________________
શ્રમણભગવંતો-૨
૪૦૩ કરવા ગયા. ત્યાં ઉપમિતિ ગ્રંથની વાચના ચાલતી હતી. ગુરુપાદપ્પાને સંસ્કૃત ભાષા આવડતી હતી, એટલે ઉપમિતિમાં નિરૂપિત સંસારનું સ્વરૂપ તેના હૈયાને હચમચાવી ગયું. તેણે તરત જ મને મન નિરધાર કર્યો કે, “આખી જિંદગી આ મહાપુરુષોનાં ચરણોમાં જ સમર્પિત કરવી જોઈએ.’ આ નિર્ણય પહેલાં તેઓ કઈ દિવસ દેરાસર ગયા ન હતા, નવકારમંત્રની ખબર ન હતી, જૈન ધર્મ વિષે કાંઈ જ જ્ઞાન ન હતું, છતાં તેમણે જૈન સાધુ બનવાને નિરધાર કર્યો. અને સં. ૧૯૯૮ના મહા સુદ ને દિવસે મુંબઈ-સાંતાક્રુઝમાં ૧૮ વર્ષની ભરયુવાન વયે, પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના આદેશથી દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી ગુણાનંદવિજયજી બન્યા.
બુદ્ધિની તીવ્રતા અને જ્ઞાનની પિપાસ તે નાનપણથી જ હતી. પરિણામે, અજિતશાંતિ જેવાં કઠિન સૂત્ર પણ એક જ દિવસમાં પૂર્ણ કરી શક્યા. અમદાવાદમાં કાશી યુનિવર્સિટીના ગોડ મેડલિસ્ટ પંડિતજી કાંતિલાલજી પાસે પાણિનીનું વ્યાકરણ ભણ્યા, પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે કમ સાહિત્ય અને પૂ. મુનિ શ્રી ભાનુવિજયજી ( હાલમાં આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ પાસે આગમ અને ન્યાય આદિનું અલ્પ કાળમાં જ અધ્યયન કરી લીધું. પાણીના પ્રવાહની જેમ કાળ ગતિશીલ છે, પરંતુ મુનિવરેની ગુણગ્રહણ કરવાની શક્તિ કાળથી પણ ગતિશીલ હોય છે. પૂજ્યશ્રી દિનભર સ્વાધ્યાયરત રહીને અન્ય માટે એક આદર્શ રૂપ બની રહ્યા. એ જ જ્ઞાનપિપાસાથી તેઓશ્રીએ પાણિની-વ્યાકરણ, મધ્યમ કૌમુદી, ન્યાયદર્શન આદિને તલસ્પર્શી અભ્યાસ કર્યો. અભ્યાસ માટેની લગન એવી કે એમની ચેતનામાં સ્વપ્નમાં પણ સંસ્કૃત પાણિની વ્યાકરણના ૩-૪ હજાર કલાક જેટલું પારાયણ થઈ જતું ! અધ્યયનમાં અદ્ભુત પ્રભુત્વને લીધે પૂજ્યશ્રી અધ્યાપનમાં પણ કુશળ વ્યાખ્યાતા બની રહ્યા. પૂ. ગુરુદેવશ્રી તેઓશ્રી પાસે અન્ય મુનિવરેને અભ્યાસાર્થે મૂકતા. ઉપમિતિ ભવપ્રપંચ કથા–ોગશાસ્ત્ર આદિ પર તેઓશ્રીનું અભૂતપૂર્વ પ્રભુત્વ હતું. અનેક સાધુ-શ્રાવકને પૂજ્યશ્રીએ આ અંગેનું હૃદયસ્પર્શી જ્ઞાન આપ્યું છે. અનેક મુનિવરને “વિશેષાવશ્યક ભાષ્ય” જેવા ક્લિષ્ટ ગ્રંથનું ખૂબ સરળ શૈલીમાં અધ્યાપન કર્યું છે. પરિણામે, સમુદાયમાં પૂજ્યશ્રી કુશળ અધ્યાપક તરીકે વિખ્યાત થયા હતા. એટલું જ નહિ, પૂ. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ પૂ. શ્રી રત્નસુંદરવિજયજી મહારાજ, પૂ. શ્રી હેમરત્નવિજયજી મહારાજ આદિ મુનિવરોને પ્રખર વક્તા તૈયાર કરવામાં પણ તેઓશ્રીને અગત્યને ફાળે હતે.
પિતાની અસ્વસ્થ તબિયતમાં પણ ગુજ્ઞાથી ભગવતીસૂત્રના ગદ્વહન કર્યા અને ગણિપદ, ત્યાર બાદ પંન્યાસપદ પ્રાપ્ત કર્યું. અને સં. ૨૦૩૮ના મહા વદ ને દિવસે ખંભાતમાં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદે આરૂઢ થયા. અને પૂ. આચાર્યશ્રી વિજયગુણાનંદસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રખ્યાત થયા. પૂજ્યશ્રીએ અમદાવાદ, મુંબઈ ધૂલિયા, પૂના, દેહૂરેડ, માલેગાંવ, યેવલા, ભદ્રાવતી, બેંગલેર આદિ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકના અનેક ગ્રામ-નગરમાં વિહાર કરીને અનેકવિધ શાસનપ્રભાવના કરી. સં. ૨૦૪૫માં વૈશાખ માસમાં બેંગલેરથી મદ્રાસની વિહારયાત્રામાં હાઈ વે પર અકસ્માતમાં સમાધિને જીવંત રાખી પૂજ્યશ્રી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org