________________
શ્રમણભગવંતો-ર
પૂ. ઉપાધ્યાયશ્રી ચંદ્રવિજયજી મહારાજ
સંયમનિષ્ઠ મહાતપસ્વી પૂ. પંન્યાસશ્રી કાંતિવિજયજી ગણિવર્ય સં. ૨૦૧૧ ની સાલમાં ખંભાત મુકામે ચાતુર્માસ બિરાજમાન હતા. હળવદનિવાસી સુશ્રાવક દીપચંદભાઈ (બાબુભાઈ)એ પિતાના નાના પુત્ર નગીનદાસને પૂ. પંન્યાસજી પાસે અભ્યાસ માટે મૂક્યા. સ્વાધ્યાયરત અને ત્યાગ–વૈરાગ્યની મૂર્તિ સમા પૂ. પંન્યાસજી પાસે અભ્યાસ કરતાં કરતાં નગીનદાસને માત્ર જ્ઞાન જ નહિ, સાથોસાથ ઊછળતો વૈરાગ્ય પણ મળે. સર્વ વિરતિને જોરદાર રાગ મ. સંયમના મરથ અદમ્ય બની રહ્યા. તેમણે પિતાશ્રીને ખંભાત બોલાવ્યા. દક્ષા અપાવવા વિનંતી કરી, અને ચારિત્ર ન મળે ત્યાં સુધી વર્ધમાનતપ ચાલુ રાખવાને પિતાને મને રથે જણાવ્યું. પૂ. પંન્યાસજી મહારાજમાં મુમુક્ષુની યોગ્ય પરબ હતી. તેઓશ્રીએ પણ બાબુભાઈને કહ્યું કે “આ વિરાગી આત્માને સર્વવિરતિ અપાવવામાં તમે જેટલું મોડું કરશે એટલું તમને પાપ લાગશે, માટે વિલંબ કરવા જેવું નથી. બીજી વાત એ છે કે મારા શિષ્ય તરીકે એને દીક્ષા આપવાની મારી ઇચ્છા નથી. મારું કામ ભણાવવાનું હતું, જે મેં પૂરું કર્યું છે. તમારે એને જ્યાં દીક્ષા અપાવવી હોય ત્યાં લઈ જાવ અને એને જલદી અવિરતિનાં બંધનમાંથી મુક્ત કરે. બાબુભાઈ ! મારી વાતમાં તમને કંઈકે અતિશયોક્તિ લાગતી હોય તો તમે એના ત્યાગ-વૈરાગ્યાદિની ખાતરી ૫. પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા ગ્ય મહાત્મા પાસે લઈ જઈને કરી શકે છે.”
ત્યારબાદ બાબુભાઈ એ નગીનદાસને પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ પાસે મૂક્યા. તેઓશ્રીએ પણ એ જ અભિપ્રાય આપે. બાબુભાઈએ નગીનને પૂછ્યું, “તારે કેની પાસે દિક્ષા લેવી છે?” નગીને કહ્યું, “તમે જ્યાં અપાવે ત્યાં.”
બાબુભાઈએ આગ્રહપૂર્વક પૂછયું, “પૂ. પંન્યાસશ્રી કાંતિવિજ્યજી મહારાજ પાસે લેવી છે ?”
નગીને ખુલાસો કર્યો, ‘તેઓ બહુ કડક છે.” બાબુભાઈએ પૂછ્યું, “શામાં બહુ કડક છે ?' નગીને કહ્યું, “સંયમચર્યાની બાબતમાં.”
બાબુભાઈએ ખુલાસો કર્યો કે, “માટે જ મેં તેને પસંદ કર્યા છે!” ભવ્યાત્મા નગીન સંયમ અંગીકાર કરતાં પહેલાં સિદ્ધિગિરિની યાત્રાએ ગયા. તેમના કુટુંબી રમણીકભાઈ (આયંબિલ ભવનના મુનિમ)ને ત્યાં ઉતર્યા. રમણીકભાઈએ નગીનને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યા. સાધુ સમુદાયમાં બનતાં અનિરછનીય તો ઉઘાડા કર્યા. નગીને ને બધું સ્થિતપ્રજ્ઞ જેમ સાંભળી લીધું. પિતાના કહેવાથી કશી જ અસર ન થઈ એમ જાણીને અંતે રમણીકલાલે પૂછ્યું, “તમે કેની પાસે દીક્ષા લેવાના છે ?” ત્યારે નગીનભાઈએ મૌન તેડ્યું અને પિતાના પૂજનીય ગુરુદેવનું નામ દીધું. આ પુણ્યનામ સાંભળતાં જ રમણીકભાઈની વાણીએ વળાંક લીધે. તેઓશ્રી પાસે દીક્ષા લેવી હોય તે ખુશીથી લે. તેઓશ્રી મહાતપસ્વી અને નિર્મલ સંયમી મહાત્મા છે. નગીને કહ્યું કે, “સમુદાય ઉત્તમ છે, માટે જ મેં તેઓશ્રીને પસંદ કર્યા છે,” આ સર્વ પૂ. પંન્યાસજી મહારાજના ઉત્કૃષ્ટ સંયમજીવનના સર્વોત્તમ દષ્ટાંત છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org