________________
શ્રમણભગવ તા-૨
શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ સાણ ંદ મુકામે પૂ. પ્રશાંતમૂતિ આચાય દેવ શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં આવી અને મુનિ શ્રી પદ્મસાગરજી નામે ઘાષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીના સયમપર્યાય સાળે કળાએ શેાલી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રથાનો જ નહીં પરંતુ ન્યાય, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર, કાવ્ય આદિ વિષયાના અગાધ અભ્યાસ કરી લીધે, આગમગ્રંથાનું ઊંડું પિરશીલન કર્યુ.
મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખા, આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખા જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ ગચ્છસમ્પ્રદાયની સીમાએમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય અને સંપ્રદાયનાં ખધના પૂજ્યવરને બાંધી શકતા નથી. પૂજ્યશ્રી પેાતાનાં પ્રવચનામાં ઘણી વાર કહે છે કે, “ હુ. બધાંના છું, બધાં મારાં છે. હું મુસ્લિમાના પીર, હિન્દુઓના સંન્યાસી, ઈસાઈ એના પાદરી, શીખાને ગુરુ અને નેના આચાર્ય છું: ” આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રદેશેામાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક પ્રદેશનાં ગ્રામ-નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીતિ પ્રાપ્ત થયાં છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી હજારો આંખા, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા આતુર હજારો કાન, પૂજ્યશ્રીનાં ચરણા પાછળ ચાલવા માટે તત્પર હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લેાકપ્રિયતાના પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને વામ ટપકતાં લલિતમધુર પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની લાકપ્રિયતાનાં પ્રમાણા છે. પૂજ્યશ્રીએ ઘણા ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનું અન્નેડ કીર્તિમાન સ્થાપિત કર્યુ છે તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે લખવાયેાગ્ય છે. તેએશ્રીની શાસનપ્રભાવના વર્તમાન જૈન ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્વાધ્યાય છે, જે યુગા સુધી શતસહસ્ર ધર્માંપિપાસુઓનું પ્રેરણાસ્થાન રહેશે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીસ્થાન જેવું ભવ્ય અને ગ્રંથભડારામાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કાખા ગામે નિર્માણ થયુ છે. પૂજ્યશ્રીનુ વ્યક્તિત્વ અને કૃતિત્વ અજોડ છે. વળી, તેમાં પૂજ્યશ્રી રાજકીય અને જાહેર ક્ષેત્રે પણ સારો સપ` ધરાવે છે. પૂર્વાચાયે એ પણ રાજકીય સ ́પ દ્વારા સારી પ્રભાવના કરી હતી તેનું સ્મરણ થાય તેવાં ધાર્મિ ક કાર્યો આજે પૂજ્યશ્રી સુસ પન્ન કરાવે છે. આવા મહાન શાસનપ્રભાવક આચાર્ય દેવ જિનશાસનની જયપતાકા વધારે ને વધારે વિશાળ પાયે લહેરાવે અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સ્વસ્થ દીર્ઘાયુ બન્ને એવી અભ્યર્થના સાથે શતશઃ વંદના !
૧૪૩
પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : ૧. પૂ. પંન્યાસશ્રી ધરણેન્દ્રસાગરજી મહારાજ, ૨. ગણિવર્ય શ્રી વ માનસાગરજી મહારાજ, ૩. મુનિશ્રી અમૃતસાગરજી મહારાજ, ૪. મુનિશ્રી અરુણાદયસાગરજી મહારાજ, પૂ. મુનિશ્રી વિનયસાગરજી મહારાજ, ૬. મુનિશ્રી દેવેન્દ્રસાગરજી મહારાજ, ૭. મુનિશ્રી નિલસાગરજી મહારાજ, ૮. મુનિશ્રી નિર્વાણસાગરજી મહારાજ, ૯. મુનિશ્રી વિવેકસાગરજી મહારાજ, ૧૦. મુનિશ્રી અજયસાગરજી મહારાજ,
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org