રૂપ ગણાતી તપશ્ચર્યા સાથેની કઠોર ક્રિયા-સાધના કરી આગમગ્રંથ ભણવાને અધિકાર પ્રાપ્ત કરી લીધું. જેનધર્મના મહાન ગીતાર્થ પૂ. હરિભદ્રસૂરિજી મહારાજ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ અને “જ્ઞાનસાર ' આદિના રચયિતા મહામહોપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજના ગ્રંથો પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા. આ ઉપરાંત, અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ વિધિવિધાનો અનુષ્કાને લગતા ગ્રંથ, ગોદહનને લગતા ગ્રંથ, જૈનધર્મની વિવિધ શાખા-પ્રશાખાઓની માહિતી ધરાવતા ગ્રંથનું પણ ચીવટથી અધ્યયન કર્યું. પ્રતિષ્ઠાવિધિ માટે તે અનેક પ્રાચીન પ્રત ભેગી કરીને શુદ્ધ વિધિ માટે માહિતી એકત્રિત કરી. ત્યાર પછી, પૂજ્યશ્રીએ દશવૈકાલિક આગમના અધ્યયનને આરંભ કરી, આગમના અંગ રૂપ ૧૧ અંગે અને ઉપાંગો, તેનાં ટીકાદિ અંગે સાથે ગંભીરતાથી પૂ. ગુરુદેવશ્રી પાસે અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીની જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હતી, દષ્ટિ વિશાળ અને ઉદાર હતી તથા સ્મરણશકિત ગજબની હતી. પરિણામે, તેઓશ્રી શાસ્ત્રચર્ચામાં કે વ્યાખ્યામાં જૈનેતર ગ્રંથમાંથી પણ પુષ્કળ પ્રમાણે આપતા. કારણ કે જેનેતર ગ્રંથનું પણ તેઓશ્રીને અગાધ જ્ઞાન હતું. પૂજ્યશ્રીએ ભગવદ્દગીતા, ઉપનિષદો, ભાગવત, વેદ, બાઈબલ, કુરાન, બૌદ્ધગ્રંથ, પિટક, અવસ્થા આદિ ધર્મગ્રંથ અને ગુરુ નાનક, કબીર આદિ કવિઓની ભક્તિકવિતાનું ઊંડું અધ્યયન કર્યું હતું. વિવિધ સામયિકે તે નિયમિત વાંચતા જ હોય. છેલ્લે વૃદ્ધાવસ્થાને લીધે આંખની તકલીફ હતી ત્યારે આઈ-ગ્લાસ રાખીને પણ નિયમિત વાંચતા. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનો ગ્રંથ “જ્ઞાનસાર ' તેઓશ્રીને અત્યંત પ્રિય હતે. આ ગ્રંથનું પ્રમાણ સાડા ત્રણ કલેકે છે, જે પૂજ્યશ્રીને કંઠસ્થ હતા. જેનગીતા જેવી મનાતી આ કૃતિને તેઓશ્રી આદર્શ જીવનદર્શક માનતા. એવી જ રીતે, વેતામ્બર મૂર્તિપૂજક માન્ય ૪૫ આગમો પૈકી શ્રી નંદીસૂત્ર વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ આગમ પણ તેઓશ્રીએ કંઠસ્થ કર્યું હતું. સવારે તેને પાઠ કરીને પછી પાણી વાપરતા. આ ટેક આજીવન પાળે હતે. ઉત્તરાધ્યયન સૂત્રનું પણ સતત અધ્યયન કરતા. દિવાળીમાં અચૂક પાઠ કરી જતા. ધર્મગ્રંથના અધ્યયન પર વિશેષ પ્રીતિ હોવાથી વડોદરા, ધ્રાંગધ્રા, પાલીતાણા આદિના જ્ઞાનભંડારે વ્યવસ્થિત કરવામાં પૂજ્યશ્રીએ ખૂબ જ રસ લીધો હતે.
પૂજ્યશ્રીને સં. ૧૯૭૯માં સુરત મુકામે ગણિ-પંન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું. સં. ૧૯૮૫માં વડોદરા મુકામે સાત હાથીને ભવ્ય વરઘોડા સાથે મહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org