________________
300
શાસનપ્રભાવક
બાળપણથી જ માતાએ સ`સારની અસારતાના ખ્યાલ આપી, દ્વીક્ષાના ઉજ્જવળ પંથે જવા પ્રેરણા આપી. આટલુ જાણે કે એછુ હોય તેમ, પતિદેવ ડાહ્યાભાઈની દીક્ષા—ભાવના જાણી તેમને પણ વિદાય આપી. ( સુરેન્દ્રભાઈની ચારે સંસારી બહેનેા ) પૂ. રાજેન્દ્રશ્રીજી, ચંદ્રોદયાશ્રીજી, જિનેન્દ્રશ્રીજી તથા હિતાનાશ્રીજી – ચારે સાધ્વીજીએએ ભાઈ સુરેન્દ્રને પ્રેરણા આપી. સ. ૨૦૦૦ના માઘ વદ ૧ના રોજ રાજસ્થાનના વરકાણા તીર્થાંમાં પૂ. આ. શ્રી વિજયલલિતસૂરિજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રજ્યા અગીકાર કરીને મુનિશ્રી ચતુરવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી જનકવિજયજી નામે ઘેષિત થયા. ચાર બહેનો, પિતા ( મુનિશ્રી નીતિવિજયજી ), સ`સારી ભત્રીજી ( નયનરત્નાશ્રીજી), સ`સારી ભત્રીત ( મુનિશ્રી ધ રત્નવિજયજી )—એમ એક કુટુંબમાંથી ૮-૮ દીક્ષાએ વડે જૈનધર્મના જયજયકાર પ્રત્યે ! સ. ૨૦૦૦ના વૈશાખ સુદ ૮ના રાજ પંજાબકેસરી યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ હસ્તે વડી દીક્ષા થઈ. એ રીતે તેઓશ્રી પૂ. આચાર્યશ્રીના શિષ્ય થયા.
મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ કાળધર્મ પામતાં મુનિશ્રી જનકવિજયજીએ દાદાગુરુ આચાર્ય દેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ પાસે ધર્મો, શાસ્ત્ર, ન્યાય, દર્શન, વ્યાકરણ, કાવ્ય વગેરેના અભ્યાસ કર્યાં. સં. ૨૦૦૯માં મુંબઇ-ગોડીજીના ચાતુર્માસ પ્રસંગે પૂ. દાદાગુરુની નિશ્રામાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનેા અને સૂત્રવાચન કર્યાં. તેઓશ્રીની વાણી, વિદ્વત્તા અને સમાજોત્થાનની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે સુરતમાં સ ૨૦૧૧ના ફાગણ સુદ ૩ના રાજ ગણિપદથી વિભૂષિત કર્યા. પોતાના ગુરુદેવના જીવનકાર્યને આગળ ધપાવવા પૂજ્યશ્રી સતત ૧૦ વર્ષ સુધી પંજાબ હરિયાણાનાં ૬૦૦થી વધુ ગામડાંઓમાં વિચર્યાં. ત્યાંનાં લેકને આજસ્વી વાણીમાં હિતકારી બેધ આપી દારૂ-જુગાર-માંસાહાર જેવાં વ્યસનામાંથી મુક્ત કર્યાં. પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ સાથે ગામેગામ જઈ ને પ્રેરણાદાયી પ્રવચનોથી યુવકવમાં ચેતના ભરી દીધી અને જાગૃતિના જયઘોષ સંભળાવ્યા. પુ. યુગવીર આચાર્ય દેવેશ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી અખિલ ભારતીય ધારણે મુંબઈમાં ઉજવવાનુ નક્કી થતાં સ. ૨૦૨૬માં પંજાબથી ૨૫૦૦ કિ. મી.ને ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા. જન્મશતાબ્દી ઉત્સવ પ્રસંગે મુંબઇ-વરલીના જૈનસ ઘે તૈયાર કરેલ જિનમંદિરની પ્રતિષ્ઠા આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના શુભ હસ્તે થાય એવી વરલી શ્રીસ'ધની ભાવનાને ખ્યાલમાં રાખીને, વરલીમાં તા. ૨૩-૧-૧૯૭૧થી તા. ૨-૨-૧૯૭૧ સુધી ૧૧ દિવસના મહાત્સવ યોજવામાં આવ્યેા. તે સમયે, દેરાસરની પ્રતિષ્ઠા વેળાએ પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને આચાર્ય પદવી ગ્રહણ કરવાના આગ્રહ કર્યાં પરંતુ ગ્રામેાહારનાં કાર્યો માટે હજી બીજા દસ વર્ષોં ગાળવાનેા કાર્યક્રમ હોવાથી તેઓશ્રીએ આચાય પદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો. તે જ રીતે, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા મુનિશ્રી વલ્લભદત્તવિજયજી મહારાજે પણ કોઈ પણ જાતની પદવી લેવાને નમ્રતાપૂર્વક ઇન્કાર કર્યાં. પરંતુ આવા સુયેાગ્ય મુનિવરોને કોઈપણ જાતની પદવી આપવામાં ન આવે એ વાત પૂ. આચાય`શ્રીને ખટકતી હતી. તેથી દીક્ષા—પદવીદાન
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org