________________
૨૬૪
શાસનપ્રભાવક શાળાઓ, પાઠશાળાઓ, ઉપાશ્રયે આદિની સ્થાપના કરી, પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉઘાપન, ઉપધાન તપ, છરી પાલિત સંઘ કાઢીને વિવિધ અનુષ્ઠાન દ્વારા જિનશાસનને જ્યકાર પ્રવર્તાવ્યું. તે સમયે જેસલમેરની યાત્રા કપરી ગણાતી, જ્યારે પૂજ્યશ્રીએ જેસલમેરને છરી પાલિત સંઘ કાઢયો હતે. અંતરીક્ષજી જેવા ચમત્કારિક તીર્થ પર દિગંબરેને પ્રભાવ વધ્યું હતું. ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાંતિસ્નાત્ર, અઢાર અભિષેક આદિ ઉત્સવે જાયા હતા. ખાનદેશમાં અંતરીક્ષ પાર્શ્વનાથ નજીક વિનહર પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય પૂજ્યશ્રીના આદેશ અને માર્ગદર્શનથી તૈયાર થયું. આથી પૂજ્યશ્રી વિદર્ભના વિજ્યવંત વિહારીનું બિરુદ પામ્યા. તેઓશ્રી અચ્છા કવિ અને સંગીતજ્ઞ હતા, તેની તે પ્રતીતિ “ભુવનેશ ભક્તિવહેણની ૨૬.૨૬ આવૃત્તિઓ કરાવે છે! એવી જ રીતે, “જિનેન્દ્ર-સ્તવન–ચોવીશી”, “કવિકુલકિરીટ ભાગ ૧-૨, “ભુવન ” ભાગ ૧-૨, “જિનપૂજાપ્રભાવ” આદિ ગ્રંથ તેઓશ્રી સિદ્ધહસ્ત સર્જક હવાની ચિરંજીવ યશકલગીએ છે. પૂજ્યશ્રી સં. ૨૦૧૮ના જેઠ સુદ બીજને દિને દાવણગિરિ (કર્ણાટક)માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રી વિશાળ વટવૃક્ષ સમા અસંખ્ય શિષ્ય-પ્રશિષ્ય અને લાખો ભાવિકજનેના હૈયામાં ધર્મને વાસ કરી ગયા હતા ! એવા એ પાવનકારી પરમ પુરુષને શતશઃ વંદના !
ચિતિહાસિક સંઘયાત્રાઓના પ્રેરણાદાતા, પુણ્યનામધેય, અધ્યાત્મરાન પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ
ભારતભરની ઐતિહાસિક સંઘયાત્રાઓ જેમના નેતૃત્વ નીચે સફળ થઈ તે પુણ્યપ્રભાવી, અધ્યાત્મરત્ન, જાપમગ્ન પૂ. આચાર્યશ્રી વિજયજયંતસૂરીશ્વરજી મહારાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના નાયક હતા. તેઓશ્રીની રાહબરી નીચે લગભગ ૧૫૦ સાધુ-સાધ્વીજીઓ પુણ્યદાત્રી અધ્યાત્મસાધના કરતાં હતાં. ગુજરાતના કલાક્ષેત્ર તરીકે
ખ્યાતિ પામેલા ભેઈ ગામે સં. ૧૯૫૭ના માગશર સુદ ૧૪ના શુભ દિવસે શ્રેષ્ઠીવર્ય શ્રી ફૂલચંદભાઈને ત્યાં શ્રીમતી દિવાળીબેનની કુક્ષિએ અવતાર લીધે. સંસારી નામ હતું જીવણલાલ. ગામ અને કુટુંબ હતાં ધર્મપ્રેમી. જીવણલાલ પણ ધર્મ અને સેવામાં ખૂબ રસ લેતા. એવામાં સેવાભક્તિથી અનન્ય ભાવના જાગૃત થતાં પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની સેવામાં મગ્ન રહેવા લાગ્યા. અને એમાંથી જીવનપર્યત ધર્મભક્તિ કરવાની ભાવના થતાં સાંસારિક વૈભવવિલાસને ક્ષણવારમાં ત્યાગ કરીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૭૮ના માગશર સુદ ૧૧ના શુભ દિવસે બરસદમાં દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી જયંતવિજયજી બન્યા.
આત્મસાધનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં, અનેક પદોને શોભાવતાં, સંગમનેર મુકામે (લઘુબંધુ શ્રી વિકમસૂરિજી મહારાજ સાથે જ) પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે આચાર્યપદ પામ્યા. પૂજ્યશ્રીએ દક્ષિણ ભારતમાં, બેંગલોર, મદ્રાસ, સિકંદરાબાદ વગેરે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org