________________
શ્રમણભગવત-૨
૧૬૩ આગમોદ્ધારક ગ્રંથમાળા'ના પ્રયોજક અનેક શિલાલેખો
પ્રતિમાલેખોના સંગ્રાહક, અને સમર્થ જ્ઞાની-તપસ્વી પૂ. આચાર્યશ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજ
સૈકાઓથી ભારતભૂમિ ધર્માચાર્યોના ઉપદેશથી ગાજતી રહી છે એ આપણું પરમ સૌભાગ્ય છે. માનવજીવનમાં, અનેક સંસ્કૃતિવિષયમાં, જેવા કે ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્ય, સાહિત્ય, વ્યાકરણ આદિમાં જૈનાચાર્યોનું જે બહુમૂલ્ય પ્રદાન સમયે સમયે ઈતિહાસના પૃષ્ઠ પર સુવર્ણાક્ષરે અંક્તિ થયેલું છે તેમાં આગમ દ્ધારક સમુદાયના એક વર્તમાન આચાર્ય ભગવંત વાત્સલ્યમૂર્તિ શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના કઠિન પરિશ્રમની પણ સેંધ લીધા વિના ચાલે તેમ નથી. જેમના અનુપમ વ્યક્તિત્વથી અનેક જૈન-જૈનેતરે પૂજ્યશ્રીના પૂજક અને ભક્ત બન્યા એવા આચાર્યશ્રીને જન્મ ગુજરાતની ધર્મનગરી ગણાતી કપડવંજની પવિત્ર ભૂમિમાં ત્યાંના શ્રીવશાનીમા જ્ઞાતિના ખૂબ જાણીતા પરીખ કુટુંબમાં ઈ.સ. ૧૯૧૨માં થયે હતે. સંસારી નામ કાંતિભાઈ. નામ જેવી જ સદ્ગુણોથી શોભતી ધમરેખાઓ લલાટે અંકિત થયેલી હતી. માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ સોમચંદભાઈ માણેક અને તેમની શાંતશીતલ પ્રભા-કાંતિથી કાંતિભાઈનું વ્યક્તિત્વ-ઘડતર થયું હતું. ધર્મપ્રેમી માતાપિતાએ તેમને અધિક વાત્સલ્યભાવે ધર્મસંસ્કાર આપ્યા. શ્રમણુધર્મના ઉચ્ચતમ સંસ્કારો અને આગવી કેડાસૂઝને કારણે જોતજોતામાં શ્રી કાંતિભાઈએ આંતરિક પવિત્રતાનો વિલક્ષણ વિકાસ સાધ્યો. સમય જતાં શ્રી જિનશાસનના પ્રભાવે અનેક મહાપુરુષને સુયોગ સાંપડ્યો. મન પૂર્ણપણે સંયમમાગે વિચરવા તત્પર બન્યું. સં. ૧૯૮૭માં તેઓશ્રીએ પૂ. આ. શ્રી લક્ષ્મણસૂરિજી મહારાજની નિશ્રામાં કપડવંજ મુકામે પ્રત્રજ્યા અંગીકાર કરી, સંયમ સાધનાને કઠિન માર્ગ અપનાવ્યો. સં. ૧૯૮૭ના અષાઢ સુદ ૧૪ના દિને છાણી મુકામે વડી દીક્ષા થઈ. સં. ૨૦૨૧ના માગશર સુદ બીજને રવિવારે રાજગઢમાં પૂ. આ. શ્રી માણિયસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે ગણિપદવી અને સં. ૨૦૨૯ના મહા સુદ ને મંગળવારે પંન્યાસપદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. સં. ૨૦૩૬ અષાઢ સુદ ૭ને ગુરુવારે અમદાવાદમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદથી અલંકૃત થયા.
પૂ. આ. શ્રી કંચનસાગરસૂરિજી મહારાજ સાચા અર્થમાં શાસનવીર બન્યા, તે સમયે કપડવંજ નગરે ધન્યતા અનુભવી. પૂજ્યશ્રી કર્મચગી છે. તેઓશ્રીમાં ઉદારતાનાં, વિનમ્રતાનાં અને કરુણાનાં દર્શન સર્વને થાય છે. પાલીતાણા અને સુરતનાં આગમમંદિરેમાં ખૂબ જ ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપતા રહે છે. જૈન ધર્મ અને જૈન તીર્થો વિશેની તેઓશ્રીની ઊંડી સૂઝને પરિચય થતું રહે છે. “શ્રી શત્રુંજય ગિરિરાજદશન” અને “શ્રી આગમ દ્વારક ગ્રંથમાળા'માં પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા અને અમાપ જ્ઞાનરાશિને પરિચય થાય છે. તેઓશ્રીનાં પ્રત્યેક પ્રકાશમાં વિષયની સૂઝ, અદ્યતન સામગ્રીને સમાવેશ કરવાને ઉદાર દૃષ્ટિકોણ, ભાવવાહી અને રસપ્રદ શૈલી, ઐતિહાસિક અને સંશોધક દષ્ટિ આદિ ગુણલક્ષણોની છે. રસેશભાઈ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org