________________
શ્રમણભગવંતે-૨
૬૮૩
કરી સમજાવવામાં સમર્થ અને ભાવિકેને જિનશાસનરસિક બનાવવામાં સતત પ્રયત્નશીલ છે. જેનેતર એવા વિરમગામ પાસેના ટ્રેટ ગામના વાઘેલા ગરાસિયા લાલુભા મફાજીને કંદમૂળ, રાત્રિભેજન, પ્રતિદિન ૧૦૦ બીડીનું વ્યસન હતું. પૂજ્યશ્રીના પરિચયમાં આવતાં તે સદંતર બંધ થઈ ગયું. રોજ ચઉવિહાર, નવકારસી તથા સામાયિક, દર અગિયારસે ઉપવાસ, નવકારની માળા, વરસીતપ કર્યા અને દર વર્ષે પૂજ્યશ્રી જ્યાં હોય ત્યાં પર્યુષણમાં આઠ દિવસ પૌષધ કરવા જાય છે. કુટુંબને પણ ધમી બનાવ્યું છે. પોતાના નાના પુત્રને તપોવનમાં ભણાવ્યો આમ, પૂજ્યશ્રીની પ્રેરણાથી અનેક જૈનેતર પણ જૈનધર્મી બન્યા છે. એવા એ ગુણનિધિ પંન્યાસજી મહારાજ ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનકાર્યોમાં સિદ્ધિ-સફળતા પામતા રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શતશઃ વંદના !
—
પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજ
ખંભાતનિવાસી શ્રી ચીમનલાલ અંબાલાલ નવાબનાં ધર્મપત્ની શ્રી ચંપાબેનની રત્નકુક્ષીએ શ્રી ભદ્રિકભાઈ, ભારતીબેન, વિજયભાઈ દિલીપભાઈ, હેમંતભાઈ – એમ ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર ધર્મસંસ્કારથી અનુમોદનીય અને પ્રશંસનીય હતું. તેમાં શ્રી દિલીપભાઈ નો જન્મ સં. ૨૦૦૦માં થયો. તેઓ નાની ઉંમરમાં ધર્મના વિશેષ સંસ્કાર પ્રાપ્ત કરીને સં. ૨૦૧૫માં પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના અમદાવાદ પાંજરાપોળ જૈન ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમિયાન પરિચયમાં આવ્યા અને સંયમજીવનના સંસ્કારે દૃઢ થયા. પૂજ્યશ્રીનું ચાતુર્માસ સં. ૨૦૧૯માં મુંબઈ મુકામે થતાં દિલીપભાઈ ત્યાં પહોંચ્યા અને સં. ૨૦૧૯માં જ ફાગણ સુદ પાંચમના દિવસે દીક્ષા લઈ જીવનને માંગલ્યમય બનાવ્યું. પછી તો પૂ. ગુરુદેવશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની અમૃતમય શીતળ છાયામાં રહ્યું હું અંતરનું અજ્ઞાન દૂર થયું. અમૃત સરિતામાં સ્નાન કરતાં કરતાં જીવનને ધન્ય બનાવતા ચાલ્યા.
- પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આદિ ગુરુભગવંતના પરમ આશીર્વાદ અને પરમ કૃપાથી આગળ આવ્યા અને વિધિવત્ ગોહન કરી, સં. ૨૦૪૦માં ગણિપદ અને સં. ૨૦૪૨માં અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત થયા. પૂ. પંન્યાસશ્રી દાનવિજ્યજી મહારાજ હાલમાં પોતાના જ્ઞાન અને વ્યવહારકુશળતાથી જૈનશાસનની નાનીમેટો પ્રભાવના કરતા આવ્યા છે. હૃદયની વિશાળતા, ચહેરા ઉપરને સમભાવ અને માનવકલ્યાણની મંગલદષ્ટિને વિરલ સમન્વય પૂજ્યશ્રીના રોમરોમમાં વ્યાપેલે જણાય છે. તેઓશ્રીના જાજરમાન વ્યક્તિત્વમાં એક સાચા સંસ્કૃતિપુરુષનું હદયસ્પર્શી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org