________________
૩૨૮
શાસનપ્રભાવક પૂ. ઉપાધ્યાય શ્રી પ્રીતિવિજ્યજી ગણિ, પૂ. પંન્યાસ શ્રી કલાપ્રભવિજ્યજી ગણિ, પૂ. શ્રી દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી કલહંસવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કલ્પતરુવિજયજી મહારાજ, પૂ. શ્રી કીતિચંદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી મુક્તિચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી મુનિચંદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કીતિરત્નવિજ્યજી મહારાજ, પૂ. શ્રી દિવ્યરત્નવિજયજી મહારાજ, પૂ. શ્રી તીર્થભદ્રવિજ્યજી મહારાજ, પૂ. શ્રી વિમલપ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી પરમપ્રભવિજયજી મહારાજ, પૂ. શ્રી હેમચંદ્રવિજયજી મહારાજ, પૂ. શ્રી આનંદવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્ત્વવર્ધનવિજયજી મહારાજ, પૂ. શ્રી અનંતયશવિજયજી મહારાજ, પૂ. શ્રી અમિતયશવિજયજી મહારાજ, પૂ. શ્રી કીતિ દર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી આત્મદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી તત્ત્વદર્શનવિજયજી મહારાજ, પૂ. શ્રી અજિતશેખરવિજયજી મહારાજ, પૂ. શ્રી પૂર્ણરક્ષિતવિજયજી મહારાજ, પૂ. શ્રી મહાગિરિવિજયજી મહારાજ, પૂ. શ્રી વિનયવિજ્યજી મહારાજ, પૂ. શ્રી કેવલદર્શનવિજયજી મહારાજ આદિ મુખ્ય છે. પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાએ, ઉપધાને અને ઉજમણાં થયાં છે તેમ જ છરી પાળતા નાનામેટા સંખ્યાબંધ સંઘે નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘેની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે, એ એમની જવાબદારીની સભાનતા અને મહાનતા દર્શાવે છે. નાનામોટા પ્રત્યેક જીવે માટે પ્રેમ અને કરુણા એ પૂજ્યશ્રીની સંયમસાધનાને સાર છે. તેથી જ કઈ પણ વ્યક્તિને પૂજ્યશ્રી પ્રત્યે રોષ કે દ્વેષ જાગે જ નહીં એવા એ અજાતશત્રુ છે. વિશ્વમૈત્રીની ભાવનાને
જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતા, પ્રેમ-કરુણ-વાત્સલ્યના ભંડાર સમા પ્રભાવક આચાર્યપ્રવરશ્રીનું સર્વમંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને એ માટે પૂજ્યશ્રી નિરામય દીર્ધાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના અને પૂજ્યશ્રીનાં ચરણોમાં કેટિ કેટિ વંદના !
(પ્રેષક : પૂ. મુનિ શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ )
-
tes
ક
*
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org