Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
૭૧૪
શાસનપ્રભાવક
ગુણસાગરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકાર્યું. વડી દીક્ષા પણ દેવપુરમાં જ થઈ. દીક્ષા બાદ વિનય વૈયાવચ્ચ દ્વારા અદ્ભુત ગુરુકૃપા પ્રાપ્ત કરી; જેની ફલશ્રુતિ રૂપે તેઓશ્રી કેટલીક વિશેષતાઓ સિદ્ધ કરી શક્યા છે.
પાંચ વર્ષ સુધી આત્મસાધનાથે વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓથી અલિપ્ત રહેવાની પ્રબળ ઝંખના હોવા છતાં ગુજ્ઞાને શિરોમાન્ય કરીને કચ્છબીદડામાં દીક્ષા પછીના પ્રથમ ચાતુર્માસમાં જ ચાર મહિના સુધી સુંદર પ્રવચનો આપ્યાં. પાંચ વર્ષના દીક્ષાપર્યાયમાં એક હજાર યાત્રિકોની ૧૦૦ દિવસ ૯૯ યાત્રા દરમિયાન ગુર્વાજ્ઞાથી માત્ર “નમો અરિહંતાણં' પદ પર મનનીય પ્રવચનો આપ્યાં. ૪૫ આગમનું વાચન ન થાય ત્યાં સુધી મિષ્ટાન્ન-ફરસાણત્યાગ તથા કાપમાં સાબુ આદિને ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞાપૂર્વક ૧૩ મહિનામાં ગુરુકૃપાથી ૪૫ આગમનું સાંગોપાંગ વાચન કર્યું. દીક્ષા પ્રતિષ્ઠા આદિનાં ધાર્મિક મુહૂર્તો કાઢવા માટે પણ જ્યોતિષમાં સારી પ્રગતિ સાધી. સ્વાનુભૂતિના લક્ષ્ય સાથે તપસ્વીરત્ન પૂ. આ. શ્રી ગુણદયસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં સં. ૨૦૩૭માં કચ્છ-કેટલામાં સળંગ પાંચ મહિનાના મૌનપૂર્વક નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના કરી. નાલાસેપાર, ડબીવલી, જામનગર તથા માંડવીનાં ચાતુર્માસ દરમિયાન ચાર મહિના સુધી ચોવીસે કલાક અખંડ કરડે નવકાર મહામંત્રના જાપ કરાવ્યા. “જેનાં હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર ” વગેરે ૯ કપ્રિય પુસ્તકનું લેખન સંપાદન કર્યું. છ'રીપાલિત સંઘમાં તથા શિખરજીમાં ચાતુર્માસ દરમિયાન ગુરુ આજ્ઞાથી ૬૭ સાધુ-સાધ્વીજીઓને છ કર્મગ્રંથ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ આદિની વાચનાઓ આપી તથા લેખિત પરીક્ષાઓ લીધી. વર્ધમાન તપની ૨૭ ઓળી, એકાંતરા ૩૭૫ આયંબિલ, મૌનપૂર્વક અઠ્ઠાઈ તથા નવાઈ તપ આદિ દ્વારા જ્ઞાનની સાથે બાહ્ય તપને પણ સુંદર સમન્વય સાધ્યો. સંસ્કૃત ભાષામાં વિવિધ છંદમાં કલેકબદ્ધ અનેક કાવ્યરચનાઓ પણ કરી. તેજસ્વી વક્તા પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મહારાજ, સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિશ્રી ધર્મરત્નસાગરજી મહારાજ, તપસ્વી મુનિશ્રી કંચનસાગરજી મહારાજ તથા નવદીક્ષિત તપસ્વી મુનિશ્રી અભ્યદયસાગરજી મહારાજ આદિ ૪ સુવિનીત શિવે પૂજ્યશ્રીને સાધના તથા શાસનપ્રભાવનામાં સુંદર સહયોગ આપી રહ્યા છે. સં. ૨૦૪પના જામનગર ચાતુર્માસ બાદ એક જ વર્ષમાં સૌરાષ્ટ્રમાં ૪–૪ છરીપાલક સંઘે પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ છે. આમ, બહુમુખી પ્રતિભા ધરાવતા પૂજ્યશ્રી ભગવતીસૂત્રનાં યોગદ્વહનપૂર્વક તા. ૭-૩-૧૯૧ના રોજ મુનિવરમાંથી ગણિવર બની સંઘ-સમાજ માટે સવિશેષ ઉપકારક બની શાસનની શાન બઢાવી રહ્યા છે. પૂજ્યશ્રી હસ્તક ઉત્તરોત્તર ઉત્તમોત્તમ શાસનપ્રભાવક કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ મને કામનાઓ સાથે પૂજ્યશ્રીનાં ચરણે કોટિ કોટિ વંદના !
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726