________________
શ્રમણુભગવંતો-૨
૬૩૩
કરુણાની રસધાર વહાવતા એ પૂજ્યવરનાં જેટલાં ગુણાનકીર્તન કરીએ તેટલાં ઓછાં છે. આવા મહાન આરાધક તથા પરોપકારી મુનિરાજશ્રી સં. ૨૦૪૪ના જેઠ વદ ૬ ના દિવસે હાલાર પ્રદેશમાં આરાધનાધામ-વડાલિયા સિહંણ ગામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂ. પંન્યાસજી મહારાજ પ્રત્યે અનહદ ભક્તિવાળા આ મુનિરાજે પૂ. ગુરુદેવનાં ચિંતનને વિશ્વવિખ્યાત કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી. શિવમતુ સર્વ વાત ની ભાવનાને તેઓશ્રીએ મેર પ્રસરાવી હતી. એવા સમર્થ મુનિવરને શત શત વંદના !
(સંકલનઃ મુનિશ્રી હેમપ્રભવિજ્યજી મહારાજ)
સંયમનિષ્ઠ પૂ. મુનિશ્રી અમીવિજ્યજી મહારાજ
મુખ પર સદાય વેરાનું મંદ મંદ સિમત, બોલે તે જાણે ભગવાનને કુદરતી સંકેત ન હેય ! જેને પિતાના સમજે એનું જીવન ધન્ય બની જાય, એવા આ મુનિશ્રી અમીવિજ્યજી મહારાજ ખુદ સમાધિ અવસ્થામાં જ પંડિત–મૃત્યુને વરી ગયા! તેઓશ્રીએ તા. ૧૯-૨-૭રના રેજ પાલીતાણા મુકામે આચાર્ય શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજના શુભ હસ્તે દીક્ષા લીધી. તેમની સાથે તેમનાં સંસારી ધર્મ પત્નીએ તથા પુત્રીએ પણ દીક્ષા લઈ, સાધ્વીશ્રી ક્ષમાયશાશ્રીજી અને સાધ્વી શ્રી અતુલયશાશ્રીજી નામે ધર્મમાગને સ્વીકાર કર્યો હતે. પૂજ્યશ્રીનું મૂળ વતન કલેલ પાસે રાજપુર ગામ. સંસારી જીવ હોવા છતાં સંસારનાં સર્વ સુખને તુચ્છ ગણી મોક્ષની ગતિએ પ્રયાણ કર્યું અને જૈનશાસનના ત્યાગમાગે પિતાનાં ૬ રત્ન અર્પણ કર્યા, તે સાધ્વીશ્રી ક્ષમાયશાશ્રીજી, પૂ. પંન્યાસશ્રી સિદ્ધસેનવિજયજી, પૂ. પંન્યાસશ્રી ધર્મધ્વજવિજ્યજી, મુનિશ્રી હરિણુવિજયજી, મુનિશ્રી વિદ્યાધરવિજયજી અને સાધ્વીથી અતુલયશાશ્રીજી છે.
મનમાં ગમે તેટલો ઉદ્વેગ, પરિતાપ કે નિરાશા હોય, છતાં જૈન કે જૈનેતર, કોઈપણ વ્યક્તિ મુનિશ્રી અમીવિજ્યજી મહારાજની નિશ્રામાં એક આત્મીયે સુખને અનુભવ કરતે. એમના મુખારવિંદમાંથી નીકળતા હૃદય સોંસરવા ઊતરી જાય એવા ઉપદેશથી નિરાશ થયેલાઓને જીવનમાં ન જ ઉમંગ, ન જ ઉત્સાહ, ન જ સંચાર થતો. જિંદગીથી કંટાળીને થાકી ગયેલા માટે એમને ઉપદેશ અમૃતતુલ્ય બની જ. જીવનના પથરાળ પંથે ડગ માંડતા કાળા માથાના માનવી માટે મુનિશ્રી અમવિજયજી મહારાજ પ્રેરણારૂપ બની રહેતા. નાનપણથી જ પિતે પ્રભુભક્તિમાં શ્રદ્ધા રાખતા. નિત્ય પૂજાપાઠ અને પાઠશાળાએ જતા; સાધુસંતોની સેવા કરતા; એમના જીવનમાંથી બોધપાઠ લેતા. એસ. એસ. સી.ની પરીક્ષામાં નાપાસ થતાં ઘરબાર છોડીને ચાલ્યા ગયા હતા. એ વખતે જ તેમને દીક્ષા લેવાની ભાવના જાગી હતી, પણ કુદરતી સંકેતથી તે વખતે દીક્ષાની ભાવના પૂરી ન થઈ. પિતાનાં સંસારી ફઈબા સાધ્વીશ્રી દમયંતીશ્રીજી અને સંસારી પત્રો પૂ. શ્રી સિદ્ધસેનવિજ્યજી અને પૂ. શ્રી ધર્મવ્રજવિજયજી મહારાજની દીક્ષા બાદ સંસારનાં ક્ષણિક
શ્ર, ૮૦
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org