________________
૬૫૮
શાસનપ્રભાવક
તેઓશ્રીનું બાહ્ય અને આત્યંતર વ્યક્તિત્વ અત્યંત આકર્ષક, મેહક અને પ્રેરક છે. ઘઉંવર્ણો વાન, આદમકદ કાયા, ઉન્નત લલાટ, વિશાળ વક્ષસ્થળ, મધુર સ્મિત, તેજસ્વી પ્રદીપ્ત નેત્ર, કાળા ઘેઘૂર વાળ, ભરાવદાર દાઢી આદિ પૂજ્યશ્રીના ધીરગંભીર-પ્રતાપી વ્યક્તિત્વનાં પરિચાયક છે. કઠોર વાતાવરણમાં ઊછર્યા હોવાથી પૂજ્યશ્રી સ્વાભાવિક જ પરિશ્રમી, સહિષ્ણુ અને સાહસિક છે. જ્ઞાન, વૈરાગ્ય અને સંયમનું તેજ તેઓશ્રીના ચહેરા પર તરવરે છે.
પૂજ્ય મુનિરાજ યુવાન હોવા છતાં પ્રૌઢ વિદ્વત્તા અને ઉત્કૃષ્ટ સંયમનિષ્ઠાથી શોભે છે. તેઓશ્રી સારા જ્યોતિષી છે. તેઓશ્રીમાં વસ્તૃત્વ, કવિત્વ અને લેખનનાં બીજ અંકુરિત થઈ રહ્યાં છે. એવી એ ઉત્કૃષ્ટ પ્રતિભા પૂજ્ય ગુરુદેવની જ્ઞાનતિથી વિકસિત અને પ્રફુલ્લિત થઈને આજે સમગ્ર વાતાવરણને સુરક્ષિત કરી રહી છે. જ્ઞાનના તેજથી યુક્ત “મણિપ્રભ” યથાનામગુણ જૈન શાસનને ઉદ્યોત કરવા સમર્થ છે. દક્ષાકાળથી પ્રારંભાયેલી તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, દર્શન અને આમિક અધ્યયનની સુદીર્ઘ યાત્રા પૂર્ણ કરીને સાહિત્યસર્જનની દિશામાં આગળ વધી રહી છે. પરિણામે તેઓશ્રીનાં પ્રવચને આધુનિક શૈલીમાં આધ્યાત્મિક ભાવને ગૂંથીને વહે છે અને આકર્ષક અને રોચક રૂપ ધારણ કરે છે. પૂજ્યશ્રીની કવિત્વશક્તિ પણ ઈશ્વરી દેણ લાગે છે. એ કવિત્વશક્તિથી તેઓશ્રીએ ભજને, પદો અને મુક્તકો લખ્યાં છે.
ત્રાષિદત્તા રાસ” એ કાવ્યકળાને ઉત્તમ નમૂને છે. પરિમાજિત અને ભાવપૂર્ણ ભાષાશૈલીમાં લખાયેલાં પૂજ્યશ્રીનાં લખાણે મૌલિક અને નવચેતનયુક્ત છે. વાસ્તવમાં તેઓશ્રી સુષ્ય ગુરુના સુખ્ય શિષ્ય છે. પૂજ્યશ્રીની યેગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૪માં પાદરૂ (રાજસ્થાન)માં ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્યશ્રી સંઘ-શાસનના યુગક્ષેમને સુચારુ રૂપે વહન કરી ઉત્તરોત્તર શાસનપ્રભાવના પ્રસરાવે એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના !
જેનસાહિત્યના મર્મજ્ઞ : પ્રખર વ્યાખ્યાતા પૂ. મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મહારાજ
આદમકદની વિરાટ પ્રતિમા, યુવાનેના સફળ શિલ્પી અને પ્રભુભક્તિના અઠંગ પ્રેમી એટલે મુનિરાજશ્રી દેવરત્નસાગરજી મહારાજ “કચ્છનું કાશી” ગણાતા કેડાય ગામનાં માતા ઝવેરબેન અને પિતા કલ્યાણજીભાઈના ઘરે જન્મ લઈ દાદીમા પાનબાઈને સંસ્કારે ધર્મસિંચન પામ્યા. સી. એ. સેમીસ્ટર સુધી વ્યાવહારિક અભ્યાસ સાથે સંગીત, કોમ્યુટર, પત્રકારિત્વ, ટેલિફોન ઓપરેટિંગ આદિના કોર્સ કર્યા. જયપ્રકાશજી અને વિનોબાજીના પ્રત્યક્ષ પરિચયે અનુભવ મેળવ્યું. કચ્છી સમાજના યુગદ્રષ્ટા, અચલગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના આગમાભ્યાસી પૂ. ગણિવર્ય શ્રી મહેદયસાગરજી મહારાજના હાથમાં જીવનનું સુકાન સેપી સંસારી મટી અણગાર બન્યા. માત્ર દોઢ વર્ષની ઉંમરે આંખની રોશની ગુમાવનાર અને માતાના પ્રબળ પુરુષાર્થે જીવનના આઠમા વર્ષે આંખોની રોશની પાછી મેળવનાર કુળદીપક દીપકમાંથી શાસનરત્ન સમા દેવરત્ન બન્યા.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org