________________
શ્રમણભગવંતો
૧૩૯ પૂ. ગુરુદેવશ્રીના આશીર્વાદ પામીને “બુદ્ધિપ્રભા” અને “દુર્લભધર્મ' નામના સામયિકે આરંભ કર્યો હતો. કેટલાંક વર્ષો આ સામયિકે સરસ રીતે ચાલતાં રહ્યાં અને લોકોમાં ઉત્તમ રીતે ધર્મપ્રચારનાં કાર્યો કરતાં રહ્યાં. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત દરમિયાન પણ આ ગ્રંથ પ્રકાશનનું કાર્ય સતત ચાલતું. પૂ. ગુરુદેવશ્રીનું અપ્રગટ સાહિત્ય-કાલ્પનિક અધ્યાત્મ મહાવીર અને જેના મહાવીર ગીતાનું પ્રકાશન પણ તેઓશ્રીએ કરાવ્યું. આ વિકટ કાર્યમાં અમદાવાદના જાણીતા આગેવાન શેઠ શ્રી કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી અને કપ્રિય ગુજરાતી સાહિત્યકાર જયભિખુએ સારે સહકાર આપ્યું હતું.
પૂજ્યશ્રીના વરદ હસ્તે મુંબઈ, અમદાવાદ, કુણઘેર, વેડચા, પાલીતાણા, ભાવનગર આદિ અનેક સ્થળોએ અંજનશલાકા–પ્રતિષ્ઠા, દીક્ષા, ઉપધાન આદિના ઉત્સવ ઊજવાયા. અમદાવાદ નજીક ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે બુદ્ધિનગરમાં બંધાઈ રહેલું જેન ગુરુકુળ પણ તેઓશ્રીની શાસનપ્રભાવનાનું એક જ્વલંત પ્રતીક છે. તેઓશ્રી વર્ષોવર્ષ અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય કરાવતા રહ્યા છે. ઉપકારવશ વિદ્યાથીઓને ભાવવિભોર થઈને કહેતા રહે છે કે, તમે પણ જીવનમાં બીજાને ઉપકારી થજે. તપાગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજ્યનંદનસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી પામેલા પૂ. આ. શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મહારાજ વર્તમાનમાં શાસનસેવા, ગુરુભક્તિ અને સાહિત્યસેવામાં રચ્યાપચ્યા રહે છે. છેલ્લાં કેટલાયે વર્ષોથી પૂજ્યશ્રી ઉગ્ર તપસ્યા પણ કરે છે. અસ્વસ્થ તબિયતમાં પણ તપશ્ચર્યાને કમ અવિરત ચાલુ હોય છે. શાંત અને સૌમ્ય મુખમુદ્રાથી માંગલિક સંભળાવતા હોય ત્યારે સૌને એક ઉત્તમ મુનિવરનો આદર્શ જોવા મળે. એક ચારિત્રપૂત અને કલ્યાણકારી મૂતિ અનેકને પ્રેરણારૂપ બની રહે એવા સમર્થ આચાર્યદેવના વરદ હસ્તે અવિરત શાસનપ્રભાવના થતી રહો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીને શતશઃ વંદના !
જિનશાસનના યમ-નિયમ અને ઉદ્યોત માટે સતત જાગૃત અને પ્રવૃત્ત
પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજ
પૂ. આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજને જન્મ વલસાડ જિલ્લાના ફણસા ગામે થયે. સંસારી અવસ્થામાં તેમને સાગરસૂરીશ્વરજી મહારાજને સમાગમ થયે અને જીવનદિશા બદલાઈ ગઈ. સંસારની માયા–મમતા–મેહ છૂટી ગયાં અને તપ-ત્યાગ–વૈરાગ્યના માર્ગે જવા તત્પર બન્યા. તેમની આ ભાવના અને વિનંતીથી પૂ. આચાર્યદેવ ફણસા પધાર્યા. સં. ૨૦૦૫ના વૈશાખ સુદ ૬ને દિવસે તેઓશ્રીને ભાગવતી દીક્ષા આપી મુનિ શ્રી કલ્યાણસાગરજી નામે ઘેષિત કર્યા.
દીક્ષા અંગીકાર કર્યા પછી, પિતાના શ્રદ્ધેય ગુરુદેવ પાસે આગમ અને અન્ય જૈનશાને ઊંડો અભ્યાસ કર્યો. વ્યાકરણ અને જ્યોતિષના વિષયમાં પ્રભુત્વ મેળવ્યું. પૂ.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org