Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 721
________________ શ્રમણભગવત-૨ ૭૧૯ દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની શુભ નિશ્રામાં રહીને મનેગપૂર્વક અધ્યયન શરૂ કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિન્દી અને પ્રાન્તીય ભાષાઓનું સુંદર અધ્યયન કર્યું. પૂ. ગુરુદેવની નિકટ રહીને તેઓશ્રીએ અલ્પ સમયમાં આગમનું મનોમંથન કર્યું. વિધિવિધાન કરવામાં સુદક્ષ બની ગયા. ઉપધાન મહેન્સવ, ઉદ્યાપન તત્સવ, તીર્થ માલાસંઘ, દીક્ષેત્સવ. પ્રતિષ્ઠા મહોત્સવ ઈત્યાદિ જિનશાસનનાં પ્રભાવક કાર્યો કરવામાં મુનિશ્રી દક્ષ બની ગયા. પૂ. ગુરુદેવના સાંનિધ્યમાં છાયાની જેમ રહીને, ગુરુસેવા કરીને, આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેઓશ્રીને બાળપણથી કાવ્યસર્જન કરવાની શક્તિ વરેલી હતી. તેથી તેઓશ્રીએ અનેક ગ્રંથનું સર્જન અને સંપાદન કર્યું છે. “ભક્તિસુમન”, “ગીતગંગા”, “ચમત્કારને નમસ્કાર”, “સુખને - રાજમાર્ગ', “ભાગ્યચક', “નિજ આતમરગે ચલે”, “જિનેન્દ્રસુમન”, “શંખેશ્વર-રાજેન્દ્રકૃપા', “દેવેન્દ્ર શ્રદ્ધાંજલિ અંક”, “નવલ સતસઈ', “સ્વયં તૂ હૈ તારણહાર”, “સફળ કરે અવતાર વગેરે ગ્રંથ તેઓશ્રીએ રચીને પ્રકાશિત કર્યા છે. આ ગ્રંથો ઘણા લેકપ્રિય થયા છે. પૂજ્યશ્રીએ રાજસ્થાનમાં વિચરીને ઘણી શાસનપ્રભાવના કરી છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર શાસને દ્યોત કાર્યોમાં પ્રવૃત્ત રહી સિદ્ધિવંત થાઓ એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીને શત શત વંદના ! પૂ. મુનિરાજશ્રી કષભચંદ્રવિજયજી મહારાજ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સિયાણ શહેરમાં જેનાં પ૦૦ ઘર છે. ત્યાં પ્રાગ્વટ જ્ઞાતીય કશ્યમ ગોત્રીય પોરવાલ જૈન શ્રેષ્ઠીવર્ય મગરાજજીના ઘરે સૌ. રત્નાવલીદેવીની કુક્ષીએ સં. ૨૦૧૪ના જેઠ સુદ ૭ને દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. તેમણે આઠ વર્ષની નાની વયે કવિરત્ન પૂ. આ. શ્રી વિજયવિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુહેતુ અધ્યયન શરૂ કર્યું. માતા અને વડીલ બંધુએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ, સ્વયં પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે સં. ૨૦૩૭ના જેઠ સુદ ૧૦ના શુભ દિને દીક્ષિત થયા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ, જપ-તપ અને અધ્યયન ઉપરાંત પૂ. ગુરુદેવશ્રીની શુભ નિશ્રામાં રહીને સામાજિક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્યો કરતા રહ્યા છે. નવયુવકેમાં ધર્મજાગૃતિ આવે, એકતા અને સંગઠનની ભાવના જાગે તે માટે પૂજ્યશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. મધ્યમ વર્ગના માણસોને શિક્ષણ, ચિકિત્સા આદિ માટે સુવિધાઓ પ્રાપ્ત થાય અને સાધર્મિક ભાવના વિકાસ પામે તે માટે નિરંતર કાર્યો કરતા રહે છે. પૂજ્યશ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ શાસનપ્રભાવક કાર્યોમાં જયવંતા વર્તે એવી શુભકામના સહ પૂજ્યશ્રીના ચરણારવિંદમાં કેટિશઃ વંદના ! Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 719 720 721 722 723 724 725 726