________________
શ્રમણભગવંતો-૨
૫૨૯
પૂ. આચાર્યશ્રી વિજયલબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ માલવ પ્રાન્તમાં થયે. પૂર્વના પુણ્યપાર્જિત સુસંસ્કારોને લીધે બાલ્યકાળથી જ વિદ્વાન આચાર્યશ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજની નિકટ રહીને ધર્મજ્ઞાનનું અધ્યયન કર્યું. વૈરાગ્યભાવનાથી ઓતપ્રેત જીવન જેઈને પૂજ્ય આચાર્યશ્રીએ તેમને ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને મુનિશ્રી લબ્ધિવિજયજી નામે ઉઘેષિત કરી પોતાના શિષ્ય બનાવ્યા. પછી પૂ. મુનિશ્રીએ લગાતાર ગુરુસેવામાં રહીને વિહાર કરતાં વર્ષો સુધી ધર્મપ્રભાવના પ્રવર્તાવી. તેમના શાંત સ્વભાવ અને મધુર વાણુને કારણે તેઓશ્રી ખૂબ આદરણીય બન્યા. તેમની પ્રેરણાથી ગુરુભક્તોએ તેમની શુભ નિશ્રામાં અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ પછી પણ મુનિરાજથી નીડર અને નિભીક થઈને સંઘ-સમાજમાં ધાર્મિક ગતિવિધિઓનું સંચાલન કરતા રહ્યા. તેઓશ્રી પદલાલસા અને લેકેષણાથી દૂર રહેવા ઇચ્છતા હતા પણ ગુરુભકતોએ તેમને આચાર્ય પદે આરૂઢ કરવાનો સંકલ્પ કર્યો. તેમના ગુરુભાઈ મુનિશ્રી કમલવિજયજી મહારાજે પણ શ્રીસંઘની આ દઢ ભાવના જાણી આચાર્ય પદ પ્રદાન માટેનું મુહૂર્ત અને સ્થાન નક્કી કરી દીધું. તદનુસાર બકરા (રાજસ્થાન)માં સં. ૨૦૨૪માં શાનદાર આયેાજનપૂર્વક અઠ્ઠાઈ મહત્સવ સહિત તેઓશ્રીને સૂરિપદથી અલંકૃત કરીને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયેલબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામે ઘેષિત કરવામાં આવ્યા.
- આચાર્ય પદપ્રાપ્તિ બાદ તેઓશ્રીએ પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, તીર્થયાત્રાઓ, ઉપધાનતપ આદિ કરાવ્યાં. તેઓશ્રીની યશકીતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવા લાગી. તેઓશ્રીની સરળતાને કારણે સંઘમાં અનેક સ્થાને એ વૈમનસ્ય હતાં તે દૂર થયાં. તેઓશ્રીની મધુર વાણી અને સારગર્ભિત ઉપદેશના શ્રવણ માટે ગુરુભક્ત સદા લાલાયિત રહે છે. તેમના સદુપદેશથી બાકરા રોડ, બામણવાડા તીર્થ, પાલીતાણામાં શ્રી રાજ-ધન-તીર્થોદ્રસૂરિ સૌધર્મનિવાસ ધર્મશાળા વગેરેનું નિર્માણ થયું છે. હાલ વૃદ્ધાવસ્થા હોવા છતાં પણ તેઓશ્રી જૈનશાસનની સેવા માટે કટિબદ્ધ અને સદા સર્વદા કાર્યરત હોય છે. તેમની શુભ નિશ્રામાં બીજા અનેક ધર્મકાર્યો સમ્પન્ન કરાવવા અનેક ભાવિકે ઈચ્છી રહ્યા છે. એવા સૌમ્ય, શાંત અને સરળ સૂરિવર અધિકાધિક શાસનપ્રભાવના માટે નિરામય દીર્ધાયુ પામે એવી શાસનદેવને હાદિક અભ્યર્થના અને પૂજ્યશ્રીનાં પાવન ચરણોમાં લાખ લાખ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org