________________
૪૩૮
શાસનપ્રભાક
સંયમપર્યાય પાળીને આજે લેખન-પ્રવચન દ્વારા જેનધર્મજાગૃતિ અને પ્રવૃત્તિને સુવ્યવસ્થિત કરવાની ખેવના કરી રહ્યા છે. એક સ્વતંત્ર આચારગ્રંથ રચવાનું સ્વપ્ન સેવી રહ્યા છે ત્યારે શાસનદેવ પૂજ્યશ્રીને નિરામય દીર્ધાયુ બક્ષો અને પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેકવિધ શાસનપ્રભાવનાનાં કાર્યો સફળતાપૂર્વક સંપન્ન બને એવી મંગલ કામના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં ભાવભીની વંદન!
પૂ. આ. શ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય : ૧. મુનિશ્રી કનકસુંદરવિજયજી મહારાજ, ૨. મુનિશ્રી અભયચંદ્રવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી નિર્મોહચંદ્રવિજયજી મહારાજ અને પ્રશિષ્ય : ૧. મુનિશ્રી પદ્માનંદવિજયજી મહારાજ, ૨. મુનિશ્રી હીરચંદ્રવિજયજી મહારાજ આદિ.
હાલાદેશે ધર્મ પ્રવર્તાવનાર, વર્ધમાન તપની ૧૦૦ ઓળીના આરાધક પૂ. આચાર્યશ્રી વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ સૌરાષ્ટ્રના હાલાર જિલ્લાના રાસંગપુર ગામે સં. ૧૯૯૩ના ભાદરવા વદ પાંચમને દિવસે થયે હતે. પિતાનું નામ મેઘજીભાઈ અને સ્વનામ લાલજીભાઈ હતું. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (ત્યારે મુનિવરશ્રી)ના પ્રબળ સંસર્ગથી વૈરાગ્યવાસિત બનીને લાલજીભાઈ અને એમના લઘુ બંધુ રાયશીભાઈ એ સં. ૨૦૧૦ના માગશર સુદ ૩ ને દિવસે દાદર-મુંબઈ મુકામે દીક્ષા ગ્રહણ કરી. લાલજીભાઈ મુનિ શ્રી લલિતશેખરવિજયજી નામે મુનિરાજ શ્રી હેમંતવિજયજી મહારાજના અને રાયશીભાઈ મુનિશ્રી રાજશેખરવિજયજી નામે મુનિશ્રી લલિતશેખરવિજયજી મહારાજના શિષ્ય બન્યા.
ગુરુભક્તિમાં તત્પર રહેવા સાથે જ્ઞાન-ધ્યાનમાં આગળ વધતાં મુનિશ્રી લલિતશેખરવિજયજી મહારાજ સુંદર સંયમસાધના સાધતાં સાધતાં પૂ. ગુરુદેવના વરદ હસ્તે ગણિ--પંન્યાસપદ પામ્યા. વર્ધમાન તપની ૧૦૦ ઓળીના આરાધક તેઓશ્રીની તમય જીવનચર્યા, શિષ્યસમુદાય અને શ્રીસંઘને આગળ વધારવાની વત્સલતા, ભીવંડી આદિ સ્થળે હાલારની પ્રજાને ધર્મસન્મુખ કરવાની પ્રવૃત્તિ, ઉપધાન-દીક્ષાએ આદિથી શાસનપ્રભાવના–આદિ ગુણેથી જ્યાં જ્યાં ચાતુર્માસ થયાં ત્યાં ત્યાં સુંદર આરાધના-પ્રભાવનાની મહેક ફેલાવી જનારા સંસારીસંબંધ બાંધવબેલડી અને સંયમસંબંધે ગુરુશિષ્યની જોડલીએ રાજકોટ મુકામે સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ સુદ ૧૦ને દિવસે પૂજ્ય આચાર્ય શ્રી વિજયજયંતશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ સૂરિત્રયની નિશ્રામાં આચાર્યપદે પ્રતિષ્ઠિત કરાયા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞા-આશિષપૂર્વક ઊજવાયેલા આ આચાર્યપદ-પ્રદાનના પ્રસંગથી હાલારમાં પણ અદ્ભુત શાસનપ્રભાવના સર્જાઈ. આચાર્ય પદથી અલંકૃત પૂ. શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ નામે વિખ્યાત છે. ઉભય સૂરિવરોને સંયમપર્યાય ૩૬ વર્ષને છે. શ્રી શાસનદેવની કૃપાથી દીર્ધાયુ પામીને શાસનપ્રભાવના કરવાપૂર્વક જયવંતા બની રહે એ જ અભ્યર્થના સાથે કેટ કેટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org