________________
૨૮૦
શાસનપ્રભાવક
બાળકેમાં અતિપ્રિય છે. બાળકોને શિક્ષણ આપવામાં સૌથી વધુ કાળજી રાખવી જોઈએ એવું માનનારા છે. તેઓશ્રી કહે છે કે, મહાત્મા ઈસુ ખ્રિસ્તે કહ્યું છે તે સાચું છે કે, “દેવલેક ભવ્ય છે, સુંદર છે, મહાન છે, પણ અફસોસ! તેનું દ્વાર એટલું નાનું છે કે તેમાં પ્રવેશ કરવા માટે બાળક બનવું પડે છે ! ” બાળકને દેવ સમાન માનતા સૂરિવર બાળક માટેના શિક્ષણની સતત ચિંતા સેવતા હોય છે. એવી જ બીજી લાક્ષણિકતા પૂજ્યશ્રીને સંગીતપ્રેમ છે. પ્રતિક્રમણમાં સ્તવન-સમ્બા ગાતાં ગાતાં તલ્લીન બની જતા હોય છે. તેઓશ્રીનાં આવાં ગીત-સંગીતથી આરાધકેમાં ભક્તિભાવનું મોજું ફરી વળે છે! પૂજ્યશ્રીને સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને શ્રાવસ્તિ તીર્થમાં પૂ. ગુરુદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદવી આપવામાં આવી. આજે પણ પૂ. આચાર્ય શ્રી વિજયઅરુણપ્રભસૂરીશ્વરજી મહારાજ અપ્રમત્તભાવે શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં વ્યસ્ત હોય છે. એ કાર્યો કરવા માટે શાસનદેવ તેઓશ્રીને દીર્ધાયુષ્ય બક્ષે એવી પ્રાર્થના સહ પૂજ્યશ્રીના ચરણે શતશઃ વંદના !
વિશ્વવિક્રમી આરાધક, ઉગ્રવિહારી તપસ્વી, “મરાઠાવાડા ઉદ્ધારક” • પૂ. આચાર્યશ્રી વિજયવારિષણસૂરીશ્વરજી મહારાજ
છાણીનું અપરનામ સંયમનગરી રાખવું પડે એટલી દીક્ષાઓ આ નગરીમાં થઈ છે. પૂજ્યશ્રી પણ એ ભૂમિનું સંતાન છે. શ્રી શાંતિનાથ પ્રભુની શીતળ છાયામાં ધર્મપ્રિય સેમચંદભાઈ ગિરધરભાઈના ગૃહે માતા કમળાબહેનની કુક્ષિએ છ પુત્રને જન્મ લીધા હતા. પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજાદિના પાવન પગલે નગરનાં ૮૦ ઘરમાંથી ૧૨૫ ભાગ્યવંતે પ્રત્રજ્યાના પુનિત પંથે પ્રયાણ કરી ગયા હતા. એવા વાતાવરણમાં ઊછરતાં કમળાબહેન અને સેમચંદભાઈનાં આ સંતાનમાં ત્રીજા નંબરના મહેશભાઈ ચોથા નંબરના કિરીટભાઈ પાંચમા નંબરના મુકુન્દભાઈ અને છઠ્ઠા નંબરના તેજપાલભાઈ વૈરાગ્યના રંગે રંગાયા. ચારે પુત્રોને ઘરઆંગણે મહામહોત્સવ પૂર્વક દીક્ષા ગ્રહણ કરાવનાર માતાપિતા ખરેખર ધન્યવાદના અધિકારી છે! સં. ૨૦૧૪ના માગશર સુદ પૂર્ણિમાને દિવસે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષામહોત્સવ થયે. પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરિજી મહારાજના શિષ્ય તરીકે ચારે ભાઈઓ મુનિશ્રી વિજયસેનવિજયજી શ્રી વાસેનવિજયજી, શ્રી વલ્લભસેનવિજયજી અને શ્રી વારિ ઘેણુવિજયજી નામે જાહેર થયા.
દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી વારિ વિજયજી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં શાસ્ત્રાધ્યયન અને તપ-આરાધનામાં ખૂબ જ આગળ વધ્યા. તેઓશ્રીને સં. ૨૦૩૭ના મહા સુદ ૧૪ને દિવસે મદ્રાસમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજના હસ્તે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ના મંગલ દિને શ્રાવસ્તિનગરમાં શ્રી સંભવનાથ જિનાલય અંજનશલાકા મહોત્સવ પ્રસંગે કર્ણાટક કેસરી’ પૂ. આ. શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સૂરિપદથી શોભાવવામાં આવ્યા. એક જ વર્ષમાં પંચપ્રસ્થાનની આરાધના
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org