________________
શ્રમણભગવંતે-૨
નિત્યસૂરિમંત્ર આરોધક : સં. ૨૦૨૧ના મહા સુદ પાંચમના દિવસે આચાર્યપદારૂઢ થયા ત્યારથી સૂરિમંત્રની એકચિત્તે અખંડ આરાધના ચાલી રહી છે, જેને આંક ૧૦,૧૦,૮૮૦ (દસ લાખ દસ હજાર આઠસે એંસી) થયો છે, જે હજી ચાલુ જ છે.
સાહિત્યસાધના : સ્વાધ્યાય એ સાધુજીવનને પ્રાણ છે. એ જીવનમંત્ર જેમણે ઘડી રાખે છે એવા પૂજ્યશ્રી સંયમજીવનના પ્રવેશથી આજ દિન સુધી ૧૦૦૦ લેકને સ્વાધ્યાય સાથે મહાપ્રભાવિક નવસ્મરણ કષિમંડલાદિ મહાતેત્ર તથા તત્વાર્થાધિગમસૂત્રાદિ પ્રમોદતાથી કરી રહ્યા છે, જેને આંક વિચારીએ ૨,૧૬,૦૦,૦૦૦ (બે કરોડ સોળ લાખ) થવા જાય છે. પ્રતિદિન સાત કલાક કલમ ચાલે છે. આજ સુધીમાં ૧૦૮ ગ્રંથનું સર્જન થઈ ચૂકયું છે, અને હજી એ કાર્ય ચાલુ છે.
કુશળ કાર્યદક્ષતાઃ ૧૦૧ પ્રતિષ્ઠાના અમૃતવર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. અનેક શિષ્યપ્રશિષ્ય પરિવારસહ રાજસ્થાનની ધરાને ધર્મથી નવપલ્લવિત કરી રહ્યા છે. યુવાનોને પણ શરમાવે તેવી પૂજ્યશ્રીની કાર્યનિષ્ઠા, કાર્યદક્ષતા, કાર્યકુશળતા અને અપ્રમત્તતા છે. તેઓશ્રીની ગ્રંથરચનાશક્તિ અદ્ભુત છે. લેખન માટે પેન્સિલ સિવાય અન્ય સાધનોને ઉપગ કર્યો નથી. ક્રિયા એ જ જીવનની સ્વસ્થતા અને સાર્થકતા છે એમ માનતા પૂજ્યશ્રી ખરે જ શાસનને શણગાર છે. વંદન હજો એ ગુરુદેવને !
ગુણાનુરાગી, સરલ પરિણામ, શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયયાનંદસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યશ્રીને જન્મ કરાંચી શહેરમાં માતુશ્રી અચરતબેનની કુક્ષીએ અને પિતાશ્રી મણિલાલ કપાસીને ગૃહે સં. ૧૯૭૨ના કારતક સુદ ૭ને શુભ દિને થયે. જન્મનામ હતું
જ્યન્તીલાલ. પિતાની તબિયત સારી નહીં રહેવાથી પાંચ વર્ષ પછી કુટુંબ મૂળ વતન ચૂડા રહેવા આવ્યું. તેથી જયંતીભાઈ એ ગુજરાતી અભ્યાસ ચૂડામાં અને અંગ્રેજી અભ્યાસ લીંબડી બોડિ•ગમાં રહીને કર્યો. ત્યારબાદ પાલીતાણામાં જેન બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક અભ્યાસ કર્યો. એનાથી તેમની ધર્મવૃત્તિ વધુ ને વધુ વિકાસ પામતી ચાલી. ધર્મ પ્રત્યેની જ્ઞાનપિપાસા તીવ્ર થઈ રહી. પરિણામે એનાથી પણ વિશેષ ધર્માભ્યાસ માટે મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાડશાળામાં દાખલ થયા અને ત્યાં ધાર્મિક, સંસ્કૃત, વ્યાકરણ, ન્યાય, તર્ક, પ્રાકૃત આદિ અભ્યાસમાં ખૂબ આગળ વધ્યા. પાલીતાણા અભ્યાસ સાથે જ જપ-તપ પણ વિકસતાં જતાં હતાં. તેમણે બાર વર્ષની કુમળી વયે ઉપધાન તપ વહન ક્ય. એટલી નાની વયે આવું તપ કરનાર તેઓ એક જ હતા. આ સમયગાળામાં તેમને ન્યાયવિશારદ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયદર્શનસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને વૈરાગ્યની જ્યોત પ્રગટી ઊઠી ! સંસારની અસારતાનું સત્ય સ્વરૂપ સમજાયું અને સંયમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org