________________
શ્રમણભગવંતો-૨
ઉદેપુર આવ્યા, ત્યાં પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવ્યા, અને વૈરાગ્યનાં બીજ અંકુરિત થઈ ઊઠયાં ! સં. ૧૯૮૭ના મહા વદ બીજને દિવસે રાજસ્થાનના નાડેલાઈ તીર્થે મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજયજી ગણિના શિષ્ય મુનિશ્રી દેવવિજ્યજી બનીને ત્યાગના માગે ડગ માંડ્યાં.
" ગુરુનિશ્રામાં રહીને ગુરુદેવની ભક્તિ કરવા સાથે તપ-ત્યાગ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. પૂ. શાસનસમ્રાટશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવા-ભક્તિ દ્વારા તેઓશ્રીના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દરમિયાન પૂ. આ. શ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજની સેવા કરતાં કરતાં અધ્યયન શરૂ કર્યું. વ્યાકરણ, સાહિત્ય, અને આગમગ્રંથનો ઊંડો અભ્યાસ કર્યો. કુશળ કારીગરને હાથે કંડારાતા મનોરમ શિલ્પની જેમ તેઓશ્રીનું આત્મઘડતર થયું. પરિણામે, સં. ૨૦૦૭માં સુરેન્દ્રનગરમાં ગણિપદ અને અમદાવાદમાં પંન્યાસપદે સ્થાપવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૨૦માં ભાવનગરમાં પૂ. આ. શ્રી વિજયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મહામહોત્સવ પૂર્વક ઉપાધ્યાયપદ અને આચાર્ય પદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્યપદ પ્રાપ્તિ પછી તેઓશ્રીએ સૂરિમંત્રના ચાર પ્રસ્થાનની આરાધના કરી. તે પછી પૂજ્યશ્રીને પુણ્યપ્રભાવ દિનપ્રતિદિન વધતું જ રહ્યો. પરિણામે, તેઓશ્રી હસ્તે અનેક ધર્મકાર્યો થતાં રહ્યાં. સં. ૨૦૨૬માં અમદાવાદના ચાતુર્માસ દરમિયાન ચાર શાશ્વતાજી, પુંડરીકસ્વામી અને ગૌતમસ્વામી આદિ બિંબોને ભવ્ય પ્રતિષ્ઠા–મહોત્સવ ઊજવા. સં. ૨૦૨૭ના ચાતુર્માસમાં અમદાવાદમાં જ શાહ કેલેની પાંચપળ જૈન ઉપાશ્રયમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન આદિ જિનબિંબને પ્રતિષ્ઠા-મહત્સવ ઊજવાય. સં. ૨૦૨૦માં દોલતનગર-બોરીવલીના ચાતુર્માસ વખતે પૂ. શાસનસમ્રાટશ્રીને જન્મશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઊજવા. સં. ૨૦૨નું ચાતુર્માસ વિલે પાર્લેમાં થયું ત્યાર બાદ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં એક ગભારાના ત્રણ ગભારા કરીને પાલનપુર આદિથી આવેલા સંપ્રતિ મહારાજાના સમયનાં પ્રાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા પાંચ સ્વામિવાત્સલ્ય તથા શાંતિસ્નાત્ર આદિ મહત્સવપૂર્વક ઊજવાઈ. સં. ૨૦૩૧માં ભાયખલામાં શાહ જીવરાજ રાજમલજી રાઠેડ તરફથી શ્રી ઉપધાન તપની આરાધના થઈ અને પૂજ્યશ્રીની નિશ્રામાં માળારોપણ પ્રસંગે ૨૧ છોડનું ઉજમણું થયું. પૂજ્યશ્રીના શિષ્ય પૂ. પં. શ્રી હેમચંદ્રવિજયજી ગણિ (હાલ આચાર્યશ્રી)ને ઉપાધ્યાયપદ તથા મુનિરાજશ્રી નિરંજનવિજયજી મહારાજને પ્રવર્તક પદવી આપવામાં આવ્યાં. સં. ૨૦૩૧ના પાયધૂનીના ચાતુર્માસ પછી મહા માસમાં શ્રી આદીશ્વર જિનાલયને ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઊજવાય અને ફાગણ માસમાં શ્રી ગેડીજી જિનાલયનું શિલારોપણ-મુહૂર્ત પૂજ્યશ્રીની નિશ્રામાં શાનદાર રીતે થયું. સં. ૨૦૩૨ના પાલીતાણાના ચાતુર્માસ દરમિયાન શા વરદીચંદજી ભલાજી માલવાડાવાળાએ ઉપધાન તપની આરાધના ઉદારતાથી કરાવી. સં. ૨૦૩૩ના મહા સુદ ૧ના દિવસે પિતાના શિષ્ય ઉપ૦ શ્રી હેમચંદ્રવિજયજી ગણિને આચાર્યપદ-પ્રદાન–મહોત્સવ અનેક પૂ. આચાર્ય ભગવંતોની નિશ્રામાં સમ્પન્ન થયે. સં. ૨૦૩૪માં રાજસ્થાનના ડુંગરપુર શહેરમાં ચોવીશ દેરીઓમાં જિનબિંબને પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ત્યાર બાદ, સુરેન્દ્રનગર, શ્ર. ૧૨
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org