________________
શ્રમણભગવંતે-૨
૧૦૧ મહારાજ સહવત સાધક જીવન વિતાવતાં વિતાવતાં અનેક નાનાં-મોટાં તીર્થોની યાત્રાઓ, પ્રતિષ્ઠા, ઉપધાન, દીક્ષાઓ, સાધર્મિક ભક્તિનો ઉપદેશ–આ સર્વ અનુષ્ઠાનાદિ કા વાત્સલ્યભાવથી કરાવીને સંયમજીવન સાર્થક કર્યું છે. સંયમજીવનની શભા રૂપ જ્ઞાનફલિત સાધનાના શણગાર રૂપ, શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનને અનુવાદ કર્યો. ૬૦ વર્ષની વયે, આંખનું નૂર ઓછું થયું હેવા છતાં, ખૂબ જ જહેમત લઈને આ ગ્રંથ બે ભાગમાં, સરળ શૈલીમાં તૈયાર કર્યો. આમ, પૂજ્યશ્રીએ તપ-સાધના અને નાને પાસના દ્વારા અનેક જીવને તિમિરમાંથી પ્રકાશમાં, ઉદ્વેગમાંથી આનંદમાં પ્રસ્થાન કરાવ્યાં છે. શાસનદેવ પૂજ્યશ્રીને સ્વાથ્યપૂર્ણ દીર્ધાયુ બક્ષે એ જ અભ્યર્થના સાથે વંદના !
(સંકલન : સાધ્વી શ્રી સ્વયં રેણુશ્રીજી તથા શ્રી અમિતયશાશ્રીજી મ)
શાસનસમ્રાટશ્રીના સમુદાયના શિરોમણિ તપસ્વી : સુવિશુદ્ધચારિત્રધર : પૂ. આચાર્યશ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજાધિરાજના પટ્ટધર સમયજ્ઞ શાંતિમૂતિ પૂ. આ. શ્રી વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રાકૃતવિશારદ પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શાસનસમ્રાટ સમુદાયના મુગટમણિ તપસ્વીરત્ન–સુવિશુદ્ધચારિત્રધર પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયકુમુદચંદ્રસૂરીશ્વરજી મહારાજને જન્મ સં. ૧૯૫૪ના માગશર વદ ૧ના દિવસે થયો હતો. પરંતુ સંયમમાગે સંચરવાને સુગ સાંપડ્યો મોટી ઉંમરે, એટલે કે સં. ૧૯૭ના માગશર સુદ બીજને મંગલ દિને. શ્રી શાસનદેવના સામ્રાજ્યમાં એક ઉગ્ર તપસ્વી રૂપે અમર થવા અવતાર લીધે હોય તેમ, પૂજ્યશ્રી ૯૨ વર્ષની વયેવૃદ્ધ અવસ્થામાં પણ એકધારી તપશ્ચર્યા કરી રહ્યા છે. આ તપ-સાધના દરમિયાન તેઓશ્રીને સં. ૨૦૧૩ ના માગશર સુદ ૧૦ને દિવસે ગણિપદ, સં. ૨૦૧૪ના અષાઢ સુદ ૧૦ને દિવસે પંન્યાસપદ, સં. ૨૦૨૪ના પોષ વદ ને દિવસે ઉપાધ્યાયપદ તથા સં. ૨૦૨૯ના માગશર સુદ ને દિવસે આચાર્યપદથી વિભૂષિત કરવામાં કરવામાં આવ્યા છે. પરંતુ પૂજ્યશ્રી તે પરમ ત્યાગી અને નિઃસ્પૃહી તપસ્વી રૂપે જ વિલસી રહ્યા છે. તેઓશ્રીનું તે પરમ લક્ષ તપશ્ચર્યા દ્વારા સ્વ–પર કલ્યાણ કરવા પ્રત્યે જ . તપશ્ચર્યા જ પૂજ્યશ્રીના જીવનને પર્યાય છે.
૯૨ વર્ષના આયુષ્યમાં, ૪૮ વર્ષના દીક્ષા પર્યાયમાં કરેલી આરાધના આશ્ચર્ય શ્રેણી ખડી કરે તેવી છે! પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૧૭ ઓળી, નમસ્કાર મહામંત્રના સતત (સંલગ્ન) અપ્રમત્તભાવે ૬૮ ઉપવાસ, પંચમંગલ મહાગ્રુતસ્કંધના પદવાર ૬૮ ઉપવાસ, સિદ્ધિતાપૂર્વક ૪૫ ઉપવાસ, ૧૯ સિદ્ધિતપ, ૨ માસક્ષમણ, ૧ શ્રેણીતપ ( ૮૪ ઉપવાસ + ૨૮ પારણું = ૧૧૨ દિવસ), ૧૨૭ નવપદજી ભગવંતની ઓળી, વર્ષીતપ-૨, ૪૮ વર્ષથી પ્રાયઃ એકાસણું, ૫૦૦ આયંબિલ સતત બે વાર, શ્રી સિદ્ધાચલ ગિરિરાજની ૧૮૦૦ ઉપર યાત્રા, શ્રી ગિરનારજીની ૧૦૮
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org